• Home
  • Dvb Original
  • China's footprint near Haraminala, start new company only 10 km away from the Nala

ભાસ્કર ઓરિજિનલ / હરામીનાળા પાસે ચીનનો પગદંડો, નાળાથી માત્ર 10 કિમી દૂર ચીની કંપનીને જમીન અપાઈ

China's footprint near Haraminala, start new company only 10 km away from the Nala

  • આર્થિક કોરિડોરની રક્ષા માટે ચીની લશ્કરને તહેનાત કર્યા બાદ વધુ એક ગંભીર હરકત
  • હરામીનાળાનું નામ પાકિસ્તાનની હરામખોરી ભરી નીતિ પરથી જ પડ્યું
  • પાક. ચીનને પોતાનું ઢાલ બનાવવા માંગે છે, તો ડ્રેગનને પણ ભારતને ઘેરવાનો મોકો મળ્યો  

Divyabhaskar.com

Oct 17, 2019, 02:15 AM IST
નારાયણ સરોવર: કાશ્મીરમાંથી 370ની કલમ ભારત સરકારે નાબુદ કર્યા પછી રઘવાયું બનેલું પાકિસ્તાન એક પછી એક નાપાક પેંતરા રચી રહ્યું છે, ત્યારે ભારતને ઘેરવા માટે પાકિસ્તાને નવી ચાલ રમી કચ્છની દરિયાઇ સીમામાં આવેલા સંવેદનશીલ હરામીનાળાથી માત્ર 10 કિલોમીટરના અંતરે ચીનની કંપનીને લીઝ પર 55 વર્ગ કિલોમીટર જમીન આપી દેતાં હવે કચ્છ સરહદથી બિલકુલ નજીક જ ચીનનો પગપેસારો થયો છે. આ સંવેદનશીલ માહિતી અનુસાર થોડા સમય પહેલાં સિંધ પ્રાંતના થરપારકરમાં 3 હજાર કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા ઇકોનોમિક કોરિડોરની રક્ષા કરવા માટે ચીની લશ્કરના જવાનોને તૈનાત કરી દેવાયા હતા, એ પછી હવે વધુ એક નાપાક હરકતને અંજામ આપી કચ્છને પાક સાથે જોડતી આંતરરાષ્ટ્રિય જળસીમાથી માત્ર 10 કિલોમિટરના અંતરે મોકાની ગણી શકાય તેવી મહત્વની 55 વર્ગિય જમીન ચીનની કંપનીને લીઝ પર આપી દેવાઇ છે.
સ્થાનિકોના ભારે વિરોધને પણ અવગણાયો
સામે પારની ગતિવિધિઓથી વાકેફ રહેતા સૂત્રોએ કહ્યું હતું કે, ચીની કંપનીને લીઝ પર જમીન આપવાના નિર્ણયનો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે પાકિસ્તાન સરકારે સ્થાનિકે થઇ રહેલા ભારે વિરોધને અવગણી ચીની કંપનીને જમીનની ફાળવણી કરી દીધી છે.
પાક. ચીનને પોતાનું ઢાલ બનાવવા માંગે છે, તો ડ્રેગનને પણ ભારતને ઘેરવાનો મોકો મળ્યો
1965 બાદ 1971ના યુદ્ધમાં કચ્છ સરહદે મોટી પછડાટ ખાનારા પાકિસ્તાનને અત્યારે કયાંક ને કયાંક મનમાં એવો ફડકો છે કે ભારત હુમલો કરી શકે છે. હવે ચીનને પાકિસ્તાન પોતાનું ઢાલ બનાવવા માંગે છે..પાક એવું માની રહ્યું છે કે જો ચીની લોકોની અહીં હાજરી હશે તો ભારત કોઇ દુ:સાહસ કરવાની હિમત નહી કરે. બીજીબાજુ ભારતને ચારેબાજુ ઘેરવાની નીતિ રાખતાં ચીનને પણ ભારત સીમા નજીક પગદંડો જમાવવાનો મોકો મળ્યો છે તેવું જાણકારો માની રહ્યા છે.
કચ્છની સામેપાર ચહલ પહલ વધવાની ભીતિ
જે રીતે પાકિસ્તાને એક પછી એક પેંતરા કચ્છ સરહદની સામેપાર અખત્યાર કર્યા છે તે જોતાં આગામી સમયમાં કચ્છની સામેપાર ચહલ પહલ વધવાની ભીતિને નકારી શકાતી નથી.
ગ્વાદર પોર્ટ અગાઉથી જ ચીનને હસ્તક
પાકિસ્તાનના કરાચી પાસે આવેલા ગ્વાદર બંદરને અગાઉથી જ ચીનને સોંપી દેવાયું છે. હાલ પણ આ બંદરનું સંચાલન ચીન જ કરે છે. ભારતની દૃષ્ટ્રીએ આ ખુબ જ ગંભીર મામલો છે. બંદરનો ઉપયોગ ભવિષ્યમાં ચીન સૈન્યની દૃષ્ટ્રીએ પણ કરી શકે છે તેવી ભીતિ છે. તેના વિકલ્પરૂપે જ ભારતે ઇરાનના ચાહબાર પોર્ટને વિકસાવવાનું નક્કી કર્યું છે. જોકે, તેની કામગીરી ખુબજ ધીમી ચાલી રહી છે.
હરામીનાળું સોફ્ટ ટાર્ગેટ
ઘૂસણખોરી માટે હરામીનાળું સોફ્ટ ટાર્ગેટ રહ્યું છે. મોટાભાગે બિનવારસી બોટ અને બોટ સાથે ઘૂસણખોર અહીથી પકડાયા છે. કચ્છ અને પાકિસ્તાનની સરહદમાં બે સ્થળેથી હરામીનાળું ફેલાયેલું છે. આ 22 કિ.મી.નો વિસ્તાર ભારત હસ્તગત છે. જ્યાંથી પાકની હદ શરૂ થાય છે તેના 10 કિ.મી વિસ્તારમાં આ કંપનીનો પગપેસારો થયો છે.
ચીની કંપનીનું બાંધકામ શરૂ
જે ચીની કંપનીને લીઝ પર જમીન ફાળવાઇ છે તે કંપનીએ લીઝ પર જમીન મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થવા સાથે બાંધકામ કરવાની શરૂઆત કરી દીધી છે. આ
કાર્ય ઝડપભેર આગળ ધપી રહ્યું છે.
તોઈબાનો ત્રાસવાદી RDX સાથે ઘૂસ્યો હતો
હરામીનાળાનું નામ પાકિસ્તાનની હરામખોરી ભરી નીતિ પરથી જ પડ્યું હતું. આ વિસ્તાર નાપાક ઘૂસણખોરી માટે તો કુખ્યાત છે જ, પરંતુ ભૂકંપ બાદ તરત જ 2001માં તત્કાલીન વડાપ્રધાન વાજપેયીની કચ્છ મુલાકાત પૂર્વે લશ્કર એ તોઈબાના તાલિમબદ્ધ ત્રાસવાદી શાહનવાઝ અબ્દુલ કાદર ભટ્ટી ઉર્ફે મુઝમ્મિલને ISIએ 32 કિલો આરડીએક્સ, ગ્રેનેડ્સ અને એકે56 રાઇફલ સાથે આ નાળામાંથી જ બોટ દ્વારા ઘૂસણખોરી કરાવી હતી.
X
China's footprint near Haraminala, start new company only 10 km away from the Nala

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી