• Home
  • Db Original
  • Exclusive! MP Sand Mining News Update: Chambal Kalisindh, Bhind Illegal Sand Mining, Sand Mafia

રેતી ચોરી / સિંધ-ચંબલમાં સબમરીનથી ખુલ્લેઆમ રેતીનું ખનન, ભિંડના કોતરોમાં રેતી માફીયાઓનું રાજ

Exclusive! MP Sand Mining News Update: Chambal Kalisindh, Bhind Illegal Sand Mining, Sand Mafia

  • ભિંડ, મુરૈના અને દતિયામાં દર મહિને 500 કરોડની રેતીના ખનન-પરિવહન થઈ રહ્યું છે 
  • માફીયા કોઈ પણ પ્રકારના ડર વિના DFOના બંગલાની પાછળ ગેરકાયદે રેતીનો ડમ્પ કરી રહ્યા છે 

Divyabhaskar.com

Sep 23, 2019, 03:10 PM IST

પ્રમોદ કુમાર ત્રિવેદીઃ હવે ગ્વાલિયર-ચંબલ કોતરો અને ડાકુઓ માટે નથી ઓળખાતો. સામાજિક પરિવર્તનના કારણે અહીં ગુના પણ ઓછા થયા છે, પરંતુ હવે અહીં એક નવો ગુનો જનમ્યો છે. ગેરકાયદે રેતના વેપારનો. અહીં ધોળા દિવસે ગેરકાયદે રેતીનું ખનન અને પરિવહન થઈ રહ્યું છે. ખુલ્લેઆમ ગેરકાયદે રેતીની મંડી લાગે છે. પ્રકૃતિને નુકસાન પહોંચાડીને કરોડોની હેરાફેરી કરનારો આ વેપાર બંદૂકની અણી કરતા વધારે નેતાઓ અને પોલીસની પાર્ટનરશીપ દ્વારા થઈ રહ્યો છે. આ વિસ્તારના મોટાભાગના નેતા અને તેમના સમર્થકો રેતીના કારોબાર સાથે જોડાયેલા છે.

સંભાગીય મુખ્યાલય ગ્વાલિયર હોય કે પછી દતિયા-ભિંડ રોજ ગેરકાયદે રેતીની મંડી લાગે છે. દિવસમાં પણ રેતીથી ભરેલા ડમ્પર અને ટેક્ટર-ટ્રોલી રસ્તા પર જોઈ શકાય છે, જે રાત પડતા પડતા તો કરોડોની સંખ્યામાં પહોંચી જાય છે. ગેરકાયદે રેતીનું ખનન અને પરિવહનની કમાણીનું લાલચ એવું છે કે સિંધ અને ચંબલ નદીના કિનારે વસેલા અંદાજે 350 ગામના 10 હજારથી વધું પરિવારો ગેરકાયદે રેતીના વેપારને આજીવકાનું સાધન બનાવી લીધું છે.

સરકારની વાત કરવામાં આવે તો તેમના મંત્રી ખુલ્લેઆમ પોલીસ પર ગેરકાયદે પરિવહનનો આરોપ લગાવી રહ્યા છે તો કોંગ્રેસના જ ધારાસભ્ય એક મંત્રીના ગેરકાયદે ખનનમાં સામેલ હોવાનો દાવો કરી રહ્યા છે. કોંગ્રેસના કદાવર મંત્રી ગોવિંદ સિંહે ખુલ્લેઆમ ચંબલ આઈજી પર ગેરકાયદે ખનન-પરિવહનનો આરોપ લગાવ્યો તો ગોહદ ધારાસભ્ય રણવીર જાટવને ગોવિંદ સિંહ પર રેત માફીયાઓ સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. ગેરકાયદે રેતીના વેપાર પર સત્તાધારી નેતાઓના નિવેદનો સામે આવ્યા તો ભાસ્કરે ચંબલમાં પગ પેસારો કરી ચુકેલા ગેરકાયદે રેતીનો વોપાર અને નેતા-પોલીસ વચ્ચે બનતી ખીચડી અંગેની તપાસ કરી.

ભાસ્કર તપાસઃ ભયમાં તંત્ર, રેતી માફીયા ખુલ્લેઆમ ફરી રહ્યા છે

અમે જોયું કે, મુરૈનામાં ગેરકાયદે રેતી માફીયા નહીં, પણ પોલીસ અને તંત્ર ભયમાં છે. મુરૈનામાં શહેરની વચોવચ રેતીની મંડી લાગે છે અને ઉત્તર પ્રદેશ-રાજસ્થાન માટે રેતીના ડમ્પર અને ટેક્ટર-ટ્રોલી જાય છે. ભિંડમાં સિંધના કાંઠે અંદાજે હજાર કરોડની રેતી ડમ્પ છે. ગ્વાલિયરમાં મોડી રાતમાં રેતીનું ડમ્પર અને ટેક્ટર-ટ્રોલી ખુલ્લેઆમ જાય છે. દતિયાના ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેતીની મંડી લાગે છે.

ભિંડમાં માફીયાઓ પાસે કરોડોની ગેરકાયદે રેતી

ભિંડ જિલ્લામાં સિંધ નદી પાસે આવેલું એક પણ ગામ એવું નથી જ્યાં ગેરકાયદે રેતીના ડમ્પ ન હોય. મુરૈના પછી ભિંડ ગયા તો અહીં રેતીના ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલી રસ્તાઓ પર ગેરકાયદે પરિવહન કરતા જોવા મળે છે. અમે રેતી માફીઓ પાસે ગયા અને કહ્યું કે અમારે ઘાટ જોવા છે. અમારે હરાજીનો ઠેકો લેવો છે. ગામના રસ્તા પણ જોવા છે. અમે રેતી માફીયાઓને પાર્ટનરશીપની ઓફર પણ આપી. તેમણે જણાવ્યું કે, નવી નવી રેતી નીતિમાં મોટા ઠેકા હશે તો તમણે પણ સાથે રાખીને કામ કરીશું. રેતીના ઠેકાદાર અમને જગ્યા બતાવવા માટે તૈયાર થઈ ગયા. અમે ભિંડ શહેરથી 12 કિલોમીટર આગળ ગયા અને અંદાજે 300 ડમ્પરની રેતનું ડમ્પ દેખાયું. માફીયાએ જણાવ્યું કે, આ ગેરકાયદે ડમ્પ છે. તેને ભેગુ કરીએ છીએ અને વાહનો દ્વારા તેની સપ્લાઈ કરીએ છીએ. થોડા આગળ ગયા તો એક ડમ્પર જોવા મળ્યું જેમાંથી પાણી ટપકી રહ્યું હતું. માફીયાએ જણાવ્યું કે, આ રેતી સબમરીન દ્વારા નદીમાંથી કાઢી સીધા ડમ્પરમાં ભરવામાં આવી છે. એટલે તેમાંથી પાણી ટપકી રહ્યું છે.

રસ્તા પર રેતીના ઢગલા

બરોહી પોલીસ સ્ટેશનના 500 મીટર પહેલા અને પછી પણ રસ્તાઓ પર મોટા મોટા ઢગ હતા. આગળ જવા પર ભરોલી, કલાં, ભારોલી ખુર્દ, ગોરમી, ગોરમ, અડોખરા, અમાયન, અજીતા, રાજવરેઠી ગામ આવ્યા. આ તમામ ગામમાં મોટી સંખ્યામાં ડમ્પર રેત માફીયા ખુલ્લેઆમ સબમરીન લગાવીને રેતનું ગેરકાયદે ખનન કરી રહ્યાં હતા. અમારી ગાડીમાં બેસેલા માફીયા અમે તંત્ર , પોલીસ અને નેતાઓની મિલીભગની કહાની સંભળાવે છે. રેતીના ગેરકાયદે અંબારને જોતા હમઈંદ્રખી, નિવાસાઈ, ખૈરા, પરાંચ, શ્યામપુર, ઢોંચરા પહોંચ્યા હતા. આ ગામ ભિંડ વિધાનસભામાં આવે છે. ત્યારબાદ અજનાર, મઢોરી, છોટી મટયાવલી, બડી મટયાવલી, અને પરાંચ ગામ ખાતે પહોંચ્યા. આ ગામોમાં પણ રેતના ઢગલા અને તેના ચોકીદારો જોવા મળ્યા. અમારી ગાડીમાં રેતી માફીયાઓને જોઈને ગામના લોકોએ અમને પણ તેમના સાથી સમજ્યાં. રેતી માફીયાએ જણાવ્યું કે, જો અમે સાથે નહીં હોઈએ તો તે લોકો અજાણ્યા વ્યક્તિને જોતાની સાથે તેની પર હુમલો કરી દે છે. પોલીસ-તંત્રના લોકોને પણ નથી બક્ષતા.

ગ્વાલિયરઃ શહેરમાં આખી રાત ડમ્પર દોડે છે

ગ્વાલિયરમાં ગેરકાયદે રેતીના પરિવહનને ધ્યાનમાં રાખતા અમે 12 વાગ્યા પછી શહેરમાંથી બહાર આવ્યા. શિવપુરી લિંક રોડ પર પહોંચી જોયું તો રેતીથી ભરેલું ડમ્પર જઈ રહ્યું હતું. પોલીસે એક જગ્યાએ બેરિયર પણ લગાડી રાખ્યા હતા, પરંતુ આ ડમ્પરને કોઈએ રોક્યું ન હતું. અમે ગ્વાલિયર શહેરના રસ્તા પર જેમ જેમ આગળ વધતા ગયા, રેતીથી ભરેલા ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલી જોવા મળ્યા. પોલીસવાળા તેવા વાહનોને રોકી રહ્યા હતા, જે ટોલ બેરિયર બચાવવા માટે ગ્વાલિયર શહેરમાંથી જઈ રહ્યાં હતા, પરંતુ તેમને રેતી ભરેલા ડમ્પરોથી કોઈ મતલબ ન હતો. સવારે 6 વાગ્યાથી વિક્કી ફેક્ટરી અને રાઉલીમાં ટેક્ટર-ટ્રોલી અને ડમ્પર પર આવીને ઊભા રહી ગયા. આ લોકો બે પ્રકારે રેતીની ડીલ કરી રહ્યા છે. પહેલું- સ્વયં ઘર સુધી રેતી પહોંચાડવાની જવાબદારી લઈ રહ્યાં હતા. જેમાં પ્રત્યેક ટ્રોલી રેતી 200 રૂપિયા મોંઘી મળે છે. બીજું- ડીલ થયા પછી ખરીદદારીની જવાબદારી રહે છે કે તે ઘર સુધી કેવી રીતે વાહન પહોંચાડી શકે છે.

ઉત્તરપ્રદેશમાં સિંધની રેતીની સૌથી વધારે માંગ

ઉત્તરપ્રદેશના શહેરોમાં ચંબલની રેતીને નિમ્ન દરજ્જાની ગણવામાં આવે છે. જ્યારે સિંધ નદીની રેતીને સૌથી વધારે માંગ હોય છે. રેતી માફીયાના જણાવ્યા પ્રમાણે, અમે સિંધ અને ચંબલની રેતીને ભેળવીને સિંધની નદીની રેતીના નામે વેંચીએ છીએ. ઈટાવા, લખનઉ, આગરા, મથુરા સુધી અંદાજે 2000 વાહનોથી રોજ રેતી પહોંચાડવામાં આવે છે. ઉત્તરપ્રદેશમાં પહોંચીને રેતીના ભાવ બમણા થઈ જાય છે. રેતીનો જે હાઈવા મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 35 હજારનો મળે છે, ઉત્તરપ્રદેશના શહેરોમાં તેની કિંમત 50 હજાર રૂપિયા થઈ જાય છે. લખનઉમાં એક હાઈવાની કિંમત 75 હજારથી માંડી 1 લાખ 40 રૂપિયા સુધીની હોય છે. જ્યારે હોશંગાબાદ-જબલપુરમાં એક હાઈવા 25 હજાર રૂપિયામાં મળે છે.

ઈટાવા-લખનઉ સુધી જાય છે ડમ્પર

ભિંડથી રોન, ઉમરી, દમો પોલીસ સ્ટેશન થઈને સીધા ગેરકાયદે રેતીનું ડમ્પર ઈટાવા, લખનઉ પહોંચી જાય છે. સાથે જ મુરૈનાથી સરાયછોલા પોલીસ સ્ટેશનના રસ્તે આગરા, મથુરા સુધી રેતી સરળતાથી પહોંચી જાય છે. દતિયામાં બઢોની, દીયાર, થરેટ, અતરેંટા પોલીસ સ્ટેશન વિસ્તારથી રેતી ગ્વાલિયર ઉપરાંત ઝાંસી, લલિતપુર સુધી જાય છે.

રેતી માફીયાએ કહ્યું કે, રેતીથી કમાણી એટલે બીજા ગુના કરવાનું બંધ કરી દીધું

અમે રેતી માફીયાઓને મળવા ગયા તો તેમના પોત પોતાના વિચારો હતા. તેમનું કહેવું હતું કે, અમે કમાવા લાગ્યા છીએ. તેથી ગુનો કરવાનું છોડી દીધું છે, નહીં પહેલા રોજ ગોળીઓની ગુંજ સાંભળવા મળતી હતી. જ્યારે તેમને પુછ્યું કે આ ગેરકાયદે ધંધો કર્યા વગર અભ્યાસ કરીને અથવા મહેનત-મજૂરી કરીને ન ચલાવી શકો તો જવાબ મળ્યો કે-આ બધામાં એટલા પૈસા નથી મળતા જેટલા આ ગેરકાયદે ધંધામાં મળે છે. અને પછી બધામાં એવું મગજ પણ નથી હોતું કે સારું ભણી શકે. ભિંડના સ્થાનિક ધારાસભ્ય સંજીવ કુશવાહના કહ્યાં પ્રમાણે, અહીં વિકાસ જ નથી થયો. માલનપુર ભિંડમાં આવે છે, પરંતુ તેનો લાભ ગ્વાલિયરને મળે છે. જ્યારે રોજગાર જ નહીં હોય તો લોકો ખોટા રસ્તે જ જશે.

માફીયાઓએ ઘાટ વહેંચી લીધા, સબમરીન અને જેસીબીથી રેતી કાઢે છે

દતિયા જિલ્લામાં ડબરાથી માંડી ગ્વાલિયર સુધી સિંધ નદીમાં સબમરીન અને જેસીબીથી રેતી કાઢવામાં આવે છે. રેતી માફીયાઓએ બેઠક કરીને નદીના ઘાટ વહેંચી લીધા છે. આનાથી એકબીજા વચ્ચે ઝઘડા નથી થતા અને પોલીસ તંત્ર સાથે પણ ડીલ થઈ જાય છે. સરકારની વાત કરવામાં આવે તો કદ્દાવર મંત્રી ગોવિંદ સિંહે ચંબલ આઈજી પર ગેરકાયેદ રેતી પરિવહનનો આરોપ લગાવ્યો હતો. ત્રીજા જ દિવસે ગેરકાયદે પરિવહનને અટકાવવાનું નિવેદન આપ્યું હતું. ચંબલમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી રસાલ સિંહ તો ખુલ્લેઆમ કેબિનેટ મંત્રી ગોવિંદ સિંહ પર ગેરકાયદે રેતી પરિવહનનો આરોપ લગાવે છે. સરકારને સમર્થન આપી રહેલા બસપા પાર્ટીના ભિંડના ધારાસભ્ય સંજીવ સિંહ કુશવાહના જણાવ્યા પ્રમાણે, ગેરકાયદે ખનન અને પરિવહન થઈ રહ્યું છે. સરકાર ગેરકાયદે ખનન રોકી દે તો પરિવહન પણ આપમેળે રોકાઈ જશે.

અમે પ્રયાસ કરી રહ્યા છીએ, માઈનિંગમાં સ્ટાફ નથી

ચંબલ રેન્જના આઈજી ડીપી ગુપ્તા સાથે જ્યારે ભાસ્કરે સવાલ કર્યા તો તેમણે કહ્યું કે, અમે પુરો પ્રયાસ કરી રહ્યા છે કે રેતી માફીયાઓ પર લગામ લગાવી શકાય, અમે 22 પોઈન્ટ પર સીસીટીવી કેમરા લગાવવાનો પ્રસ્તાવ પણ મોકલ્યો છે. નવી રેતી નીતિમાં ટ્રકોમાં જીપીએસ લગાવવાના નિયમ આવી રહ્યા છે, પરંતુ જીપીએસના રિયલ ટાઈમ રિપોર્ટનો ઈસ્યૂ તો રહેશે જ. ખનીજ વિભાગ પાસે સ્ટાફ નથી પરંતુ સીમિત સંસાધનોમાં જે સારુ થઈ શકે છે, તે અમે કરી રહ્યા છીએ.

ભાજપ નેતાઓએ કહ્યું - લહારમાં જ 400 ડમ્પર રેતીનો વેપાર

ભિંડમાં ભાજપ નેતા અને પૂર્વ મંત્રી રસાલ સિંહે કહ્યું કે, સરકાર જો રોકશે તો કોઈની ગેરકાયદે ખનનની કરવાની હિંમત નહીં કરે. તેમના કહ્યાં પ્રમાણે આ ગેરકાયદે ખનન જે ભાજપના રાજ્યમાં પણ ગોવિંદ સિંહના લોકો કરી રહ્યા હતા અને હજુ પણ કરી રહ્યા છે. આ લોકોની બદનામી થઈ રહી હતી, જેનાથી બચવા માટે પોલીસ પર આરોપ લગાવ્યો. ભિંડમાં દરરોજ 1000 ટ્રકનો વેપાર છે. ફક્ત લહાર વિધાનસભા વિસ્તારમાં જ દરરોજ 400 ડમ્પરનો ગેરકાયદે વેપાર થાય છે.

બસપા ધારાસભ્યે કહ્યું- ગેરકાયદે ખનન પહેલા પણ થઈ રહ્યું હતું અને હજુ પણ થઈ રહ્યું છે

ભિંડથી બસપા ધારાસભ્ય સંજીવ કુશવાહ કહે છે, કે ગેરકાયદે ખનન તો પહેલા પણ થઈ રહ્યું હતું અને હજુ પણ થઈ રહ્યું છે. સરકારે એવી નીતિ બનાવવી જોઈએ, જેનાથી દરેકને રોજગાર મળે. સરકારની રેતી નીતિ પણ ખોટી છે. નાના નાના ઠેકા આપીને ગેરકાયદે ખનન પર લગામ લગાવવી જોઈએ. જ્યારે ખનન જ નહીં થાય તો પરિવહનનો સવાલ જ નથી ઉઠતો.

X
Exclusive! MP Sand Mining News Update: Chambal Kalisindh, Bhind Illegal Sand Mining, Sand Mafia
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી