• Home
 • Db Original
 • Deepadan was celebrated on 300 Kamudi festival in BC, it reached its present form 2000 years later.

દિવાળી / ઈ.સ પૂર્વે 300 કૌમુદી મહોત્સવ પર દીપદાન થતું, 2000 વર્ષ બાદ તે આજ જેવા સ્વરૂપમાં પહોંચ્યું

Deepadan was celebrated on 300 Kamudi festival in BC, it reached its present form 2000 years later.

 • 2000 વર્ષ અગાઉ શરદ પૂર્ણિમા (દિવાળીના 15 દિવસ અગાઉ) પ્રસંગે દીપદાનનો ઉલ્લેખ મળે છે.
 • ઈ.સ પૂર્વે 100-400 માં કાર્તિક અમાવસ્યાને આ દિવસે-નૃત્ય-ગીત અને જુગારની રમતનો પણ ઉલ્લેખ મળે છે
 • ઈ.સ પૂર્વે.600-800 વચ્ચે લખાયેલ નાગાનંદ નાટક અને નીલમત પુરાણમાં ઉપહાર આપવાની પરંપરાનો ઉલ્લેખ.
 • 11મી સદીમાં અરબી યાત્રી અલબરુનીએ તહકીક-અલ-હિંદમાં દિવાળી પર દાન-પુષ્પનો ઉલ્લેખ કર્યો
 • 15મી સદીમાં લખાયેલ આકાશભૈરવકલ્પ ગ્રંથમાં દક્ષિણ ભારતમાં દિવાળીના દિવસે આતિશબાજીનો ઉલ્લેખ

Divyabhaskar.com

Oct 27, 2019, 04:42 PM IST

નવી દિલ્હી:ભગવાન રામના અયોધ્યા પરત આવ્યા ત્યારથી ભગવાન કૃષ્ણ દ્વારા નરકાસુરનો વધ કરવા તથા ભગવાન વિષ્ણુ દ્વારા દેવી લક્ષ્મીને બલિની કેદમાંથી મુક્ત કરાવવા જેવી અનેક ધાર્મિક માન્યતાઓ દિવાળીની શરૂઆતનું કારણ માનવામાં આવે છે. અનેક સામાજીક માન્યતા પણ છે, જે તેને એક ખેડૂત સમુદાયના તહેવાર સ્વરૂપમાં સ્થાપિત કરે છે. આ તમામ માન્યતાઓ વચ્ચે ભારતીય ઉપમહાદ્વીપમાં આ ઉત્સવને મનાવવામાં આવતો હોવાનો ઉલ્લેખ છેલ્લા 2500 વર્ષની અનેક રચનાઓમાં આવ્યો છે. અલગ-અલગ ગ્રંથો, પુરાણો, ઉપન્યાસો, વિદેશી યાત્રિયોની યાત્રાની સંક્ષિપ્ત તથા ધાર્મિક સ્કોલરોની રચનાઓમાં દિવાળી ઉત્સવનો ઉલ્લેખ છે ભાસ્કર APP એ પૂનાના સંગ્રહકાર સંશોધન સંસ્થાના અધ્યક્ષ રહેલા ડો.પીકે ગોડે તેમના પુસ્તક સ્ટડીઝ ઈન ઇન્ડિયા કલ્ચર સ્ટડીઝ, કલાનાથ શાસ્ત્રીના પુસ્તક ભારતીય સંસ્કૃતિઃઆધાર અને પરિવેશ અને એસી મુખર્જીના પુસ્તક હિન્દુ ફાસ્ટ એન્ડ ફિસ્ટમાં ઈ.સ પૂર્વે 1500 અગાઉની રચનાઓને ટાંકી આપવામાં આવેલ સંદર્ભોને આધારે પ્રાચીન કાળમાં આ ઉત્સવને મનાવવામાં આવતી પદ્ધતિને ઓળખવામા આવે છે.

દિવાળીનું આજે જે સ્વરૂપ છે, તે છેલ્લા 2 થી 3 હજાર વર્ષની પરંપરા 500 વર્ષ અગાઉ એક સાથે સમન્વય થયો હતો. ઈ.પૂમાં જ્યાં આ ઉત્સવ પર દિપ પ્રાગટ્ય કરવાની પરંપરાનો ઉલ્લેખ મળે છે, તો ઈ.સ પૂર્વે 500 સુધી તેમાં નૃત્ય-ગીત સહિતની અનેક સામાજીક પ્રવૃત્તિઓ જોડાયેલ હતી. ઘરોની સજાવટ, મિત્રો-સંબંધિઓને ઉપહાર-ભેંટ આપવા, નવા કપડાં પહેરવા જેવી પરંપરાનો પણ ઈ.સ પૂર્વે.1000 સુધી ઉત્સવમાં સમાવેશ થયો હતો. ઈ.સ પૂર્વે 1000 બાદ આ ઉત્સવમાં લક્ષ્મી પૂજા અને 14મી સદીમાં ફટાકડા ફોડવાનો ઉલ્લેખ પ્રાચીન રચનામાં મળે છે.

ઈ.સ પૂર્વે 1000 થી 600 :ઉચા વાંસ પર દિવા પ્રગટાવવામાં આવતા હતા.

દિપ પ્રગટાવવાનો સૌથી પહેલો ઉલ્લેક ઉત્તર વૈદિક કાળ (ઈ.સ પૂર્વે.1000-600) માં મળે છે. શરદકાળ (વર્તમાનમાં દિવાળીનો સમય)માં કોઈ ઉંચા વાંસ પર દિવો પ્રગટાવવામાં આવતો હતો. શાસ્ત્રોમાં આ બાબત ઘણી જૂની છે. તેમના મતે શ્રાદ્ધ પક્ષ બાદ પૂર્વજ તેમના લોક તરફ પરત જતા ત્યારે તેમને માર્ગ દેખાડવા માટે ઉંચ્ચાઈ પર દિપ પ્રગટાવવામાં આવતો હતો. તેને આકાસદીપ કહેવામાં આવતો હતો.

ઈ.સ પૂર્વે. 400 થી 200 કૌમુદી મહોત્સવમાં દીપદાનનો પણ ઉલ્લેખ છે

ચાણક્ય અને ચંદ્રગુપ્તના સમય પાટલીપુત્રમાં કૌમુદી મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હતી. વિદ્રાનોના મતે આ ઉત્સવ શરદ પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવતો હતો. જે કાર્તિક અમાવસ્યા (દિપાવલી) થી 15 દિવસ અગાઉ આયોજીત થતો હતો. આ મહોત્સવમાં જળાશયોમાં તથા નાવોમાં દિપ પ્રગટાવવામાં આવતા હતા. આશરે 2000 વર્ષ અગાઉ લખાયેલ સપ્તશતીમાં પણ મહિલાઓ દ્વારા વિવિધ સ્થાનો પર દિપ પ્રાગટ્ય કરી ઉત્સવની ઉજવણી કરતી હોવાનું પણ વર્ણન છે.

ઈ.સ.100 થી 500: કાર્તિક અમાવસ્યાના દિવસે નૃત્યુ-ગીત અને જુગાર રમવાનો પણ ઉલ્લેખ.

ઈ.સ. 50 થી 400 વચ્ચે કાર્તિક અમાવસ્યના રોજ યક્ષરાત્રીના નામથી એક સામાજિક ઉત્સવ મનાવવાની પરંપરા હતી. તેનો ઉલ્લેખ સૌથી પહેલા વાત્સાયનના કામસૂત્રમાં મળે છે. આ ઉત્સવમાં નૃત્ય-ગીત સાથે કેટલીક સામાજીક પ્રવૃત્તિઓ થતી હતી. સ્કોલર ટીએનરે પણ પોતાના એક રિસર્ચ આર્ટીકલ ધ ઈન્ડોર એન્ડ આઉટડોર ગેમ્સ ઓફ ઈન્ડિયામાં યક્ષરાત્રિ પર્વ અંગે માહિતી આપી છે. તેમના મત આજે જે દિવસ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, બસ તે દિવસ ઈ.પૂ. 500 આસપાસ યક્ષરાત્રિ મનાવવામાં આવતી હતી. તેમા સામાજીક પ્રવૃત્તિઓ સાથે લોકો જુગાર પણ રમતા હતા.

ઈ.સ 600- 1000: ઘરોની સજાવટ અને કપડાની ભેંટ કરવાની પરંપરાનો ઉલ્લેખ

 • ઈ.સ 606 થી 648 વચ્ચે લખાયેલ નાગાનંદ નાટકમાં દિપ પ્રતિપદોત્સવનો ઉલ્લેખ છે. આ ઉત્સવમાં નવવિવાહિતોને તેમની પહેલી દિવાળી પર કપડાં ભેંટમાં આપવાનો રિવાજ હતો. આ નાટક કન્નોજના રાજા હર્ષવર્ધને લખ્યું હતું.
 • ઈ.સ 500 થી 800 વચ્ચે લખાયેલ નીલમત પુરાણમાં યક્ષરાત્રિની માફક સુખસુપ્તિકાનો ઉલ્લેખ છે. આ દિવસે દરેક જગ્યા પર દિવડા કરવામાં આવે છે, પરિવાર અને સંબંધિઓ સાથે ભોજન કરવા, ગીત ગાવા અને જુગાર રમવા, નવા કપડા પહેરવા તથા ઘરેણા પહેરવા, મિત્રો, સંબંધિઓને કપડાંની ભેટ સ્વરૂપે આપવાની પરંપરા હતી. આ સમયગાળામાં લખાયેલ આદિત્ય પુરાણમાં પણ સુકસુપ્તિકાનો ઉલ્લેખ છે.
 • ઈ.સ 959 આસપાસ માલકેડના રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ-તૃતીયના સમયમાં સોમદેવસૂરી દ્વારા લખાયેલ યશસ્વિલક ચંપૂમાં દિપોત્સવ અગાઉ ઘરોમાં લિપણ-સફાઈ અને સજાવટનો ઉલ્લેખ છે. ઘરોની ઉંચાઈવાળી જગ્યા પર પ્રકાશ કરવા સાથે આ સમયમાં ગીત-નૃત્ય અને જુગારનું પણ વર્ણન છે. આ દિવસોમાં લગ્ન થવાનો પણ રિવાજ હતો.

ઈ.સ. 1000-1200 : પ્રથમ વખત વિદેશી યાત્રીઓએ દિવાળીનો ઉલ્લેખ કર્યોઃ

 • ઈ.સ.1030 માં આરબ યાત્રી અલબરુનીએ તહકીક-અલ-હિંદમાં દિવાળી શબ્દનો ઉલ્લેક કરતા લખ્યું હતું કે આ દિવસ ભારતમાં લોકો નવા કપડાં પહેરે છે, પાન અને સોપારી સાથે ઉપહાર આપે છે, મંદિરોમાં દર્શન કરે છે. ગરીબોને દાન આપે છે અને ઘરમાં પ્રકાશ ફેલાવે છે. અલબરુનીએ આ દિવસને વાસુદેવની પત્ની લક્ષ્મી અને વાલીની મુક્તિના દિવસ તરીકે પણ ગણાવ્યો છે. તેમણે આ દિવસ લગ્નનો ઉલ્લેખ કર્યો છે.
 • ઈ.સ. 1100-1200 માં મુલ્તાનના અબ્દુલ રહેમાને સંદેશ રાસકમાં મહિલાઓ દ્વારા ઘરોમાં દિવા પ્રગટાવવા અને તેમાંથી નિકળતા કાજળને આંખમાં લગાવવાનો ઉલ્લેખ છે.
 • ઈ.સ.1100 માં આચાર્ય હેમચંદ્રએ તેમના પુસ્તક દેશી નામમાળામાં પ્રાચીન બારતમાં ઉજવવામાં આવતા જક્સરતી પર્વનો ઉલ્લેખ કર્યો છે, જે યક્ષરાત્રીની માફક પ્રતિત થાય છે.
 • ઈ.સ. 1119 માં ચાલુક્ય વંશના સમયના કન્નડ શિલાલેકમાં આ દિવસ રાજા દ્વારા નીલેશ્વર દેવને ઉપહાર ભેંટ કરવાનું વર્ણન છે.

ઈ.સ. 1200-1400: યમદ્વિતીયાના દિવસે બહેનના ઘરે ભાઈ દ્વારા ભોજન કરવાનો ઉલ્લેખ

 • ઈ.સ. 1220માં મહારાષ્ટ્રના સંત જ્ઞાનેસ્વરે પોતાની ત્રણ અલગ-અલગ રચનાઓમાં દિવાળીનો ઉલ્લેક કર્યો છે. તેમણે આ દિવસોમાં દિવડાઓ મારફતે પ્રકાશ ફેલવવા આત્મીય જ્ઞાનથી કરી છે.
 • ઈ.સ. 1250 માં મહાનુભાવ પંતની મરાઠી રચના લીલાચરિત્રમાં ગણેશજીને આરાધ્યદેવ માનનાર ગોસાવી સમુદાયના લોકોના સ્નાનનો ઉલ્લેક છે. આ માટે મોટા પ્રમાણમાં પાણી એકત્રિત કરવામાં આવતુ હતું. સ્નાન અગાઉ તેલ માલિશ કરવામાં આવતુ. પુસ્તકમાં કાર્તિક અમાવસ્યના દિવસ બાદ યમ દ્વિતીય (ભાઈબીજ)નો પણ ઉલ્લેક છે. તેમાં લખવામાં આવેલ છે કે યમ દ્વિતીયના દિવસે ખાવા માટે મીઠાઈઓ અને લડ્ડુની વ્યવસ્થા કરવામાં આવતી હતી. બહેન તેના ભાઈની આરતી ઉતારી તેને મિઠાઈ ખવડાવતી હતી.
 • ઈ.સ 1260માં પ્રશાસક અને કવિ રહેલા હિમાદ્રી પંતે તેમના વ્રતખંડ ચતુર્વર્ગ ચિંતામણીમાં યમ અને તેમની બહેન યમુનાના એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે. ભવિષ્યોત્તર પુરાણથી લખાયેલ પંક્તિ મારફતે તેમણે જણાવ્યું હતું કે યમદ્વિતીયાના દિવસે યમે યમુનાના ઘરે ભોજન કર્યું હતું. ત્યારથી આ દિવસ ભાઈ-બહેનના તહેવાર ભાઈબીજ સ્વરૂપમાં ઉજવવામાં આવે છે.
 • ઈ.સ. 1305 માં ગુજરાતના જૈન સ્કોલર મેરુતુંગે તેમની રચના પ્રબંધ ચિંતામણિમાં દિવાળીની રાત કોલ્હાપુરના રાજાની પત્નીઓ દ્વારા મહાલક્ષ્મી પૂજનનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ કાળમાં ગુજરાતના રાજા રહેલા સિદ્ધરાજે લક્ષ્મીજીને સોનાના ઘરેણા, જાદુઈ કપડાં અને કપૂર ચડાવ્યાનો ઉલ્લેખ છે.

ઈ.સ. 1400-1500:પ્રથમ વખત ફટાકડાનો ઉલ્લેખ

 • વિજયનગર સામ્રાજ્ય (દક્ષિણ ભારત)ના સામાજીક, ધાર્મિક અને રાજનૈતિક સિદ્ધાંતોને દર્શાવતા ગ્રંથ આકાશભૈરવકલ્પમાં એક રાજા દ્વારા નરકચતુર્દર્શી અને કાર્તિકશુક્લ પક્ષને દિવાળી તરીકે ઉજવવામાં આવતી. તમના મતે આ તહેવાર રાજાઓને ખુશી, વિજય અને સંતાન આપનાર હોય છે. આ દિવસ સવારે જલ્દી જાગીને સ્નાન કરવું, બ્રાહ્મણોની પૂજા કરવી જોઈએ. રાજાની પત્નોને તેલથી માલીશ કર્યા બાદ ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ. રાજાઓએ ત્રણ દિવડા પ્રગટાવવા જોઈએ અને તેમના આરાધ્ય દેવની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ તેમના રાજ સિહાંસન પર બેસીને દરબાદમાં ઉપસ્થિત કવિ, બ્રાહ્મણ, કલાકારો અને જ્યોતિષ વૈજ્ઞાનિકોને કપડાં સ્વરૂપમાં ભેટ-સોંગાદ આપવી જોઈએ. રાજાએ ત્યારબાદ તેમની પત્ની અને બાળકો સાથે ભોજન કરવું જોઈએ. નાટકોના મંચન બાદ બાણવિદ્યા (આતિશબાજી) જોવી જોઈએ.
 • ઈ.સ.1420 માં ઈટાલીની યાત્રી નિકોલાઈ કોંટીએ વિજયનગર સામ્રાજ્યની યાત્રા કરી હતી. તેમણે યાત્રાની માહિતીમાં દિવાળી અંગે લખ્યું ચે કે આ દિવસોમાં ઘરની છત પર દિવડા પ્રગટાવવામાં આવે છે.

ઈ.સ. 1500 બાદઃ મુગલકાળની પેન્ટીંગમાં દિપાવલીનો જશ્ન

 • ઈ.સ.1500 બાદ દિવાળીને આજના સ્વરૂપમાં ઉજવવામાં આવતી હતી. મુગલ શાસક અકબરના સમયમાં જશ્ન-એ-ચિરાગ નામથી ઉજવવામાં આવતી હતી. મુગલ કાળની અનેક પેઇન્ટીંગમાં તે દર્શાવવામાં આવેલ છે. 17મી સદીમાં અનેક મશુહર વિદેશી યાત્રીઓ અને સ્કોલરોએ તેમના પુસ્તકોમાં ભારતની દિવાળી અંગે ઉલ્લેખ કર્યો છે. વર્ષ 1613 માં પુર્તકાલીન લેખક ગોડિન્હો ડી એરેડિયા, 1623 માં પી ડેલા વેલે, 1651 માં એ રોગેરિયસ, 1671માં આયરિશ વ્યાપારી વિલિયમ હેજેસે પણ તેમના લેખોમાં દિવાળીનો ઉલ્લેક કર્યો છે. 15મી સદી બાદ તમામ ધર્મગ્રંથોમાં દિવાળીનું વર્ણન એવી જ રીતે કરવામાં આવ્યું છે કે જે રીતે આજે ઉજવવામાં આવે ચે. એટલે કે દિપોત્સવ, લક્ષ્મી પૂજા, લિપાઈ સહિત અનેક બાબત જોવા મળે છે.

પ્રાચીન પૂરાણોમાં અમાવસ્ય લક્ષ્મી પૂજન નિષેધ હતી.

પ્રાચીન પૂરાણોમાં લક્ષ્મી પૂજનમાં વ્રત પોષ, ચૈત્ર,અને ભાદ્રપદમાં બતાવવામાં આવેલ છે. સ્કંદ પુરાણમાં લક્યું છે કે લક્ષ્મીનું પુજન પૂર્ણિમામાં કરવામાં આવવું જોઈએ. કૃષ્ણ પક્ષ અને રાત્રીમાં પૂજા કરવી મનાઈ હતી. એટલે કે પહેલાના સમયમાં લક્ષ્મી પૂજન અમાવસ્યમાં થતી ન હતી. પરંતુ બાદમાં પુરાણો (ઈ.સ.500 બાદ લખાયેલ નીલમત પુરાણ, મત્સ્ય પુરાણ, પહ્મ પુરાણ વગેરે) માં કાર્તકની અમાવસ્યમાં લક્ષ્મી પૂજનનું વિધાન દર્શાવાવમાં આવેલ છે.

X
Deepadan was celebrated on 300 Kamudi festival in BC, it reached its present form 2000 years later.
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી