• Home
  • Db Original
  • Bunker School Boundary; When the children sing the national anthem, their voice cross border

ભાસ્કર ઓરિજિનલ / સરહદ પર બની બંકર સ્કૂલ; બાળકો જ્યારે રાષ્ટ્રગીત ગાય છે ત્યારે તેનો અવાજ પાક. સુધી સંભળાય છે...

બંકરમાં ભણી રહેલા બાળકો
બંકરમાં ભણી રહેલા બાળકો

  • જ્યારે પણ સરહદે તંગદિલી હોય ત્યારે અહીં 8થી 10 ગોળા જરૂર પડે છે

Divyabhaskar.com

Sep 05, 2019, 04:05 AM IST

આરએસપુરા બોર્ડરથી અંકુર સેઠી: ભારત-પાક સરહદે હાલમાં બનેલી બંકર સ્કૂલ બરાબર ઝીરો લાઈન પર છે. આરએસપુરાની આ મીડલ સ્કૂલમાં ધોરણ 1થી 8 સુધીના 100થી વધુ બાળકો છે પરંતુ તેમને સ્કૂલે લાવવા શિક્ષકોએ રોજ બહુ મહેનત કરવી પડે છે. આ બાળકો સવારે પશુને ચરાવવા અને દૂધ વેચવા જાય છે. શિક્ષકો તેમને શોધી શોધીને, સમજાવીને અને ક્યારેક તો કાન પકડીને શાળાએ લાવે છે.

શિક્ષકોએ પોતાના પૈસાથી સ્કૂલની 4 દીવાલ બનાવી
ગુડમોર્નિંગ માસ્ટરજી બોલીને બાળકો સ્કૂલમાં પ્રવેશ લે છે. પછી જ્યારે બાળકો રાષ્ટ્રગીત ગાય છે તો તેનો અવાજ છેક પાકિસ્તાન સુધી પહોંચે છે. સરહદ પાસે હોવાને કારણે બાળકોની સુરક્ષા સૌથી વધુ ચિંતાનો વિષય હોય છે. શિક્ષકોએ પોતાના પૈસાથી સ્કૂલની 4 દીવાલ બનાવી છે. 1996 પહેલાં અહીં સ્કૂલ નહોતી. આજે પાકુ બિલ્ડિંગ છે. તેની દીવાલો પર પાકિસ્તાની ગોળીના નિશાન છે. જે રૂમને ફાયરિંગને કારણે સૌથી વધુ નુકસાન થયું છે તેને સ્ટોર રૂમ બનાવાયો છે. આચાર્યના પ્રયાસોથી ત્રણ દિવસ પહેલા શાળામાં જ બંકર બનાવાયું છે. લોકો કહે છે કે જ્યારે પણ સરહદે તંગદિલી હોય ત્યારે અહીં 8થી 10 ગોળા જરૂર પડે છે. શાળાના આંગણામાં બળેલા સેલ મળે છે. બાળકો સફાઈ કરે ત્યારે તેને ઉઠાવીને મ્યુનિસિપલના રૂમમાં મૂકી દે છે. શાળા પાસે જ બાળકોના પાકા ઘર છે. હાલમાં જ તમામ ઘર સ‌ળગવાયા હતા. હવે આ ધર્મમાં પણ બંકર બનાવાઈ રહ્યાં છે.

X
બંકરમાં ભણી રહેલા બાળકોબંકરમાં ભણી રહેલા બાળકો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી