• Home
  • Db Original
  • haryana karnal youth nitin lalit startup makes designer pots from waste material

પહેલ / કેનેડામાં મહિને 4 લાખ રૂપિયાની નોકરી છોડી,ભારતમાં પાણીનો બચાવ કરતા ફ્લાવરપોટ તૈયાર કરી રહ્યા છે

haryana karnal youth nitin lalit startup makes designer pots from waste material

  • નવીન ફ્લાવરપોટમાં છોડના મૂળ વોટર કન્ટેનરમાં ડુબેલા રહે છે
  • કન્ટેનર ભરેલો હોય તો અંદાજે એક મહીના સુધી છોડને પાણી આપવાની કોઈ જરૂર નથી

Divyabhaskar.com

Aug 23, 2019, 04:00 PM IST

મનોજ કૌશિક(પાનીપત) કેનેડામાં ચાર લાખ રૂપિયા મહિનાની નોકરી, પોતાનું મકાન અને સ્થાયી નાગરિકતા હોવા છતા કરનાલના નીતિન લલિતે પોતાના સ્ટાર્ટઅપ માટે આ બધું જ છોડી દીધું છે. તેમણે પોતાના દેશમાં વેસ્ટ મટેરિયલથી પાણી બચાવનારા ફુલ છોડ બનાવીને ઘરે ઘરે પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. 2016માં ભારત પરત આવ્યા બાદ આ સપનાને પુરુ કરવામાં તેમને ત્રણ વર્ષ લાગી ગયા છે. નીતિને જણાવ્યું કે, જે બચત કેનેડામાં કરી હતી તે બધી આ પ્રોજેક્ટ માટે ખર્ચ કરી દીધી છે. ડિઝાઈન, ટેકનીકલ , સાઈન્સ અને સખત મહેનત બાદ હવે 40% વેસ્ટ મટેરિયલથી વોટર સેવિંગ ફ્લાવર પોટ બનાવવામાં સફળ નિવડ્યા છીએ.

ફ્લાવરપોટની નવી ડિઝાઈન
નીતિનને ડિઝાઈન કરેલા ફ્લાવરપોટ એવા છે કે તે કોઈ પણને આકર્ષિત કરી લે છે. આ ફ્લાવર પોસ્ટ વેસ્ટ પ્લાસ્ટિક શીટમાંથી બન્યા છે. તેની અંદર પ્લાસ્ટિકના જ સ્ક્રુ લગાડવામાં આવ્યા છે. કાંટાળો આકાર એટલા માટે આપવામાં આવ્યો છે જેથી ફ્લાવરપોટની અંદર હવા અને પાણીના કણ રહી શકે અને છોડ લાંબા સમય સુધી ફળદ્રુપ રહી શકે.

પાણી બચાવવા માટે મૂળ નીચે વોટર કન્ટેનર
આ ફ્લાવરપોટની નીચે વોટર કન્ટેનર લગાવાયેલું છે. છોડને અપાયેલું વધારાનું પાણી આ કન્ટેનરમાં જતું રહે છે, જે તેમાં જમા થાય છે. છોડના મૂળ આ કન્ટેનરમાં ડુબેલા હોવાના કારણે ત્યાંથી પાણી પી લે છે. વોટર કન્ટેનર જો ભરાયેલું હોય તો અંદાજે એક મહીના સુધી પાણી આપવાની જરૂર નહીં પડે. નિતીને જણાવ્યું કે, તેઓ તેનો ટેસ્ટ કરી ચુક્યા છે. આનાથી પાણીનો બચાવ થાય છે. તેમણે એક એવો મોટો ફ્લાવર પોટ બનાવ્યો છે જેમાં શાકભાજી પણ વાવી શકાય છે.

કેનેડામાં લોકોને બાગ બગીચાઓનો શોખ, ત્યાંથી જ તેમને આઈડિયા મળ્યો

એન્જિનીયરીંગમાં ડિપ્લોમા બાદ નીતિન 2007માં કેનેડા ચાલ્યા ગયા હતા. ત્યાં ડિગ્રી પુરી કરી અને નોકરી કરવા લાગ્યા. 2016માં જ્યારે નોકરી છોડી તો જનરલ મોટર્સમાં ટેક્નીશિયન તરીકે જોડાયા, તેમણે જણાવ્યું કે, કેનેડામાં થોડા મહિના એવા હોય છે જેમા બરફ નથી પડતો અને ઠંડી ઓછી હોય છે. આ દિવસોમાં લોકો બાગબગીચાનું કામ કરે છે. લોકો એક બીજાનો બગીચો સારો દેખાડવાની હરિફાઈ કરે છે. જેવો જ બરફ પડવાનો શરૂ થાય છે લોકો પોતાના ફ્લાવરપોટ ઘરમાં રાખી દે છે. આ બધુ જોતા નીતિનને પણ બાગબગીચાનો શોખ થયો અને તેમણે પણ બાગબગીચા વિસે શોધખોળ અને ટેકનીક વિશે ઊંડો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. ટેકનિશીયન હોવાનો ફાયદોએ થયો કે તેઓ ફ્લાવરપોટ પર એક્સપરિમેન્ટ કરવા લાગ્યા. પ્રયોગ કરતા કરતા એવો ફ્લાવરપોટ તૈયાર કર્યો જે ખુલી શકતો હતો. જેમાં સ્ક્રુ લગાડેલા હતા.

ભારત આવ્યા તો ભાડાની જગ્યા લઈને કામ શરૂ કર્યું, ત્રણ વર્ષ પછી ફ્લાવર પોટ તૈયાર કર્યા

ભારત આવ્યા તો બાગબગીચામાં પાણીનો વેડફાટ થતો જોઈને તેમને લાગ્યું કે હવે કંઈક કરવું પડશે. કરનાલ આવીને નીતિને પોતાના પિતા રિટાર્યડ બેન્કકર્મી જેકે લલિતને પોતાની સાથે જોડ્યા. પહેલા પિતા-પુત્રએ કામ શરૂ કર્યું, પછી ધીમે ધીમે સ્ટાફને રાખ્યો, સતત એક્સપરિમેન્ટ કરીને વેસ્ટ મટેરિયલનો પ્રયોગ કરીને વોટર કેન્ઝર્વેટિવ ફ્લાવરપોટ તૈયાર કર્યો. ત્રણ વર્ષમાં ઘણી વખત ડિઝાઈન બદલી પડી હતી. એક વખત ડિઝાઈન બદલવામાં 2થી 4 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. નિતીન અંદાજે 50 લાખ રૂપિયા આ પ્રોજેક્ટ પર ખર્ચી ચુક્યા છે. હવે તેમની ફાઈનલ પ્રોડક્ટ તૈયાર છે. જોકે, આ અંગે તેમનું રિસર્ચ હજુ ચાલું છે.

X
haryana karnal youth nitin lalit startup makes designer pots from waste material
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી