• Home
  • Dvb Original
  • In the 2019 Lok Sabha elections, BJP has the highest spending of Rs.1264, Congress spent Rs. 820 crore

ભાસ્કર ઓરિજિનલ / 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ 1264, કોંગ્રેસે 820 કરોડ ખર્ચ કર્યો

ચૂંટણી પૂરી થયા પછી 90 દિવસમાં ખર્ચની વિગતો આપવાની હોય છે.
ચૂંટણી પૂરી થયા પછી 90 દિવસમાં ખર્ચની વિગતો આપવાની હોય છે.

  • 7 પક્ષ દ્વારા ચૂંટણી પંચને અપાયેલા ખર્ચના નિવેદનમાં ખર્ચનો ખુલાસો થયો
  • સાતેય પક્ષોના 1454 ઉમેદવારો પર સરેરાશ 1.62 કરોડ ખર્ચાયા હતા
  • લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર 70 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે
  • રાજકીય પક્ષોના ખર્ચ પર આવી કોઈ મર્યાદા નથી

Divyabhaskar.com

Jan 29, 2020, 02:40 AM IST

હેમંત અત્રી, નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીમાં 4 મુખ્ય રાષ્ટ્રીય પક્ષોએ નાણાનો ભરપૂર ઉપયોગ કર્યો. ભાજપે સૌથી વધુ 1264 કરોડ રૂપિયા ખર્ચ્યા. પક્ષના 436 ઉમેદવારોમાંથી દરેક પર સરેરાશ 2.9 કરોડનો ખર્ચ થયો. 2014ની તુલનાએ આ 81% વધુ છે. ખર્ચના મામલે 7 રાષ્ટ્રીય પક્ષોમાં કોંગ્રેસ બીજા સ્થાને છે. પક્ષે 820 કરોડ રૂપિયાનો ખર્ચ્ય કર્યો હતો. તેના 421 ઉમેદવારો પર સરેરાશ 1.94 કરોડ ખર્ચાયા. આ 2014ની તુલનાએ 74% વધુ છે. 7 પક્ષ દ્વારા ચૂંટણી પંચને અપાયેલા ખર્ચના નિવેદનમાં આ ખુલાસો થયો છે. ચૂંટણી પૂરી થયા પછી 90 દિવસમાં આ વિગત આપવાની હોય છે. કોંગ્રેસ અને સીપીઆઈએ 42 દિવસ વિલંબથી 12 ડિસેમ્બરે રિપોર્ટ આપ્યો હતો. ભાજપે 27 દિવસ અને એનસીપીએ 5 દિવસનો વિલંબ કર્યો હતો. તૃણમૂલ, બસપા અને સીપીઆઈએમએ નિશ્ચિત સમયમાં વિગત આપી હતી. સાતેય પક્ષોના 1454 ઉમેદવારો પર સરેરાશ 1.62 કરોડ ખર્ચાયા હતા.
પક્ષના ખર્ચમાં સ્ટાર પ્રચાર તેમજ અન્ય નેતાઓના પ્રવાસ, રેલી, જાહેરાત તથા પ્રચાર સામગ્રીનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર 70 લાખ સુધીનો ખર્ચ કરી શકે છે. રાજકીય પક્ષોના ખર્ચ પર આવી કોઈ મર્યાદા નથી.
ભાજપે ઉમેદવારદીઠ 2.9 કરોડ, કોંગ્રેસે 1.94 કરોડ ખર્ચ્યા

પક્ષ કમાણી કુલ ખર્ચ ઉમેદવાર સરેરાશ ખર્ચ વૃદ્ધિ
ભાજપ 4046.68 1264.33 436 2.9 81.25%
કોંગ્રેસ 856.19 820.88 421 1.94 74.77%
ટીએમસી 141.09 83.59 62 1.34 -
બસપા 0.82 55.39 383 0.14 133%
NCP 82.03 72.94 34 2.14 50%
માકપા 65.01 34.93 69 0.5 150%
ભાકપા 25.54 21.13 49 0.43 330%
X
ચૂંટણી પૂરી થયા પછી 90 દિવસમાં ખર્ચની વિગતો આપવાની હોય છે.ચૂંટણી પૂરી થયા પછી 90 દિવસમાં ખર્ચની વિગતો આપવાની હોય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી