• Home
  • Db Original
  • Delhi GB Road Red Light Area Voters Bhaskar Ground; Arvind Kejriwal Government Over Delhi Vidhan Sabha Election 2020

ગ્રાઉન્ડ રિપોર્ટ / જીબી રોડની મહિલાઓ રાજકીય ગતિવિધિથી અપચિરિત; કહ્યું- સરકારથી કોઈ જ ફરિયાદ નહીં, અમે અમારા જીવનમાં ખુશ, બસ અમારો ધંધો ચાલતો રહે

Delhi GB Road Red Light Area Voters Bhaskar Ground; Arvind Kejriwal Government Over Delhi Vidhan Sabha Election 2020

  • દિલ્હીની જીબી રોડ રેડ લાઈટ એરિયા, અહીં આશરે 700 મહિલા દેહ વ્યાપારમાં સામેલ છે
  • અહીં દિલ્હીની નહીં પણ પશ્ચિમ બંગાળ અને નેપાળથી આવેલી સેક્સ વર્કર્સ સૌથી વધારે

Divyabhaskar.com

Feb 08, 2020, 10:15 AM IST

નવી દિલ્હીઃ ગારસ્ટિન બાસ્ટિન રોડ. એવું બની શકે છે કે દિલ્હીમાં લાંબા સમયથી રહેતા ઘણાબધા લોકો આ નામથી વિશેષ પરિચિત ન પણ હોય. પણ, જેવું જીબી રોડ કહેવામાં આવશે તો તેઓ સ્પષ્ટપણે સમજી શકે છે કે કયાં વિસ્તારની વાત કરવામાં આવી રહી છે. અજમેરી ગેટથી લાહોરી ગેટ વચ્ચે આવેલા બેથી અઢી કિમી લાંબા આ માર્ગનું નામ વર્ષ 1965માં બદલીને શ્રદ્ધાનંદ માર્ગ કરવામાં આવ્યું હતું. આ માર્ગનું ફક્ત નામ જ બદલાયું, ઓળખ ન બદલાઈ. અલબત કંઈક હસ્તક નામ પણ નથી બદલાયુ તેવું કહી શકાય. તે દિલ્હીનો રેડ લાઈડ એરિયા છે. અહીં નાની-મોટી અને જર્જરીત અવસ્થામાં અનેક ઈમારતો આવેલી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 90 ટકા દુકાનો ઓટો પાર્ટ્સની છે. બરોબર તેની ઉપર કેટલાક કોઠા એટલે કે ખૂબ જ નાના ફ્લેટ્સ પણ છે.અહીં અનેક દાયકાથી દેહ વ્યાપાર થાય છે. દિલ્હીમાં ચૂંટણી છે અને આ વિસ્તાર મટીયા મહેલ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. અમે આ વિસ્તારની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે સેક્સ વર્કર્સની દ્રષ્ટિએ રાજકારણ અને સરકાર વિશે શું જાણે છે. આ ઉપરાંત સરકાર પાસેથી તેઓ શું આશા રાખે છે....... શું સરકારોએ તેમના કલ્યાણ માટે કોઈ પગલાં ભર્યા છે? આવા અનેક પ્રશ્નોના જવાબ આપતો આ અહેવાલ પ્રસ્તુત છે.....

કોઠી નંબરઃ64
જીબી રોડ પર અમે રિક્ષામાંથી ઉતર્યા તો તે જ ક્ષણે એક શખ્સ અમારી પાસે આવે છે. બિંદાસ અંદાજ સાથે પૂછે છે- શું ઉપર જાઉં છે? સ્વભાવિક બાબત છે કે આ તેમનું રોજીંદુ કામકાજ છે. અમે તેને કહ્યું કે અમે પત્રકાર છીએ. દિલ્હી ચૂંટણી અને અહીંની સ્થિતિ અંગે એક અહેવાલ તૈયાર કરવા માટે આવ્યા છીએ. તેણે ઉત્સાહીન જવાબ આપ્યો- કોઠી નંબર 64માં જાઓ, ત્યાં તમામ માહિતી મળી જશે. થોડી સીડી ચડીને અમે ત્યાં પહોંચ્યા. એક મહિલા સામે આવે છે, તેને અમે અમારો ઉદ્દેશ જણાવી છીએ.અહીં વિડિયો બનાવવાની કોઈ પણ સંજોગોમાં મંજૂરી નથી, ચહેરો છૂપાવીને પણ નહીં. કારણ શું છે? આ અંગે મહિલા કહે છે કે અવાજથી જ ગામવાળા ઓળખી લે છે. અમે પૂછ્યું- છેલ્લા 5 વર્ષમાં તમારા જીવનમાં કેટલુ પરિવર્તન આવ્યું. મહિલાએ કહ્યું, અમારું જીવન જેવું છે જે અગાઉ હતું. સરકારે અમારા માટે કંઈ જ કર્યું નથી, અમે પણ સરકાર પાસેથી કંઈ જ ઈચ્છતા નથી. ધંધો જેવો ચાલે છે, બસ તેવો જ ચાલતો રહે. અહીં વાતચીત દરમિયાન ચોક્કસપણે એ વાતનો અહેસાસ થયો કે મોટાભાગની મહિલાઓ નરેન્દ્ર મોદીના નામથી વાકેફ છે, પણ કેજરીવાલથી નહીં.

અલગ-અલગ રાજ્યોની મહિલાઓ

આ કોઠીની ઉપર પણ એક માળ છે. અહીં એક વૃદ્ધ મહિલા સાથે મુલાકાત થઈ. તેમણે કહ્યું- અમે અલગ-અલગ રાજ્યોમાંથી આવી અહીં વસવાટ કર્યો છે. 22 વર્ષ પસાર થઈ ગયા છે. અમારા બાળકો તેમના ગામોમાં અભ્યાસ કરે છે. કોઈ પણ સરકાર કે રાજકીય પક્ષ સાથે કોઈ જ લેવાદેવા નથી. અમારી સૌની પાસે આધાર કાર્ડ છે. જોકે, મતદાન ઓળખ કાર્ડ કેટલીક મહિલાઓ પાસે જ છે. ત્યાં ઉભેલી એક નાની ઉંમરની છોકરીને અમે પૂછ્યું-દિલ્હીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, શું તમે આ અંગે વાકેફ છો? તો હસીને કહેવા લાગી, અમને કંઈ જ ખબર નથી. તમે અમને આ અંગે પૂછશો નહીં. શું અહીં દિલ્હીની મહિલાઓ પણ હોય છે તેવા પ્રશ્નના જવાબમાં જવાબ મળ્યો, જીબી રોડ પર દિલ્હીની કોઈ જ મહિલા નથી. મોટાભાગે પશ્ચિમ બંગાળ અને નેપાળની મહિલાઓ છે. દિલ્હીની મહિલાઓ પ્રાઈવેટમાં કામ કરે છે. તે અમે નથી કરતા.

કોઠી નંબરઃ65

થોડા મીટરના અંતર પર કોઠી નંબર 65 આવી છે. અહીં પણ ચૂંટણી અને રાજકારણ અંગે કોઈ જ રસ ન દેખાયો. એક મહિલા કેટલીક સમજાવટ બાદ વાત કરવા તૈયાર થઈ. આ મહિલાએ કહ્યું- કોઈ જ સરકારી યોજનાનો ફાયદો મળ્યો નથી. નોટબંધીને લીધે અહીં આવતા ગ્રાહકોની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ. ધંધામાં મંદી આવી ગઈ. મત લેવા તો તમામ પક્ષો આવે છે. કામ કરવા માટે કોઈ નહીં. રાજકીય પક્ષો અમારા કામ ન કરે તો અમને કોઈ જ વાંધો નથી. બસ પોલીસની કનડગત ન જોઈએ. બાકી કો અમારું બધું જ યોગ્ય અને ઠીક ચાલી રહ્યું છે.

કોઠી નંબરઃ63

લગભગ દરેક કોઠી કે કોઠેની સ્થિતિ એક જેવી જ છે. દરેકના હૃદયમાં પોતાના દર્દ અને દુખ સંગ્રહાયેલા છે...પણ તેને જીભ સુધી પહોંચવાનો માર્ગ અંતહીન છે. દરેક કોઠીના નીચે દલાલ હોય છે. તેઓ ગ્રાહકોને ઉપર લાવે છે. કોઠી નંબર 63ની મહિલાઓ વાતચીત કરવા ઈચ્છતી નથી. બસ એટલી માહિતી મળે છે આ તમામ મહિલાઓના સંતાનો બહાર અભ્યાસ કરી રહ્યા છે. રાજકીય મુદ્દા અંગે તેઓ કોઈ જ પ્રકારની વાત કરવા માંગતી નથી.

X
Delhi GB Road Red Light Area Voters Bhaskar Ground; Arvind Kejriwal Government Over Delhi Vidhan Sabha Election 2020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી