• Home
  • Db Original
  • Indians have 70 lakh crore gold, more than the country's two year budget

ભાસ્કર ઓરિજિનલ / ભારતીયો પાસે 70 લાખ કરોડનું સોનું, જે દેશના 2 વર્ષના બજેટ કરતા પણ વધારે

Indians have 70 lakh crore gold, more than the country's two-year budget

  • વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, ભારતીય ઘર અને મંદિરમાં 25000 ટન સુધીનું સોનું, આ ઉપરાંત RBI પાસે પણ 618 ટન છે.
     

Divyabhaskar.com

Oct 25, 2019, 10:47 AM IST

નવી દિલ્હીઃ ધનતેરસ અને દિવાળી જેવા તહેવારનું આગમન થતાની સાથે જ સોનાની માંગ વધી જાય છે. પછી ભલે આ વખતની કિંમતો વધારે થવાના કારણે માંગ ઓછી રહેવાની સંભાવના છે. પરંતુ દેશમાં સોનૈની જેટલી વાર્ષિક માંગ રહે છે, તે વૈશ્વિક માગના એક ચતૃથાંઉશ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સંચાલન નિયામક સોમસુંદરમ પીઆરએ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારતીય ઘર અને મંદિરોમાં 24000 થી 25000 ટન સોનું છે, જેની કિંમત 1 ટ્રિલિયન ડોલર(અંદાજે 70 લાખ કરોડ રૂપિયા)છે. તેમના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં આવેલો સોનાનો કુલ સ્ટોકનો 15 % માત્ર ભારતીય ઘરો અને મંદિરોમાં છે. અમેરિકાની કેન્દ્રીય બેન્કમાં 8,133.5 ટન સોનું છે, જે ભારતીયો પાસે આવેલા કુલ સોનાથી અંદાજે 3 ગણું ઓછું છે.

9 વર્ષમાં દુનિયાનું ગોલ્ડ સ્ટોક 15% વધ્યું

વર્ષ ગોલ્ડ સ્ટોક
2010 1,68,343.5 ટન
2011 1,71,187.3 ટન
2012 1,74,104.0 ટન
2013 1,77,175.7ટન
2014 1,80,313.8ટન
2015 1,83,521.3ટન
2016 1,86,806.5 ટન
2017 1,90,125.5 ટન
2018 1,93, 472.4 ટન

દેશમાં સોનાનું ઉત્પાદન 0.5%થી પણ ઓછું,પણ માંગ 25%થી પણ વધારે

  • ચીન પછી ભારત દુનિયામાં સોનાનું સૌથી મોટું બજાર છે. જો કે, અમારા અહીંથી સોનાનું ઉત્પાદન 0.5%થી પણ ઓછું હોય છે. પરંતુ ડિમાન્ડ કુલ વૈશ્વિક માંગના 25% થી પણ વધારે છે. સોમસુંદરના જણાવ્યા પ્રમાણે, 10 વર્ષનો ટ્રેન્ડ જણાવે છે કે, ભારતમાં વાર્ષિક 800થી 900 ટન સોનાની માંગ રહે છે.
  • સોમસુંદર કહે છે કે આવનારા 5થી 10 વર્ષોમાં ભારતમાં સોનાની માંગ વધશે. કારણ કે, હવે ભારતની GDP અને વ્યક્તિની માથાદીઠ આવક ઝડપથી વધી રહી છે. તેનાથી વધારેમાં વધારે લોકોને ગરીબીમાંથી બહાર આવવા માટે મદદ મળી રહી છે. આ જ કારણે આવનારા સમયમાં ભારતમાં મોટાભાગના લોકો ગરીબી રેખામાંથી મધ્યમ વર્ગમાં આવી જશે અને આ જ લોકો ભવિષ્યમાં સોનાની માંગ વધારશે.

ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ

વર્ષ ગ્લોબલ ભારત
2019 (જૂન સુધી) 817.5 ટન 372.1 ટન
2018 4,345.1 ટન 760.4 ટન
2017 4,159.9 ટન 771.2 ટન
2016 4,308.7 ટન 666.2 ટન
2015 4,215.8 ટન 858.1 ટન
2014 3,923.7 ટન 834.4 ટન
2013 4,087.6 ટન 958.1 ટન
2012 4,405.5 ટન 914.5 ટન
2011 4,067.1 ટન 974.0 ટન
2010 3,812.2 ટન 1001.7 ટન
2009 3,385.8 ટન 642.4 ટન

ઘર- મંદિરમાં જેટલું સોનું, તે 2 વર્ષના બજેટ જેટલું
ભારતીય ઘરમાં અને મંદિરોમાં જેટલી કિંમતનું સોનું છે, તે દેશના 2 વર્ષના બજેટ કરતા પણ વધારે છે. 2019-20નું બજેટ 27,86,349 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત ટોપ-100 અમીર ભારતીય પાસે પણ 32.19 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે ભારતીયો પાસે જ 70 લાખ કરોડ રૂપિયાનું સોનું છે.

ભારતમાં સોનાની આટલી માંગ શા માટે?

  • એક જમાનામાં ભારતને સોનાની ચિડીયા તરીકે ઓળખાતું હતુ, કારણ કે એક સમયે અહીં સૌથી વધારે સોનું હતું. પરંતુ અમારા દેશમાં સોનાની આટલી માંગનું કારણ શું છે? આ અંગે સોમસુંદરમે જણાવ્યું કે, સોનું જ એકમાત્ર એવી સંપત્તિ છે, જે સામાન્ય રીતે ઘરની મહિલાઓ પાસે રહે છે અને તેનાથી મહિલાઓને નાણાકીય સ્વંત્રતા મળે છે.
  • ભારતમાં ઐતિહાસિક રીતે સોનાની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. દેશમાં સોનાની વધારે માંગ હોવાનું એ કારણ પણ છે કે સોનાને સુરક્ષિત ઘરેલુ બચત તરીકે રાખવામાં આવે છે, જેનાથી મોંઘવારી સામે લડવામાં મદદ મળે છે.
  • જરૂરિયાત જણાય ત્યારે સોનાના બદલે લોન પણ લઈ શકાય છે. સોનું ગિરવે મુકીને ખેડૂત અથવા સામાન્ય માણસ પણ સરળતાથી પૈસા મળી જાય છે. આ ઉપરાંત ઘરમાં સોનું રાખવાથી સામાજિક પરંપરા અને સાંસ્કૃતિક સંબંધ પમ બની રહે છે.

ભારતમાં સોનાની માંગ વધવાના કારણ

  • 1) લગ્નઃ ભારતમાં સોનાની માંગ 50%થી વધારે માંગ લગ્નપ્રસંગો પર નિર્ભર હોય છે. દેશમાં 25 વર્ષથી ઓછી ઉંમરના 45%થી વધારે આબાદી છે અને વાર્ષિક સરેરાશ 1 કરોડ લગ્ન થાય છે. જે સરેરાશ તો એક દુલ્હન માટે 200 ગ્રામ સુધીની જ્વેલરી ખરીદવામાં આવે છે.
  • 2) સેવિંગ્સ રેટ(બચત દર)ઃ IMFએ ભારતમાં 2020 સુધીના બચત દર 30% રહેવાની આશા છે. ત્યારબાદ કામ કરનારા લોકોની સંખ્યા વધવાની સંભાવના પણ છે. સંપત્તિ તરીકે ભારતીયો વચ્ચે બેન્ક ડિપોઝીટ પછી સોનું બીજા નંબરની પસંદગી છે.
  • 3)આર્થિક વિકાસઃ ભારતમાં 25 કરોડથી વધારે લોકો બચત કરે છે અને તેમની બચત સોનાથી શરૂ થાય છે. એટલા માટે આર્થિક વિકાસ અને લોકોની સમુદ્ધિ વધવા પર સોનાની માંગ વધી શકે છે, જેનાથી આયાત પણ વધશે.
  • 4) આવકઃ માથાદીઠ આવક 1% વધશે, તો આ માંગ 0.5% સુધી ઘટી જાય છે. આ ઉપરાંત શહેરીકરણ પણ ઝડપથી વધી રહ્યું છે, જેનાથી લોકોની આવક વધી રહી છે.
  • 5) સોનાની કિંમતઃ જો સોનાની કિંમત 1% વધે છે, તો તેની માંગ 0.5% સુધી ઘટી જાય છે. આ પ્રકારે સોનાની કિંમત 1% ઓછી થાય તો માંગમાં 0.9% સુધી વધારો થાય છે. જો કે, 2005 થી 2015 વચ્ચે 10 ગણો કિંમતો વધ્યાં બાદ પણ ભારતમાં સોનાની માંગ 14%ના વાર્ષિક દરથી વધ્યો.
  • 6)મોંઘવારીઃ જો મોંઘવારી 1% વધે છે તો સોનાની માંગમાં 2.6% વધારો થાય છે. દુનિયાભર રોકાણકારો મોંઘવારી સામે નિવેડો લાવવા માટે સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં પૈસા લાગે છે. જેથી, ઓછા જોખમે સારુ રિટર્ન મળી શકે.
  • 7)ચોમાસુ- સામાન્યથી 1% વધારે વરસાદ થવાથી સોનાની માંગ 0.5% વધી જાય છે. કારણ કે, ચોમાસુ કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. સારા ચોમાસાથી ઉત્પાદન વધે તો ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વધારો થાય છે. જેનાથી સોનાની માંગમાં વધારો છે.

ટ્રેડ વોર અને અનિશ્વતતાનો માહોલ, તેમ છતા સોનું સુરક્ષિત રોકાણ

  • સોમસુંદરમ જણાવે છે કે , સપ્ટેમ્બરમાં ગોલ્ડ સાથે જોડાયેલા ફંડ અને બીજી પ્રોડક્ટમાં દુનિયાભરમાં 3.9 અબજ ડોલરનું રોકાણ થયું હતું. આનાથી દુનિયામાં સોનાનું હોલ્ડિંગ 75.2 ટન વધીને 2,808 ટને પહોંચી ગઈ હતી. આ અત્યાર સુધીનો સૌથી ઉચ્ચ સ્તર છે. આ વખતે સોનાની માંગ સાથે જોડાયેલા ઘણા સકારાત્મક કારણ છે. જેમાં ટ્રેડ વોર અને રાજકીય અસ્થિરતા જેવા કારણો સામેલ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની તપાસ બેસાડવાની વાત ચાલી રહી છે. આવું થયું તો ચીન અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં મોડું કરશે. તે 2020માં થનારી અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી સુધી ડીલ ટાળી શકે છે. બ્રેક્ઝિટ અંગે પણ અનિશ્વિતતાનો માહોલ છે.
  • દુનિયાભરમાં વ્યાજ દર પણ ઓછા છે. સાથે અમેરિકન શેર બજાર ઉચ્ચ સ્તર પર છે. ગત વર્ષોના રેકોર્ડથી જાણવા મળ્યું છે કે ઓક્ટોબર મહિનામાં અમેરિકન બજારમાં ઝડપથી ઘટડો થઈ રહ્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં એનએન્ડપી 500 ઈન્ડેક્સમાં 7% ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ ડોલરના સતત મજબૂત થવા અને સોનાના સસ્તા થવાના કારણથી ભારત અને ચીનમાં સોનાની માંગમાં વધારો થઈ શકે છે. તમામ પ્રકારની અનિશ્વિતિતાઓ વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં પૈસા લગાડવાના વિચારને સમર્થન મળે છે.
  • સોમસુંદરમે જણાવ્યું કે, સોનાના ઘરની સમુદ્ધિ અને દેશની સંપત્તિમાં યોગદાન છે. મોંઘવારી સામે લડવા માટે અને નીતિગત મુદ્દાઓના કારણે કરન્સીમાં ઉતાર-ચઢાણ સામે પહોંચી વળવા માટે સોનામાં રોકાણ કરવું એ સૌથી સારું માધ્યમ છે. અહીં સુધી કે કેન્દ્રીય બેન્કમાં પણ એસેસેટ્સમાં વિવિધતા માટે સોનું ખરીદે છે. સોનાના ઘણા ફાયદા છે. ગોલ્ડ માર્કેટમાં હજારો કારીગરો અને અન્ય લોકોને પણ રોજગાર મળે છે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં 75% જ્વેલરી હાથથી બનાવેલી છે. નાણાકીય સંસ્થા સોનાના બદલે લોન આપે છે.
X
Indians have 70 lakh crore gold, more than the country's two-year budget
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી