ભાસ્કર ઈન્ટરવ્યૂ / સ્વામીએ કહ્યું- મુસ્લિમોએ ડરવાની જરૂર નથી; આપણે બધા એક જ પરિવારનો હિસ્સો, પરંતુ તેઓ ઘોરી-ગજનીમાં ન માને

 •  રાજ્યસભા સભ્ય સુબ્રમણ્યમ સ્વામી ભાસ્કર સાથેની વાતચીત પર ઘણા મુદ્દાઓ અંગે ખુલીને બોલ્યા, રામસેતુ અને ચોકીદાર કેમ્પન અંગેના ઘણા કિસ્સાઓ પણ વાગોળ્યા
 • સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું- ઘણા DNA ટેસ્ટમાં સાબિત થઈ ચુક્યુ છે કે મુસલમાનોના પૂર્વજ હિન્દુ હતાં, પણ તેમનું ફરી હિન્દુ બનવું જરૂરી નથી.
   

Divyabhaskar.com

Dec 22, 2019, 04:21 PM IST

નવી દિલ્હીઃ ‘રામમંદિરના પુનનિર્માણના કારણે દેશની અસ્મિતા વધારે સ્પષ્ટ થઈ જશે. હિન્દુઓનું જે ચિન્હ ધ્વસ્ત થયું હતું, તેનું ફરીથી નિર્માણ થવાથી સ્પષ્ટ થશે કે હિન્દુને કોઈ નહીં હરાવી શકે. મુસલમાનોએ ગભરાવાની જરૂર નથી. જો તેઓ ઘોરી- ગજનીને ન માને, તો એ લોકો પણ આપણા પરિવારની જેમ જ છે કારણ કે તેમનું જીન પણ હિન્દુ જ છે. ’ભાસ્કર સાથેની વાતચીતમાં ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ ટિપ્પણી કરી હતી. તેમણે હિન્દુત્વ, મુસ્લમાન, રામ મંદિર, JNU, એક દેશ-એક ભાષા અંગે પોતાનું સ્પષ્ટ મંતવ્ય રજુ કર્યું હતું. આ સાથે જ ઘણા કિસ્સાઓ પણ કહ્યા હતા. સ્વામીએ દાવો કર્યો કે, 2જી એપ્રિલ 2020ના રોજ અયોધ્યામાં રામ મંદિરની આધારશિલા રખાશે.

સ્વામીની પાંચ વાતો

1) હિન્દુ અને હિન્દુત્વ

 • ‘ભારત એક હિન્દુ દેશ હતો. અહીંયા આક્રમણ થયું તો આપણે સતત લડતા રહ્યા. આવો ઈતિહાસ દુનિયાના એક પણ દેશ પાસે નથી. ઈરાન પણ પહેલા પારસી એટલે અગ્નિ પૂજારીઓનો દેશ હતો. ત્યાં ઈસ્લામે કબ્જો કર્યો અને બધાને મુસલમાન બનાવી દીધા. ઈરાક માત્ર 17 અને ઈજિપ્ત 21 વર્ષમાં મુસ્લિમ દેશ બની ગયો. ઈસાઈઓએ 50 વર્ષમાં આખા યુરોપને ક્રિશ્વિયન બનાવી દીધું. પણ હિન્દુસ્તાન એવો દેશ છે, જ્યાં 600 વર્ષ મુસલમાનો અને 150 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું. ત્યારબાદ પણ હિન્દુસ્તાનમાં 82% હિન્દુ છે.’
 • ‘આપણા દેશની મૂળ ધારા તો હિન્દુ અને હિન્દુત્વ છે. આ ચેતનાને જગાડવા માટે હિન્દુઓનું જે ચિન્હ ધ્વસ્ત થયું છે, તેનું પુનનિર્માણ કરવાનું છે જેથી હિન્દુસ્તાનમાં બધાને ખબર પડે કે હિન્દુઓને કોઈ હરાવી નહીં શકે. આપણે એવું નથી કહેતા કે મુસલમાનો અહીંયા ન રહી શકે. 1947માં પાકિસ્તાને કહી દીધું કે તે ઈસ્લામિક સ્ટેટ છે, પણ અમે કહ્યું કે, ભારત તો ધર્મનિરપેક્ષ દેશ જ રહેશે, જો મુસલમાનો અહીંયાથી જવા ન માંગતા હોય તો તે અહીંયા રહી શકશે’

2) મુસલમાન

 • ‘હું મુસલમાનોને કહેવા માંગીશ કે તમારે ગભરાવાની જરૂર નથી. પારસી પણ છે, યહુદી પણ હતા. કોઈને ડર ન લાગ્યો તો મુસલમાનોએ પણ ડરવાની જરૂર નથી. પણ જો તમે પોતાને ઘોરી-ગજની સાથે જોડશો તો તમારે ગભરાવું પડશે.ઘોરી-ગજની સાથે પોતાને જોડવા એ યોગ્ય નથી કારણ કે જેનેટિક્સ પ્રમાણે તમારું DNA હિન્દુ છે. આ વાત યૂકેની કેમ્બ્રિઝ યુનિવર્સિટીના જર્નલ ઓફ જેનેટિક્સ, મૈસૂરના જર્નલ ઓફ જેનેટિક્સ, અમેરિકાના હ્યૂસ્ટનના જર્નલ ઓફ જેનેટિક્સની રિચર્સમાં સામે આવી હતી. આપણે એક જ રાષ્ટ્ર અને એક પરિવારનો હિસ્સો છીએ, પણ આપણે સ્વીકારવું પડશે કે આપણે ઘોરી-ગજનીના વંશજ નથી.’
 • ‘આપણુ ગણરાજ્ય ભારત છે પણ અસ્મિતા હિન્દુસ્તાની છે. અહીંના મુસલમાનોના DNAથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે તેમના પૂર્વજો હિન્દુ હતાં. મુસલમાનોએ પણ સ્વીકારી લેવું જોઈએ કે તેમના પૂર્વજ હિન્દુ હતા અને તેઓ મુસલમાન બની ગયા છે. તેમનું પાછું હિન્દુ બનવું જરૂરી નથી. અમે ક્યારેય કોઈને પણ બળજબરી હિન્દુ બનાવવાનો પ્રયાસ નથી કર્યો. બૌદ્ધ અને જૈન ઘણી વખત આવું કરતા હતા, પણ સનાતન હિન્દુ અને શીખોએ ક્યારે પણ કોઈને બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવ્યું નથી.’

3) રામ મંદિર

 • ‘મેં પહેલા જ કહ્યું હતું કે, અમે આસ્થા પર જ જીતીશું અને તેના પર જ જીત્યા. રામ મંદિરને ધ્વસ્ત કરીને મંદિરની સામગ્રીથી જ મસ્જિદ બનાવી. આવું કાશી વિશ્વનાથમાં થયું. ઔરંગઝેબે કૃષ્ણ જન્મભૂમિમાં પણ આવું કર્યું હતું. કૃષ્ણ અથવા રામ જન્મભૂમિ આપણી આસ્થા પ્રમાણે અન્ય જગ્યાએ ન હોઈ શકે. ગુરુનાનક જ્યારે અયોધ્યા આવ્યા તો તેમણે લખ્યું હતું કે, રામ મંદિર કેટલું સુંદર છે. તેઓ તો બાબર પહેલા આવ્યા હતા. રામ મંદિરનું ફરીથી નિર્માણ થશે તો આપણા દેશની અસ્મિતા પણ સ્પષ્ટ થશે.’
 • ‘મંદિર નિર્માણમાં પારસી, યહૂદી, જૈન, શીખ તો આપણી સાથે જ છે, પરંતુ આપણા દેશમાં એવા મુસલમાન પણ છે જે મોટી સંખ્યામાં કંપનીઓના માલિક છે, તેઓ પણ મંદિર નિર્માણ માટે દાન આપવા તૈયાર છે. તેમની પાસેથી પણ દાન લેવું જોઈએ. મારા મત પ્રમાણે તો સરકારી ખર્ચો ઓછો થવો જોઈએ. મંદિર તો દાનથી જ બનવું જોઈએ. અન્ય ધર્મોના ઈચ્છુક લોકો પાસેથી પણ દાન લેવું જોઈએ. જે દાન આપશે, તેમના નામ લખીને ગર્ભગૃહમાં રાખવામાં આવી શકે છે.’
 • ‘મેં રિસર્ચ કરીને એવા 40 હજાર મંદિરો શોધ્યા છે, જે મુગલ કાળમાં ધ્વસ્ત કરાયા હતા અને તેમના પર મસ્જિદ બનાવાઈ હતી. બીજામાં ભલે સમજૂતી થાય તો થાય પણ અયોધ્યા મર્યાદા પુરુષોત્તમ અને મથુરા સંપૂર્ણ પુરુષોત્તમનું જન્મસ્થળ છે. કાશી વિશ્વનાથ તો યુગોથી આપણા 12 જ્યોર્તિલિંગમાંથી એક છે. આ ત્રણ મંદિરને આપણે લઈને રહીશું. એક મળી ગયુ છે, બેની લડાઈ હજુ બાકી છે. હાલ તો બસ રામ મંદિરનો શિલાન્યાસ થઈ જાય, બંધારણ પ્રમાણે 1947માં જે મંદિર અથવા મસ્જિદ જે સ્થિતિમાં છે, તેને એવું જ માનવામાં આવશે.’

4) એક દેશ-એક ભાષા
‘હિન્દુમાં ઉર્દૂનો શબ્દ હટાવીને સંસ્કૃતના શબ્દ જોડી દઈએ તો એક દેશ એક ભાષા બની જશે. તમિલમાં 40% શબ્દ સંસ્કૃતના છે. સાથે જ મલયાલમમાં 75% કન્નડમાં 65% અને બંગાળીમાં 85% શબ્દ સંસ્કૃતના છે. કરુણાનિધિ સંસ્કૃતના સૌથી મોટા વિરોધી હતા, પણ તેમનું નામ સંસ્કૃત છે. આપણી હિન્દી ભાષામાં ઉર્દૂના શબ્દ ન હોવા જોઈએ. આનાથી આપણી હિન્દી ભાષા ખરાબ થઈ રહી છે. તમિલમાં જે હિન્દીનો વિરોધ છે, તે જવાહરલાલ નહેરુની દેણ છે. નેહરુ અંગ્રેજો અને અંગ્રેજોના પડખે હતા’

5) JNU
‘JNUની બાજુમાં જ ITI છે, હું ત્યાં ભણતો હતો. મેં જોયું કે JNUની સંસ્કૃત ભાષા દૂષિત છે. તેમાં અશ્લીલતા છે અને ભાષા મર્યાદાહીન છે. માત્ર 10 રૂપિયામાં હોસ્ટેલ મળે છે તો લોકો એક્ટિવિસ્ટ બનવામાં નિષ્ફળ થઈ જાય છે. તેને આપણે બદલી ન શકીએ. મારા મત પ્રમાણે,JNUને બે વર્ષ માટે બંધ કરી દેવી જોઈએ. આ યુનિવર્સિટીનું નામ પણ બદલી દેવું જોઈએ. આ યુનિવર્સિટીને બે વર્ષ પછી ખોલવી જોઈએ. સારો અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આજુબાજુની કોલેજમાં એડમિશન અપાવી દેવું જોઈએ. જ્યારે બે વર્ષ પછી પાછી આ યુનિવર્સિટી ચાલુ કરવામાં આવે તો તેની ફી અન્ય યુનિવર્સિટીઓ જેટલી જ હોય અને અમેરિકાની જેમ આ યુનિવર્સિટીના કેમ્પસમાં પણ પોલીસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે’

પહેલો કિસ્સોઃ જ્યારે રામસેતુની લડાઈ હાર્યા તો હું ગયો અને જીતીને આવ્યો
સ્વામી જણાવે છે કે કરુણાનિધિ રામસેતુ ઉડાવાના હતા. સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન, ક્યૂરેટિવ પિટીશન બધી ફગાવાઈ હતી. પછી અશોક સિંઘલ અને તે સમયના સરસંઘચાલક સુદર્શનજી મારી પાસે આવ્યા અને કહ્યું કે, રામસેતુને RDXથી ઉડાવાની યોજના છે. મારી પાસે ફરી કોર્ટમાં જવાનો કોઈ આધાર બચ્યો ન હતો. ત્યારબાદ મેં અર્થશાસ્ત્રી મગજનો ઉપયોગ કર્યો. મેં કોર્ટને જણાવ્યું કે, આનાથી 3 કરોડ રૂપિયા બચશે, જે જહાજ યૂરોપ-આફ્રિકા જેવા દૂર દેશોથી આવે છે, તેમણે રામસેતુંના કારણે શ્રીલંકાથી થઈને મદ્રાસ જવું પડે છે. રામસેતુને હટાવીને એક નહેર બનાવાશે, તેમાં સમુદ્રની રેતી હટાવવા માટે વાર્ષિક 200 કરોડ ખર્ચવા પડશે. આ ઉપરાંત જહાજને નહેર પાર કરવામાં પણ સમય લાગશે. તેની જગ્યાએ આપણે એક સ્ટેશન કન્યાકુમારીથી ઉપર તૂતીકોરિનમાં ખોલીશું. ત્યાંથી એક નવું રેલવે ટ્રેક સમુદ્રતટના કિનારાથી મદ્રાસ સુધી જશે. અહીં કન્ટેનર માટે કન્ટેનર કોર્ટ બનાવી દેવાય જેથી જહાજ આવે અને વધુ કન્ટેનર સીધા રેલવે ડબ્બામાં રાખી દેવામાં આવે. જેમાં ખર્ચ માત્ર 600 કરોડ રૂપિયાનો જ આવશે. મારી દલીલોના કારણે કોર્ટ માની ગઈ અને સ્ટે ઓર્ડર મળી ગયો, ત્યારબાદ ચર્ચામાં અમે જીતી ગયા.

બીજો કિસ્સોઃ મોદીએ કહ્યું- નામની આગળ ચોકીદાર લગાવો, મેં ન લગાવ્યું કારણ કે હું બ્રાહ્મણ છું
સ્વામીએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન મોદીએ કહ્યું કે નામ પહેલા ચોકીદાર લગાવો. મેં કહ્યું કે, હું નહીં લગાવું. હું બ્રાહ્મણ છું, હું કેવી રીતે લગાવી શકું. ઈમરજન્સીમાં બધા ગભરાયા હતા, પણ મને બીક નહોતી લાગી. હું તો ત્યારે પણ બોલતો હતો અને હાલ પણ બોલું છું. આપણે લોકોને જણાવવું છે તો ઘણા માધ્યમ છે. હું માત્ર પ્રચારક ન હોઈ શકું. હું પ્રચારક પણ છું. પણ જ્યાં સિદ્ધાંત એક હોય છે, ત્યાં પ્રચાર પણ કરું છું. કયું કામ કામ કેવી રીતે કરવાનું છે? ક્યાં કરવાનું છે? તેમા પણ મતભેદ થઈ શકે છે કારણ કે અમે તો જીવનભર બુદ્ધિજીવી અને પ્રોફેસર રહ્યા છીએ. એવું નથી કે વડાપ્રધાન અથવા રાષ્ટ્રીય અધ્યક્ષ જે કહે તો તેમ કરવા લાગું.

X

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી