ભાસ્કર ઓરિજિનલ / હવાઈદળના નવા વડા ભદૌરિયાએ પહેલીવાર GPSથી બોમ્બમારાનો પ્રયોગ કર્યો હતો

એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા
એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા

  • હવાઈદળના નવા વડા તરીકે ભદૌરિયાએ પદ સંભાળ્યું
  • ભદૌરિયા હવાઈદળના 26માં વડા છે
  • 26 પ્રકારના લડાકૂ વિમાન ઉડાવી ચૂક્યા છે

Divyabhaskar.com

Oct 01, 2019, 02:27 AM IST

નવી દિલ્હી: એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ સોમવારે હવાઈદળના વડા તરીકેનું પદ સંભાળી લીધું છે. તેમણે બી.એસ.ધનોઆનું સ્થાન લીધું. ભદૌરિયાએ કારગિલ યુદ્ધ દરમિયાન કોમ્પ્યુટરનું પ્રોગ્રામિંગ બદલી સચોટ બોમ્બમારો કરાવ્યો હતો. કારગિલ યુદ્ધમાં પાકે સ્ટ્રિંગર મિસાઈલો તહેનાત કરી હતી. જોકે અમારા જેગુઆર વિમાનની બોમ્બમારાની કોમ્પ્યુટર પ્રણાલી તેનો સામનો કરવાની દૃષ્ટિએ તૈયાર કરાઈ નહોતી.ભદૌરિયાએ તેનું પ્રોગ્રામિંગ બદલી નાખ્યું અને જીપીએસની મદદથી બોમ્બમારો કરાવ્યો. પદ સંભાળ્યા પછી તેમણે કહ્યું કે એરફોર્સ પાકિસ્તાનના કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છે.
હવાઈદળના 26માં વડા, 26 પ્રકારના વિમાન ઉડાવી ચૂક્યા છે
ભદૌરિયા હવાઈદળના 26માં વડા છે. 1980માં લડાકૂ દળમાં સામેલ થયા હતા. 26 પ્રકારના લડાકૂ વિમાન ઉડાવી ચૂક્યા છે અને તેને 4250 કલાક વિમાન ઉડાવવાનો અનુભવ છે.
એરસ્ટ્રાઈક માટે ધનોઆનો કાર્યકાળ યાદ રખાશે
41 વર્ષની સેવા બાદ હવાઈદળના પ્રમુખ પદેથી નિવૃત થયેલા બી.એસ.ધનોઆનો કાર્યકાળ પાકિસ્તાનના બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના ઠેકાણાં પર એરસ્ટ્રાઈક માટે યાદ રખાશે. આ કાર્યવાહીની યોજના બનાવવા અને તેને અંજામ આપવામાં ધનોઆએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ભદૌરિયાએ લખેલા કન્ટ્રોલ લોજ પર દેશમાં જ ટેક્નોલોજી તૈયાર થઇ
એર વાઇસ માર્શલ સુનીલ નાનોદકરે જણાવ્યુ હતુ કે, એરચીફ માર્શલ ભદૌરિયા તરીકે હવાઈદળને હોંશિયાર વ્યક્તિ મળી છે. હું તેમની સાથે 36 વર્ષના અનુભવ વિશે કહી શકું છું કે તે ખૂબ જ શાંત રહીને મુશ્કેલથી મુશ્કેલ કામ કરી લે છે. ભારત પર પ્રતિબંધોના કારણે આપણને ફ્લાઈ બાય વાયર ટેક્નોલોજી નહોતી મળી શકી.આ ટેક્નોલોજી માટે કન્ટ્રોલ લોજ લખવા સૌથી મુશ્કેલ કામ હતું. તેનાથી પાઈલટ સહજતાપૂર્વક બધા કન્ટ્રોલ કરી શકે છે. ભદૌરિયાએ બધા કન્ટ્રોલ લોજ જાતે લખ્યા અને તેના પછી દેશમાં ફ્લાઈ બાય વાયર ટેક્નોલોજી વિકસિત થઈ. આગરા એક્સપ્રેસ વે પર લડાકૂ વિમાન ઉતારવા માટે પણ લોજિસ્ટિક્સના ઘણાં અવરોધ હતા. ભદૌરિયાએ ઓછા સમયમાં તમામ અવરોધ દૂર કર્યા અને એક્સપ્રેસ-વે પર મિરાજ ઉતારવાનું મિશન પૂરું કર્યુ. તેજસના પરીક્ષણ પાઈલટ હોવાને નાતે તે સ્વદેશીના પક્ષધર છે. તે મેક ઈન ઈન્ડિયાને બદલે મેડ ઈન ઈન્ડિયામાં વિશ્વાસ ધરાવે છે. ખાસ વાત એ છે કે ભદૌરિયા શરૂથી અત્યાર સુધી દરેક પરીક્ષામાં ટોચે રહ્યાં છે. એનડીએથી લઈને એરફોર્સ એકેડમી અને પાઈલટ ઈન્સ્ટ્રક્શનથી લઈને વિદેશી કોર્સ સુધી તે પ્રથમ રહ્યાં છે. કામમાં વધારે દબાણ હોવા છતાં તે સામાન્ય બની રહે છે.

X
એરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએરચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી