• Home
  • Db Original
  • DB Original: Dainik Bhaskar's interview with Professor Yuval Noah Harari

ટીચર્સ ડે / દુનિયાના સૌથી લોકપ્રિય શિક્ષક પ્રો.હરારીએ કહ્યું- ટેક્નોલોજી માનવીને હેક કરી લેશે, રોજગારીની તક ખતમ થઈ જશે

ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને પ્રોફેસર યુવાલ નોઆ હરારી
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને પ્રોફેસર યુવાલ નોઆ હરારી

  • ઈઝરાયલના હિબ્રૂ વિવિના પ્રોફેસર યુવાલ નોઆ હરારી દુનિયાને ભવિષ્યની તસવીર બતાવે છે 
  • તેમનું ઈન્ટરવ્યૂ ફેસબુક સીઈઓ માર્ક ઝુકરબર્ગ, પૂર્વ આઈએમએફ પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્જ જેવી હસ્તીઓ લઈ ચુકી છે 

Divyabhaskar.com

Sep 05, 2019, 09:52 AM IST

નવી દિલ્હીઃ ઈઝરાયેલના હિબ્રૂ વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર યુવાલ નોઆ હરારી એવા શિક્ષક છે, જેમનું ઈન્ટરવ્યૂ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, પૂર્વ આઈએમએફ પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડ અને મશહૂર એક્ટ્રેસ નેટલી પોર્ટમેન સુધીના લોકો લઈ ચુક્યાં છે. 1976માં જન્મેલા હરારી સૈપિયન્સ, ડોમો ડાયસ અને 21 લેસન્સ ફોર 21 સેન્ચુરી જેવા પુસ્તકોના બે કરોડ અંક વેચાઈ ચુક્યા છે. ભાસ્કરના રિતેશ શુક્લાએ ટેક્નોલોજી, રોજગાર અને માણસના ભવિષ્ય પર તેમની સાથે વાતચીત કરી હતી.

ભાસ્કરઃ ટેક્નોલોજી દુનિયાને બદલી રહી છે, એવામાં રાજકીય રાષ્ટ્રવાદ ક્યાં સુધી ચાલશે?
હરારીઃ પરમાણુ યુદ્ધ, પર્યાવરણનું નબળું પડવું અને ટેક્નોલોજી માનવી સામે ત્રણ સૌથી મોટા પડકાર છે. તમામ દેશ મળીને બે પડકારોનો સામનો તો કરી શકે છે, પરંતુ આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સ અને બાયો-એન્જિનીયરીંગ વૈશ્વિક વ્યવસ્થા, જોબ માર્કેટ સહિત મગજ સુધી જોર આપશે. અમેરિકા, ચીન, ભારત જેવા મોટા દેશોને મળીને રોબોટ અને જેનેટિકલી એન્જિનીયર સુપર હ્યુમન્સના ઉત્પાદનને નિયંત્રિત કરના થશે. એવામાં રાષ્ટ્રવાદનું વૈશ્વિકરણ જરૂરી હોય છે.

ભાસ્કરઃ જો નવી ટેક્નોલોજી ઈસ્લામિક રાષ્ટ્રવાદીઓ અને આંતકીઓના હાથમાં આવી જશે તો?
હરારીઃ જો ખતરો છે કે મજહબી ઉગ્રવાદી અને આતંકીઓના હાથમાં નવી ટેક્નોલોજી આવી જશે. ઈતિહાસ સાક્ષી છે કે ઉગ્રવાદીઓએ હંમેશા મહિલા અને નબળા લોકો પર અત્યાચાર કર્યા છે. જો જેનેટિક એન્જિનીયરીંગથી માનવીનું ફેક્ટરીમાં ઉત્પાદન કરવાનું શરૂ કરી દેવામાં આવે, તો મહિલાઓની જરૂર જ નહી પડે. મજહબી ઉગ્રવાદીઓથી ટેકનોલોજીને બચાવવી જરૂરી છે. વૈશ્વિક સહયોગ વિના આની સાથે મુકાબલો કરવો સરળ નહીં હોય.

ભાસ્કરઃજો માણસ મશીનોથી હારશે તો અર્થવ્યવસ્થા અને નોકરીમાં તેમની શું ભૂમિકા રહેશે?
હરારીઃ આર્ટિફિશીયલ ઈન્ટેલિજેન્સે માનવીની બુદ્ધિને પણ પાછળ મુકી દીધી છે. ભવિષ્યમાં જુના રોજગાર માત્ર ઈતિહાસ બનીને રહી જશે. ઓટોમેશન ટેક્નોલોજીના કારણે જેટલી ઝડપથી રોજગારીની તકો ઊભી થશે, તેટલી જ ઝડપથી ખતમ પણ થઈ જશે. સૌથી મોટી ચિંતા આજની શિક્ષણ વ્યવસ્થા આ માટે તૈયાર નથી. તમામે સતત નવી ચીજો શિખવી પડશે. એવું ન થયું તો આઝાદી પણ નકામી હશે.

ભાસ્કરઃ ભવિષ્યના શાળા અને શિક્ષક કેવા હશે?
હરારીઃ ટેક્નોલોજી જેટલી ઝડપથી બદલાઈ રહી છે, જે નોકરી આજે છે તે દર વર્ષે રહેશે ક નહીં, તે કહેવું મુશ્કેલ છે. ઈન્ટરનેટ આવ્યા બાદ શાળાઓમાં પણ શિક્ષકોની જરૂર નહીં હોય, એ કહેવું મુશ્કેલ છે. જો આવનારા સમયમાં બાળકો ઓનલાઈન જ ભણી લે અને ઓનલાઈન જ પરીક્ષા આપી ઓનલાઈન જ રિઝલ્ટ મેળવી લે તો.. શું શાળા અને શિક્ષકનું અસ્તિત્વ રહેશે ખરાં? આ એક એવો પ્રશ્ન છે, જેની પર હજુ સુધી સમાજની નજર પડીં જ નથી. હવે એક વાત તો સ્પષ્ટ છે કે આવનારા સમયમાં બે વસ્તુઓ શિખવાની સૌથી વધારે જરૂર પડશે તો, ભાવનાત્મક શક્તિ અને પરિવર્તન સામે ઝઝુમવાનું મનોબળ. જો આમા ખોટ રહી જશે, તો કામકાજ કરવું મુશ્કેલ બની જશે.

ભાસ્કરઃ શું ટેક્નોલોજી લોકતંત્રને નબળી કરશે?
હરારીઃ ટેક્નોલોજી દરેક રાજકીય પરંપરાને નિષ્ક્રીય કરી શકે છે. ભલે લોકતંત્ર હોય, સમાજવાદ હોય અથવા મૂળીવાદ હોય. 21મી સદીની ટેક્નોલોજી તો માનવીને પણ હેક કરી શકે છે. આ હેકનો અર્થ છે કે કોમ્યુટર પોતાના યુઝરને આટલી સારી રીતે સમજી લેશે, જેટલું યુઝર પોતાની જાતને પણ સમજી શકતો નથી. આ ટેક્નોલોજીથી કોઈ સરકાર અથવા કંપની એવા નિર્ણય કરાવી શકે છે, જે આપણા નથી પણ તેમના ફાયદા માટે હોય.

ભાસ્કરઃ શું ત્રીજું વિશ્વયુદ્ધ 21મી સદીમાં શક્ય છે? જો થશે તો કયા કારણે?
હરારીઃ જોકે આજે આપણે ઈતિહાસના સૌથી શાંત યુગમાં જીવી રહ્યા છીએ. પ્રાચીન કાળમાં 15% મોત માનવોની હિંસાના કારણે થતા હતા. આજે આ સંખ્યા 1.5% પર સમેટાઈ છે. હવે હિંસા કરતા કંઈક ગણા વધારે મોત તો વધારે ખાવાથી અને જાડાપણાથી થઈ રહ્યા છે. એ કહેવું ખોટ નહીં હોય કે આજે ખાંડ દારૂ ગોળા કરતા વધારે ખતરનાક છે. 1945માં ખતમ થયેલા બીજા વિશ્વયુદ્ધ બાદ દુનિયામાં મોટા વિશ્વયુદ્ધ અટકી ગયા, એટલા માટે નહીં કે ધરતી પર દેવતાનો વાસ છે, પરંતુ એટલા માટે કે મનુષ્યોએ બુદ્ધિથી નિર્ણયો કર્યા છે.

ભાસ્કરઃ આનો ઉપાય શો છે?
હરારીઃ ઉપાય મુશ્કેલ અને લાંબો છે. હવે શક્ય નથી કે આખું જીવન કોઈ એક ધાર્મિક ગ્રંથના સહારે કાઢવામાં આવે. આજના યુગમાં ઘણા બધા પુસ્તકો ઝડપથી વાંચી લેવાની સૌને જરૂર છે. પરંતુ ફ્કત વાંચવાથી કંઈ નહીં થાય, મેડિટેશન જેવી પ્રવૃત્તિઓનો પણ લાભ લેવો પડશે,જેથી આપણે આપણા શરીર અને મગજને હેક થતા બચાવી શકીએ. હું રોજ બે કલાક મેડિટેશન કરું છું અને દર વર્ષે અંદાજે બે મહિના સુધી વિપશ્યના કરું છું.

X
ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને પ્રોફેસર યુવાલ નોઆ હરારીફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને પ્રોફેસર યુવાલ નોઆ હરારી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી