• Home
  • Dvb Original
  • Indian made iPhone 10 model will be available up to Rs 20,000 cheaper than other countries: Tim Cook

ઈન્ટરવ્યૂ / ભારતમાં બનનારા આઈફોન-10નું મોડલ અન્ય દેશો કરતા 20 હજાર રૂપિયા સુધી સસ્તું મળશેઃ ટીમ કુક

Indian-made iPhone-10 model will be available up to Rs 20,000 cheaper than other countries: Tim Cook

  • આઈફોન-11ની લોન્ચિગ પર એપલના સીઈઓ ટીમ કુક સાથે ખાસ ચર્ચા 
  • તેમણે કહ્યું કે, કિંમત ઓછીનો અર્થ એ નથી કે આઈફોન ક્વોલિટી સાથે સમજૂતી કરવા જઈ રહ્યું છે 
  • કંપનીએ મંગળવારે આઈફોન-11, આઈફોન-11 પ્રો અને આઈફોન-11 પ્રો મૈક્સ લોન્ચ કર્યા 

Divyabhaskar.com

Sep 11, 2019, 01:20 PM IST

કેલિફોર્નિયાઃ મંગળવારે લોન્ચ થયેલા આઈફોન સિવાય બીજા તમામ આઈફોન મોડલ ભારતમાં થોડા મહિનાઓ દુનિયાના બાકી દેશો કરતા 20 હજાર રૂપિયા સસ્તો મળશે. એપલના સીઈઓ ટીમ કુકના જણાવ્યા પ્રમાણે, કિંમત ઓછી કરવાનો અર્થ તેની ક્વોલિટી સાથે સમજૂતી કરવાનો નથી પણ આઈફોન એક પ્રીમિયમ સ્માર્ટફોન છે અને આ અનુભવને જાળવી રાખવો જ અમારો મૂળ સિદ્ધાંત છે. આ સંદર્ભે ભાસ્કરે ટીમ કુક સાથે કરેલી ખાસ વાતચીત કરી છે.

સવાલઃ શા માટે આઈફોન-11માં ત્રણ કેમેરા છે?
જવાબઃ ત્રણ કેમેરાની સુવિધા આપી અમે ડીએસએલઆર જેવા કેમેરાની જરૂરને ખતમ કરવા માગીએ છીએ. મહત્વનું છે કે મોટાભાગના યુઝર માત્ર ફોટા પાડવા માટે જ એપલ ફોનનો ઉપયોગ કરે છે. એવામાં અમે તેમના કેમેરાના અનુભવને વધુ સારો બનાવીશું. શોટ ઓન આઈફોન આ અભિયાનનો જ એક ભાગ છે. નવા ફોનમાં પહેલો વાઈડ કેમેરો, બીજો પોટ્રેટ ટેલીફોનો અને ત્રીજો અલ્ટ્રા વાઈડ એંગલ માટે છે.આ આઈફોન ફોટોગ્રાફી માટે મદદગાર સાબિત થશે.

સવાલઃ આઈફોનની કિંમત વધારે હોવાથી ભારતમાં તેનું વેચાણ સતત ઘટી રહ્યું છે, શું એપલ ભારત માટે સસ્તો આઈફોન બનાવી શકે છે, જો હા તો તેની કિંમત શું હશે?

જવાબઃ અમે ભારત માટે બે આઈફોન લોન્ચ કરી રહ્યા છીએ. આ માટે દક્ષિણ ભારતમાં આઈફોનની સૌથી મોટી મેન્યુફેક્ચરીંગ કંપની ફોક્સકોન પ્લાન્ટમાં આઈફોનની અસેંબલિંગ શરૂ કરી છે. ભારતમાં બનનારો આઈફોન અન્ય દેશોમાં મળતા આઈફોનની તુલનામાં 20 હજાર રૂપિયા સસ્તો હશે. જો કે, આઈફોન-11 તેનો ભાગ નહીં હોય. ભારતીય ગ્રાહક આઈફોન એક્સ, એક્સએસ અને એક્સએસ મેક્સના વિવિધ સ્ટોરેજ વૈરિએન્ટ ટૂંક સમયમાં જ અન્ય દેશોની તુલનામાં સસ્તા ભાવે ખરીદી શકાશે. અમે અલગ અલગ કંપનીઓ સાથે ટાઈઅપ કરીને પણ કિંમતમાં ઘટાડો કરવાના પ્રયાસમાં લાગી ગયા છીએ. જેથી માસિક ફોન બિલની કિંમત પર આઈફોન એક રીતે ફ્રી મળી શકે, જે ગ્રાહકો માટે એક નવો અનુભવ હશે.

સવાલઃ ફોન અંગે સતત નવા પ્રયોગો થઈ રહ્યા છે, આવનારા વર્ષોમાં આઈફોનનું નવું રૂપ કેવું હશે?
જવાબઃ હાલ અમે 11 ડિઝાઈન પર રિસર્ચ કરી રહ્યાં છીએ. ટેસ્ટ બાદ નક્કી કરીશું કે નવો આઈફોન કેવો હશે. તેનું વર્જન એઆઈ અને વીઆર જેવા અનુભવો સાથે મશીન લર્નિંગનો પણ એક અનુભવ આપશે. આ ઉપરાંત જૂન 2020માં IOS-14 પણ લોન્ચ કરશે.

સવાલઃ શું એમઆઈ, વનપ્લસ જેવી કંપનીઓના આવવાથી આઈફોનનો ક્રેજ ઘટ્યો છે? શું વેચાણ ઘટવાનું કારણ આ જ છે?
જવાબઃ આ ચાઈનીઝ કંપનીઓનો મોટાભાગ ભારત અને ચીન સુધી જ સિમીત હશે. વૈશ્વિક રીતે જોવા જોઈએ તો આઈફોનનું વેચાણ સતત વધી રહ્યું છે. ચીની કંપનીઓની તુલનામાં આઈફોનની કિંમત અને ગુણવતા ઘટાડવાનો અમારો કોઈ હેતું નથી. આઈફોન એક પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાંડ છે અને આ અનુભવને જાળવી રાખવો જ અમારો મૂળ સિદ્ધાંત છે. એપલની ત્રિમાસિક વેચાણનો ડેટા જોવા જઈએ તો માલુમ પડશે કે અમે સારું પ્રદર્શન કરી રહ્યા છીએ. આઈફોનના શરૂ થવાથી અત્યાર સુધી અમે કરોડો આઈફોનનું વેચાણ કરી ચુક્યા છીએ. જે આપણા માટે મોટી સિદ્ધી છે.

સવાલઃ ભારતે સિંગલ રિટેલ FDI નિયમોમાં ઢીલ આપી છે, તમે ભારતમાં કેટલું રોકાણ કરશો? કયા શહેરથી શરૂઆત કરશો?
જવાબઃ અમે ભારતમાં ફેલાવો કરીશું. ભારતમાં હાલ 1450 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના છે. બેંગલુરુ અને હૈદરાબાદમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓફિસનો ફેલાવો કરી રહ્યા છીએ. ગુડગાવ અને મુંબઈમાં એક્સક્લૂઝિવ ઓરિજિનલ સ્ટોર ખોલીશું. ઓનલાઈન સેલ માટે હાલ જીઓની મદદ લેવાઈ રહી છે.

એપલના ડેવલપર્સમાં મોટાભાગના ભારતીયો

એપલના સોફ્ટવેર એન્જિનીયરીંગના વાઈસ પ્રેસિડેન્ટ ક્રેગ ફેડેરિગીના જણાવ્યા પ્રમાણે, બાલ એપલમાં જે ડેવલપર્સ કામ કરી રહ્યાં છે જેમાં મોટાભાગના ભારતીયો છે. અમને અમારા ભારતીય કર્મચારીઓ પર ગર્વ છે. બેંગલુરુમાં અમે આઈઓએસ ડેવલપમેન્ટની ટ્રેનિંગ માટે પહેલું એપ એક્સીલેરેટેર સેન્ટર ખોલ્યું હતું. જ્યાં 50 હજાર ડેવલપર્સને ટ્રેનિંગ આપવામાં આવી છે. કંપનીની સોશિયલ ઈનિશિએટીવ વાઈસ પ્રેસિડેન્ટ લીસા જેક્શનના જણાવ્યા પ્રમાણે, કર્મચારીઓને એક સ્વસ્થ વાતાવરણ આપવા માટે એપલ પોતાની ઓફિસોમાં રિન્યૂવલ એનર્જીથી સજ્જ કરી રહ્યું છે.

X
Indian-made iPhone-10 model will be available up to Rs 20,000 cheaper than other countries: Tim Cook

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી