- સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીસ્યુટે 17 રાજ્યોમાં પુલોનું નિરીક્ષણ કર્યું, નિર્માણમાં ખામી સામે આવી
- 15 ખતરનાક પુલો પર તાત્કાલિક વાહનવ્યવહાર બંધ કરાવવા માટે કહ્યું, ગુજરાતના સૌથી વધારે 75% પુલ ખરાબ
Divyabhaskar.com
Nov 17, 2019, 10:45 AM ISTનવી દિલ્હી(શરદ પાણ્ડેય) સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ(CRRI)ના એક રિપોર્ટમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. આ ઈન્સ્ટીટ્યુટે 2018માં દેશના 17 રાજ્યોના 425 પુલોનું નિરીક્ષણ કરાયું હતું. જેમાં અંદાજે 281 એટલે કે બે તૃતાંઉશના માળખામાં ખામી હોવાનું સામે આવ્યું છે.
સૌથી વધારે ગુજરાતના અંદાજે 75% પુલ ખરાબ નીકળ્યા છે, બીજા નંબર પર ઝારખંડ અને ત્રીજા નંબર પર પંજાબના પુલ છે. મોટાભાગના પુલોનું નિર્માણ તાજેતરના વર્ષોમાં જ થયું છે. 15 પુલો પર તાત્કાલિક વાહનવ્યવહાર બંધ કરવાનું સૂચન પણ આપવામાં આવ્યું છે. CRRIએ કહ્યું કે, નવા પુલોની આ સ્થિતી નિર્માણમાં બેદરકારી દાખવવાના કારએ થઈ છે. જો તાત્કાલિક મરામત કરવામાં નહીં આવે તો મોટાભાગના પુલ 10 થી 12 વર્ષમાં ભાંગી પડશે.
રિપોર્ટ પ્રમાણે, 2017માં દેશભરમાં 15514 દુર્ઘટના પુલ પર થઈ છે. જેમાં 5543 લોકોના મોત અને 15839 લોકો ઘાયલ થયા છે. વર્ષ 2018માં પુલો પર 16125 દુર્ઘટના બની છે. જેમાં 5693 લોકો મોતને ભેટ્યા છે એટલે કે 2017ની તુલનામાં 2018માં પુલો પર 610 વધારે દુર્ઘટના બની છે. જેમાં 150 લોકોના મોત થયા અને વધુ 923 લોકો ઘાયલ થયા છે.
ખરાબ પુલઃ સામાન્ય પુલની ઉંમર 100 વર્ષની હોય છે
પુલોની તપાસ NHAI, સ્ટેટ NH, PWD અને સ્થાનિક સંસ્થાઓએ કરી હતી. ખરાબ 281 પુલોમાંથી 253 માત્ર 5 થી 7 વર્ષ જુના છે. બાકી 20 વર્ષ સુધી જુના છે. CRRIના જણાવ્યા પ્રમાણે, સામાન્ય પુલની ઉંમર 100 વર્ષની હોય છે. ખરાબ પુલોનું મટેરિયલ, ડિઝાઈન સારી અને ટકાઉ ન હતું.
ખામીઃ ખરાબ મટેરિયલના કારણે પુલ નબળા પડ્યા
ખરાબ મટેરિયલના કારણે પુલોનો નીચેનો ભાગ નબળો પડતો ગયો. કોન્ક્રીટ પણ ખરવા લાગ્યું છે. પુલમાં નીચેના ભાગમાં ગાબડા પણ પડવા લાગ્યા છે. પુલના શરૂઆત અને છેલ્લા ભાગમાં તિરાડો પણ પડવા લાગી છે. થાંભલાઓ પણ નબળા છે. ઘણા પુલોના તો જોઈન્ટ પણ ખુલવા લાગ્યા છે.
તપાસઃ ગુજરાતના 250
રાજ્ય | પુલોની સંખ્યા |
ગુજરાત | 250 |
ઝારખંડ | 50 |
પંજાબ | 40 |
દિલ્હી | 33 |
મધ્યપ્રદેશ | 07 |
રાજસ્થાન | 06 |
બંગાળ, યુપી, ઓરિસ્સા, બિહાર , કેરળ, ત્રિપુરા, આસામ, હિમાચલ, તમિલનાડુ, ઉત્તરાખંડમાં કુલ 33 પુલોની તપાસ
માત્ર ખરાબ પુલ સુધારીશું, તમામ NHAIના નહીં
ખરાબ પુલોને સુધારીશું. તમામ પુલ NHAIને નહીં. અને હોત તો મંત્રાલય ઠીક કરાવી દેત, પણ તેમાં ઘણી સરકારી એજન્સીઓના પુલ છે. એટલા માટે રાજ્યોને પુછીને અને તેમની સાથે મળીને તેને ઠીક કરવામાં આવી કરાશે.- વીકે સિંહ , કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્ય મંત્રી