• Home
  • Db Original
  • For the first time, the priest's dress code will be saffron, blue and red at the time of worship at Somnath Temple

ભાસ્કર ઓરિજિનલ / પહેલીવાર સોમનાથ મંદિરમાં પૂજારીનો ડ્રેસકોડ, પૂજા સમયે ભગવા, બ્લ્યૂ અને લાલ રંગનો પહેરવેશ રહેશે

સોમનાથ મંદિરમાં પૂજારીનો ડ્રેસકોડ
સોમનાથ મંદિરમાં પૂજારીનો ડ્રેસકોડ

  • NIFTએ પૂજારીઓની બોડી મૂવમેન્ટ, માહોલ જોઈ ડ્રેસ નક્કી કર્યો

Divyabhaskar.com

Sep 16, 2019, 12:40 AM IST

અનિરુદ્ધસિંહ પરમાર, અમદાવાદ: ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં પહેલી વખત પૂજારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરાયો છે. હવે પૂજારીઓ શિવપૂજા સમયે સુતરાઉ કાપડમાંથી તૈયાર કરાયેલ ભગવા, બ્લૂ અને લાલ રંગનો પહેરવેશ પહેરશે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, મુખ્યમંત્રી જેવા મહાનુભાવોની મુલાકાત દરમિયાન પૂજારીઓ અલગ-અલગ ડ્રેસમાં રહેતા હોવાથી વિશેષ અસર ઊભી થતી નહોતી. જેના કારણે મંદિરના તમામ પુરોહિતો માટે આ ડ્રેસકોડ નક્કી કરાયો છે. આ ડ્રેસ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી (એનઆઈએફટી) ગાંધીનગર દ્વારા 15 મહિનામાં તૈયાર કરાયો છે. અત્યાર સુધી સોમનાથ મંદિરના પૂજારીઓ પૂજા વિધિ માટે ધોતી, સદરો અને ઉપવસ્ત્ર (ખેસ) વાપરતા હતા. પૂજારીઓ સ્થાનિક કક્ષાએ ઉપલબ્ધ કાપડમાંથી જ વસ્ત્રો તૈયાર કરતા હતા. સોમનાથ મંદિરનું ગર્ભગૃહ સુવર્ણ જડિત છે. પ્રસંગો અને ઉત્સવો દરમિયાન અનેક વખત મંદિરનું લાઇવ પ્રસારણ અને ફોટોગ્રાફ્સ લેવાતા હતા. તેથી ભક્તો તરફથી પણ સૂચનો હતા કે પૂજારીઓનો પ્રભાવશાળી ગણવેશ હોવો જોઇએ.

ઉત્સવ કે અન્ય પ્રસંગે રેશમી વસ્ત્રો પહેરશે
સોમનાથ મંદિર દરિયા કિનારે હોવાથી ગરમ ભેજવાળું હવામાન જોવા મળે છે. જેથી સુતરાઉ કાપડની પસંદગી કરાઇ છે. જ્યારે કે અન્ય સિઝન અને પ્રસંગો દરમિયાન રેશમી વસ્ત્રો તૈયાર કરાયા છે. શિવ પૂજા દરમિયાન પૂજારીઓએ ભગવા, બ્લૂ, લાલ વગેરે ઘાટા કલરને પસંદ કરાયા છે. ઉપરાંત નિફ્ટે ડિઝાઇન દરમિયાન પૂજારીઓની બોડી મૂવમેન્ટ અને મંદિરના કલરને પણ ધ્યાનમાં રાખ્યો છે.

X
સોમનાથ મંદિરમાં પૂજારીનો ડ્રેસકોડસોમનાથ મંદિરમાં પૂજારીનો ડ્રેસકોડ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી