ડિબી ઓરિજિનિલ / નિષ્ણાતોનો દાવો- આર્ય બહારથી નહોતા આવ્યા, પણ ભારતીય ઉપમહાદ્ધીપમાં રહેતા હતા

DNA study challenges Aryan invasion theory

 • સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષકારના વકીલ પારાશરણે કહ્યું-આર્ય ભારતના મૂળ નિવાસી, રામાયણમાં સીતા શ્રીરામને આર્ય કહીને સંબોધતા હતા, એવામાં તે બહારના કેવી રીતે હોઈ શકે
 • શોધકર્તાઓએ કહ્યું કે, આર્યોના બહારથી આવ્યા અંગેની થિયરી આપવામાં આવી, તેમનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.
   

Divyabhaskar.com

Oct 18, 2019, 11:56 AM IST

ડીબી ઓરિજિનલ ડેસ્કઃ અયોધ્યા મામલામાં 40 દિવસથી ચાલી રહેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત કરી લીધો છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ભારતમાં આર્યોનું અસ્તિત્વ ફરીથી ચર્ચાયું છે. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષકારના વકીલ કે.પારાશરણે કહ્યું કે, એક પછી એક આક્રાંતાઓએ ભારત પર હુમલો કર્યો હતો. આર્ય અહીંના મૂળ નિવાસી હતા, કારણ કે રામાયણમાં પણ સીતા તેમના પતિ શ્રીરામને આર્ય કહીને સંબોધતા હતા. એવામાં આર્ય કેવી રીતે બહારના આક્રમણકારી બની શકે છે?

થોડા દિવસો પહેલા ડેક્કન કોલેજ પૂણેના ઈતિહાસકારોએ માનવ કંકાલ પર કરેલી શોધના પરિણામ જાહેર કર્યા હતા. આ માનવ કંકાલ હરિયાણાના રાખીગઢીમાં ખોદકામમાં મળ્યા હતા. રાખીગઢી સિંધુ સભ્યતાના મુખ્ય સ્થળમાંથી એક છે. શોધના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ એશિયાના લોકોનું લોહી એક જ છે. હડપ્પામાં રહેનારા બાહરથી આવ્યા ન હતા, પરંતુ આ લોકો અહીંના જ વંશજ હતા. તેમણે જ વેદો-ઉપનિષદોની રચના કરી છે. તેમણે જ આર્યના નામે પણ ઓળખવામાં આવતા હતા. આ લોકો થોડા સમય પછી મધ્ય એશિયા તરફ ગયા હતા. તેમનો દાવો છે કે અફઘાનિસ્તાનથી માંડી બંગાળ અને કાશ્મીરથી માંડી આંદમાન સુધીના લોકોના જનીન એક જ વંશના હતા. આ શોધને દેશ-વિદેશના 30 વૈજ્ઞાનિકોની ટીમે અંજામ આપ્યો હતો. જેમાં ડેક્કન કોલેજના પૂર્વ કુલપતિ અને આ પ્રોજેક્ટના પ્રમુખ ડો.વસંત શિંદે અને બીરબલ સાહની પુરાવિજ્ઞાની સંસ્થા, લખનઉના ડો.નીરજ રાય(DNA વૈજ્ઞાનિક) પણ સામેલ હતા.

સુપ્રીમ કોર્ટમાં કહેવાયેલી વાતો અને માનવ કંકાલ પર કરાયેલા સંશોધન બાદ ભાસ્કરે શોધ કરનારા બન્ને વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરીને આર્યોની થિયરી અંગેની માહિતી મેળવી. આ શોધને પ્રતિષ્ઠિત શોધ પત્રિકા સેલમાં પણ પ્રકાશિત કરાયો હતો. જેનું શીષર્ક છે ‘એન એનોસેટ હડપ્પન જીનોમ લેક્સ એનેસેસ્ટ્રી ફ્રોમ સ્ટેપે પેસ્ટોરેલિસ્ટ અને ઈરાની ફાર્મર્સ’

આર્યો અંગે ગેરસમજઃ ડો. વસંત શિંદે
‘ઘણા વિદ્ધાનોનો મત છે કે આર્ય બહારથી ભારતમાં આવ્યા હતા. ઘણા એવું પણ કહે છે કે તે હડપ્પા સભ્યતા બાદ અહીંયા આવ્યા હતા. તો ઘણાઓનું કહેવું છે કે તેમણે અહીં રહેનારાઓ પર હુમલો કર્યો અને અતિક્રમણ કરી દીધું છે ઘણાઓનું માનવું છે તે ઉત્તર ભારતીયો પર હુમલો કરીને આર્યોએ તેમને દક્ષિણમાં મોકલી દીધા હતા. જોકે, આ તમામ અવૈજ્ઞાનિક પ્રમાણ છે. અલગ અલગ વૈજ્ઞાનિક તથ્યો સાથે એવો દાવો કરી રહ્યાં છે કે આર્યો ક્યાય બહારથી નથી આવ્યા તેઓ ભારતીય ઉપમહાદ્વીપમાં જ રહેતા હતા. અહીં તેમણે ધીમે ધીમે પ્રગતિ કરી હતી. જીવનને શ્રેષ્ઠ બનાવીને ધીમે ધીમે અહીં જ વસતા ગયા અને પ્રસરતા ગયા’

 

તમે આ દાવો કયા આધારે કરી રહ્યાં છો?

 
 • ‘ અમારો અભ્યાસ આર્કિયોલોજિકલ ડેટા અને જેનેટિક પર આધારિત છે. આર્કિયોલોજિકલ શોધથી ખબર પડે છે કે શરૂઆત ઈ.સ. પૂર્વ 7000ની આસપાસ થઈ હતી. ત્યાંથી હડપ્પા સભ્યતા સુધી એક વિકાસ મેળવે છે. શરૂઆતમાં ઘણી વસ્તુઓ બની હતી. ધીમે ધીમે જીવન સ્થિરતા તરફ આગળ વધતું ગયું, વિકાસ શરૂ થયો. હડપ્પા સભ્યતાની શરૂઆત ઈસ પૂર્વ સાડા પાંચ હજારની આસપાસ થઈ હતી. એટલે કે અંદાજે દોઢ હજાર વર્ષોમાં ઘણો વિકાસ થયો છે. આર્કિયોલોજિકલ ડેટાને બનાવામાં જે અવશેષ મળ્યા છે, તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ઓજાર, ઘરેણા, અલગ અલગ ક્રાફ્ટ મળ્યા છે. ક્રાફ્ટમાં એક પ્રગતિ મળે છે. હડપ્પા સભ્યતાના સમયે આ લોકોએ ઘણો વિકાસ કર્યો, તેમના કામમાં પરફેક્શન આવ્યું છે’
 • ‘અમારો બીજો અભ્યાસ જેનેટિક ડેટા માટેનો છે. ઈસ પૂર્વ 2500ની આસપાસના કંકાલ છે. રાખીગઢી જે હડપ્પા સભ્યતાના એક મુખ્ય સ્થળોમાંથી એક રહ્યું છે, જ્યાંથી 2015-16માં અમે ખોદકામમાં 40 કંકાલ મળ્યા. જેમાંથી જળવાયુંના કારણે મોટાભાગના કંઈ જ કામના નીકળ્યા ન હતા પરંતુ એક કંકાલ કામનું હતું. આ કોઈ મહિલાનું હતું. હાડપિંજરના જનીનનું પરીક્ષણ કર્યું હતું. જ્યારે આ જનીનની તુલના અન્ય સમકાલીન લોકોના જનીન સાથે કરવામાં આવી તો એકદમ અલગ નીકળ્યા. શોધમાં કોઈ પણ મધ્ય એશિયાના પૂર્વજોના DNAનો મેળ આવ્યો ન હતો. જેનાથી ખબર પડી કે રાખીગઢીના રહેનારા લોકો મધ્ય એશિયાના લોકો સાથે કોઈ સંબંધ નથી જ્યારે અફઘાનિસ્તાથી માંડી બંગાળ અને કાશઅમીરથી માંડી આંદમાન સુધી લોકોના જનીન સાથે મેળવીને ખબર પડી કે આ લોકો અહીંના જ વંશજ છે. તેનાથી સાબિત થાય છે કે આર્ય ભારતના જ હતા, અને આપણે સૌ પણ આર્યોના જ વશંજ છીએ.’
   

આર્યો બહારથી આવ્યા હોવાના મોટા પાયે પ્રમાણ મળે છે?
‘અભ્યાસમાં સામે આવ્યું છે કે, આર્યોએ જીવનમાં સ્થિરતા લાવવા માટે ખેતીની શરૂઆત કરી હતી. ત્યારબાદ અલગ અલગ દેશોમાંથી તેમના વેપારી સંબંધો બનવાના શરૂ થઈ ગયા હતા. તે અન્ય દેશોમાં વેપાર કરવા માટે જવા લાગ્યા અને અન્ય દેશોના લોકો ભારતીય ઉપખંડમાં વેપાર માટે આવવા લાગ્યા હતા. ઈરાન, મધ્ય એશિયા સાથે તેમના વેપારી સંબંધો હતો. આર્યોનો વિદેશીઓ સાથે મેળાપ તો થયો પણ વંશ ન બદલાયો. લોકો એકબીજા સાથે ભળવા લાગ્યા. થોડા જનીન પણ આવ્યા પણ વંશ ન બદલાયો. એવા કોઈ પુરાવા નથી મળ્યા જેનાથી આર્યો મોટા પાયે બહારથી આવ્યા હોવાનું સાબિત થાય’

 

શા માટે હડપ્પા સભ્યતા ખતમ થઈ?
‘હડપ્પા સભ્યતા ખતમ હોવાના કારણે ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે. 2,000 ઈસ પૂર્વેની આસપાસ પર્યાવરણ શુષ્ક થવા લાગ્યું હતું. જેનાથી ફક્ત હડપ્પા જ નહીં પણ મિસ્ત્ર, મેસોપોટામિયાની તત્કાલીન સભ્યતાઓનું પણ પતન થયું, ત્યાં વહેતી સરસ્વતી નદી પણ સુકાવા લાગી હતી. આ જ કારણે દુષ્કાળની સમસ્યા સર્જાઈ હતી અને લોકોને ત્યાંથી બહાર નીકળવાનું શરૂ થઈ ગયું હતું. આપણે મોડર્ન પોપ્યુલેશનને DNA ગણાવીએ છીએ કે બધાના DNA હડપ્પન જનીન સાથે મળી જાય છે. પ્રગતિ રૂપે તેઓ શિકાર કરવાની જગ્યાએ ખેતી કરવા લાગ્યા. તેઓ સિંધુ અને સરસ્વતી નદીની આસપાસ વસતા હતા. ’

 

અભ્યાસમાં કોણ કોણ સામેલ હતું?
ડો.શિંદેના જણાવ્યા પ્રમાણે, અમે અમારો અભ્યાસ 2008-2009માં શરૂ કર્યો હતો. ભારત સહિત આ સ્ટડીમાં 16 દેશોના વૈજ્ઞાનિકોને સામેલ કરવામાં આવ્યા હતા. પહેલા અમે ફરમાનામાં અભ્યાસ કર્યો, ત્યાં સફળ ન થયા તો રાખીગઢીમાં અભ્યાસ શરૂ કર્યો. ખોદકામમાં 40 કંકાલ મળી આવ્યા હતા. આમાંથી એક પર અભ્યાસ કરવામાં આવ્યો. અમે શરૂઆતમાં સેમ્પલ્સની તપાસ હૈદરાબાદ ખાતે આવેલી એક લેબોરેટરીમાં કરાવી. ત્યારબાદ અભ્યાસને વધુ માન્યતા આપવા માટે હાવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને પણ તેમા સામેલ કરવામાં આવ્યા હતા. ત્યાંની લેબોરેટરીમાં પણ DNAનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. બન્ને સ્થળોએ એક જ રિઝલ્ટ આવ્યું હતું.

આપણા લોકોમાં આજે પણ હડપ્પાવાસીઓના જનીનઃડો.રાય

 • DNA સાઈન્ટિસ્ટ ડો. નીરજ રાયે ભાસ્કર સાથે ચર્ચા કરતા કહ્યું કે, અમે હડપ્પાના એક પ્રાચીન જનીનસમૂહનો મેચ સેન્ટ્રલ એશિયા, મિડિલ ઈસ્ટ, ઈસ્ટર્ન યુરોપ,વેસ્ટર્ન યુરોપ જેવા લોકો સાથે કરાવ્યો પણ મેચ ન થયું. સાથે જ દેશના અલગ અલગ ભાગમાંથી અંદાજે 2500 લોકોના બ્લડ સેમ્પલ લઈને તેમના DNA અને રાખીગઢીમાં મળેલા માનવ કંકાલના DNAને મેચ કર્યા તો ખબર પડી કે આજે પણ તેમનું અને આપણું DNA મેચ થઈ રહ્યું છે. ડો.રાયના જણાવ્યા પ્રમાણે, આનાથી એવું સાબિત થાય છે કે હડપ્પાવાસીઓ ક્યાંય બહારથી નહોતા આવ્યા પણ આપડા જ દેશના મૂળનિવાસી હતા.
 • ‘તેમણે જ ખેતીની શોધ કરી હતી. તેમના સમય વેદ પણ લખાયા હતા. હવે જો કોઈ આર્ય શબ્દનો ઉપયોગ કરે છે તો આપણે કહી શકીએ કે હા આર્ય હતા. ડો. રાયના જણાવ્યા પ્રમાણે, અમે એવું માનીએ છીએ કે DNAની ડાયવર્સિટી જ્યાં વધારે હોય ત્યાં ઓછા લોકો ડાયવર્સિટી તરફ જાય છે. શોધમાં રાખીગીઢીમાં રહેનારા લોકોના DNAમાં ડાયવર્સિટી વધારે મળે છે. આનાથી ખબર પડે છે કે અહીંના લોકો અહીંયા આવીને વસ્યા હતા.’
   

મોટી સંખ્યામાં આબાદીનું પલાયન થયું-ટોની જોસેફ

 • ‘અર્લી ઈન્ડિયન્સઃ ધ સ્ટોરી ઓફ આઉર એન્સેસ્ટર્જ એન્ડ વેરી વી કેમ ફ્રોમ’ના લેખક ટોની જોસેફે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, નિષ્કર્ષ ફક્ત એ જ જણાવે છે કે હડપ્પાના રહેવાસીઓના પ્રાચીન DNAમાં આર્ય વંશનો કોઈ સંકેત નથી. આનાથી ખબર પડે છે કે આર્ય હડપ્પા સભ્યતાના સમયમાં નહોતા. તેઓ આ પછી ભારતમાં આવ્યા હતા. શું અંગ્રેજો દ્વારા ભારતીયોને નીચા બતાવવા માટે આર્ય સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? આ સવાલ અંગે તેમણે જણાવ્યું, બિલકુલ નહી. પરંતુ મામલો આના વિરુદ્ધમાં છે. આર્ય પ્રવાસ થિયરી પ્રમાણે, આર્ય હડપ્પા સભ્યતાના અંતમાં પહોંચ્યા.બીજા શબ્દોમાં કહીએ તો ભારતના ક્ષેત્રફળ અને જનસંખ્યાને ધ્યાનમાં રાખતા બન્ને રીતે સૌથી મોટી સભ્યતા હતું.અંગ્રેજોએ આર્ય પ્રવાસની થિયરી ભારતને વિકૃત કરવા માટે આપવામાં આવી હતી, જે ખોટું છે.
 • તેમના કહ્યાં પ્રમાણે, નવા જનીન પ્રમાણે, યુરોપ અને દક્ષિણ એશિયામાંથી મોટી પાયે પલાયન થયું હતું. જેને તેમની જનસંખ્યાને પ્રભાવિત કરી હતી. તેઓ કહે છેકે આજે દુનિયાની સૌથી મોટી આબાદી જેવી કે, યુરોપ, અમેરિકી, પૂર્વ એશિયા, પશ્વિમ એશિયા તમામ પ્રાગૌતિહાસિક સમયમાં મોટા પાયે થયેલા સ્થળાંતરનું પરિણામ છે. જેમાંથી ઘણા આશ્વર્યજનક, ચોંકવાનાર અથવા અનોખા નથી. ભારતીય આબાદી પણ પ્રાગૌતિહાસિક કાળમાં થયેલા પલાયનનું જ પરિણામ છે. વાસ્તવમાં આવું નથી તો આ આશ્વર્યની વાત છે.
   
X
DNA study challenges Aryan invasion theory
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી