• Home
  • Db Original
  • Heat irritation, itching and blemishes with milk and chickpeas flour will make the skin too soft and shiny, as explained by the farmer's brother.

ટીપ્સ / દૂધ અને ચણાના લોટથી મટાડો ખંજવાળ, ખુજલી અને દરાજ, ચામડી પણ થઈ જશે મુલાયમ અને ચમકદાર, વેરાવળના ખેતસીભાઈએ સમજાવી આસાન રીત

Divyabhaskar.com

Sep 13, 2019, 04:27 PM IST
વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ખંજવાળ, ખુજલી અને દરાજ સહિતના ચામડીના રોગ માટેનો એક વીડિયો શેર કર્યો છે. ચામડીના કેટલાક રોગ દવાઓથી ભાગ્યે જ મટે છે, પણ સાયન્સની સાથે આયુર્વેદને પણ અપનાવવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે. ખેતસીભાઈનું કહેવું છે કે, ચામડીના રોગ માટે દૂધ અને ચણાનો લોટ અકસીર છે. તેમના મતે દૂધ અને ચણાનો લેપ રોજ નાહતી વખતે તેને આખા શરીર પર લગાવવો જોઈએ. આમ કરવાથી થોડા દિવસમાં જ માથાના ખોડા સહિત શરીરની ખંજવાળની તકલીફ દૂર થઈ જશે. ખેતસીભાઈના મતે આ પ્રયોગથી ચામડીના રોગ થવાની શક્યતા સાવ ઘટી જશે, સાથેસાથે ચામડી વધુ મુલાયમ અને ચમકદાર બનશે.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી