• Home
  • Db Original
  • In this way, Dhanpuja, Mahalakshmi will be happy throughout the year, happiness and prosperity will come to life, family will also prosper.

ધનતેરસ / ધનતેરસે ઘરમાં આ રીતે કરો ધનપૂજા, વર્ષભર મહાલક્ષ્મી પ્રસન્ન રહેશે, જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે, પરિવારમાં પણ આવશે ખુશાલી

Divyabhaskar.com

Oct 24, 2019, 05:10 PM IST

દીપોત્સવ એટલે પાંચ દિવસનો તહેવાર. આ મહાપર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. શાસ્ત્રમાં ધનતેરસનો વિશેષ મહિમા છે. શાસ્ત્ર અનુસાર ધનતેરસ કાળીચૌદસ અને દિવાળીને સિદ્ધ રાત્રિ અને દિવસ છે. તેથી જ ધનતેરસના દિવસે લક્ષ્મીપૂજા સહસ્ત્ર ગણી ફળદાયી હોય છે. એટલા માટે જ અનાદીકાળથી ધનતેરસે લક્ષ્મીપૂજન કરવામાં આવે છે. સાથે જ આ દિવસે ધન્વંતરી દેવ અને કુબેર દેવનું પણ પૂજન કરવું જોઈએ. કારણ કે, આરોગ્ય સુખાકારીના દેવ ધન્વંતરી છે અને સમૃદ્ધિ અને ઐશ્વર્યના દેવ કુબેર છે. લક્ષ્મીકૃપા ત્યારે જ સાર્થક કહેવાય જેનું આરોગ્ય સારું હોય અને જેના જીવનમાં ઐશ્વર્ય અને સમૃદ્ધિ હોય. ત્યારે માતા લક્ષ્મીજી, ભગવાન ધન્વંતરી અને કુબેરજીની કૃપા મેળવવા ધનતેરસે કેવી રીતે પૂજાવિધિ કરવી એ ઘણું જ અગત્યનું છે. આ પાવન અવસરે જાણીતા જ્યોતિષાચાર્ય ધાર્મિક પુરોહિતે સૌથી સચોટ પૂજાવિધિ સમજાવી છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી