• Home
 • Dvb Original
 • Bal Diwas, Children's Day 2019 Special INTERVIEW: Pushpesh Pant Dr Madan Kataria On Chacha Jawaharlal Nehru 14 November

ડિબી ઓરિજિનલ / નહેરુના નિધન બાદ બાળ દિવસ ઉજવાયો ત્યારે દેશ નિરાશામાં ડુબ્યો હતો; તે વખતના ત્રણ સાક્ષીઓએ કિસ્સાઓ વાગોળ્યા

Bal Diwas, Children's Day 2019 Special INTERVIEW: Pushpesh Pant Dr Madan Kataria On Chacha Jawaharlal Nehru 14 November

 • નહેરુના નિધન બાદ 1964 નવેમ્બરે દેશમાં ઉજવેલો બાળ દિવસ કેવો હતો? પદ્મશ્રી પુષ્પેશ પંત, વર્લ્ડ લાફ્ટર યોગના સંસ્થાપક, ડો મદન કટારિયા અને પંજાબ યુનિવર્સિટીના પ્રોફેસર રાજીવ લોચન પાસેથી જાણીએ
 • સંયુક્ત રાષ્ટ્રે 20મી નવેમ્બરે જાહેરાત કરી છે કે બાળ દિવસ પરંતુ પૂર્વ વડાપ્રધાન નહેરુજીની યાદમાં ભારતમાં 14 નવેમ્બરે ઉજવણી કરવામાં આવે છે 

Divyabhaskar.com

Nov 14, 2019, 02:15 PM IST

અક્ષય બાજપેઈ(ઓરિજીનલ ડેસ્ક) આજે 14 નવેમ્બર એટલે કે બાળ દિવસ જેને દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. તેઓ બાળકોને ખુબ પ્રેમ કરતા હતા. બાળકો પણ તેમને ચાચા તરીકે જ ઓળખતા અને બોલાવતા હતા. નહેરુના નિધન પછી દર 14મી નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે બાળ દિવસની ઉજવણીને 55 વર્ષ થઈ ગયા છે. આ અવસરે ભાસ્કરે JNUના પૂર્વ પ્રોફેસર પદ્મશ્રી પુષ્પેશ પંત વર્લ્ડ લાફ્ટર યોગના સંસ્થાપક ડો.મદન કટારિયા અને પંજાબ યુનિવર્સિટીના હિસ્ટ્રીના પ્રોફેસર રાજીવ લોચન સાથે વાત કરીને જાણવા મળ્યું કે, નહેરુના નિધન બાદ 1964માં બાળ દિવસની ઉજવણી કેવી રીતે થઈ હતી? તે વખતે શું થતું હતું? આ બધાની સાથે આવો જાણીએ રસપ્રદ કિસ્સાઓ..

દેશ નિરાશામાં ડુબેલો હતો

 • 1964માં યોજાયેલા બાળ દિવસ વખતે મારી ઉંમર 17 વર્ષ હતી અને હું તે સમયે કોલેજમાં ભણતો હતો. તે યાદગીરીઓ આજે પણ મને યાદ છે. ત્યારે બાળ દિવસનો કોઈ ઉત્સાહ દેશમાં ન હતો કારણ કે દેશ એક નિરાશામાં જ ડૂબેલો હતો. 1962માં ચીન આપણી પર હાવી થયું હતું. જેનાથી આપણો આત્મવિશ્વાસ ઓછો થયો હતો. દેશ દુષ્કાળ અને અનાજની સમસ્યાથી પણ ઝઝુમી રહ્યો હતો. એવામાં બાળ દિવસ અંગે ઉત્સાહ જેવી કોઈ વાત ન હતી.
 • 1964થી માંડી 1971 સુધી આવું જ ચાલતું રહ્યું. 1966માં લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ ઈન્દિરાજીએ દેશની કમાન સંભાળી હતી. 1971માં આપણે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી નાંખ્યું.નવો બાંગ્લાદેશ બન્યો દેશમાં લીલી ક્રાંતિ આવી. જેનાથી દેશ કૃષિ ઉત્પાદન વધ્યું. ત્યારબાદ દેશમાં થોડો ઉત્સાહ આવ્યો. બાળ દિવસ પર શાળાઓમાં એ સમયે પણ લાડવા વહેચાતા હતા. રમત ગમતના ઘણા કાર્યક્રમ થતા હતા. રજાઓ હતી.
 • મને લાગે છે કે વાસ્તવમાં બાળકો માટે જે કામ થવું જોઈએ એ તો આજ સુધી બાકી જ છે. કેટલા બાળકો અશિક્ષિત અને કુપોષિત છે. આપણને માત્ર દિવસની ઉજવણી કરવાની પરંપરા નિભાવી રહ્યા છીએ. વાસ્તવમાં જે કામ જમીન પર થવું જોઈએ તે નથી થઈ રહ્યું.

કાર્યક્રમ યોજાયો પણ મહત્વ નહોતી ખબર

 • હું એ વખતે 9 વર્ષનો હતો. અમે ફિરોઝપુરમાં બાળ દિવસની ઉજવણી કરી રહ્યા હતા. બાળ દિવસ શાળામાં જ ઉજવાયો હતો. જો કે કોઈએ અમને આ દિવસના મહત્વ વિશે કોઈ જાણકારી આપી ન હતી.એ વખતે બાળકો દેશભક્તિના ગીતો ગાતા હતા, નહેરુ ટોપી પહેરી અને હાથમાં તિરંગો લઈને માર્ચ કરતા હતા.
 • મને આ પહેલાની એક રોચક ઘટના પણ યાદ આવે છે જ્યારે નહેરુજીનું નિધન થયું,તો તેની માહિતી રેડિયોના માધ્યમથી આપવામાં આવી હતી. અમારી ગલીમાં રેડિયો એક મીઠાઈ વાળાની દુકાન પર લાગેલો હતો અને ત્યાંથી જ તમામને તેમના પ્રિય વડાપ્રધાનના મૃત્યુના સમાચાર મળ્યા હતા.
 • તે સમાચારને ફેલાવવા માટે અમારો એક મિત્ર પણ હતો જેને આવીને આ અંગેની અમને જાણ કરી હતી, તેણે થોડા બાળકના રૂપે જ આ સમાચાર આપ્યા હતા.તેને કહ્યું કે, ચાચા નહેરુનું નિધન ત્યાં મીઠાઈ વાળાની દુકાન પર થઈ ગયું છે. તમામ લોકો આ સાંભળીને હેરાન થઈ ગયા હતા કે આ શું વાત કરી રહ્યો છે? નહેરુજી અહીંયા કેવી રીતે આવી ગયા? પછી ઘણા લોકોએ સમજાવ્યું કે બેટા નહેરુજીનું નિધન તો દિલ્હીમાં થયું છે, મીઠાઈવાળાની દુકાન પર નહીં. ત્યારબાદ દરેકને સમજાયું અને દરેકે ચાચાને શ્રદ્ધાંજલિ આપી.

સૈનિકનો દીકરો હતો, એટલે નહેરુએ ખોળામાં લીધો

 • 1964 પહેલા બાળ દિવસની ઉજવણી મોટા પાયે કરાતી હતી. ત્યારે દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં કાર્યક્રમનું આયોજન કરાતું હતું. જ્યાં શાળાના બાળકોને ભેગા કરીને અલગ અલગ કાર્યક્રમ કરાવાતા હતા. 1964માં નહેરુજીના નિધન બાદ બાળ દિવસ તેમની યાદમાં ઉજવાતો હતો. ત્યાર પછી બાળ દિવસનું સ્વરૂપ બદલાતું ગયું. કાર્યક્રમ મોટા પાયેથી સીધો શાળાના સ્તરે યોજાવા લાગ્યો.
 • મને આજે પણ એક કિસ્સો યાદ છે. 1963માં હું જબલપુરના સેન્ટ જોસેફ શાળામાં ભણતો હતો. ત્યારે નહેરુ જી બાળ દિવસ પર અમારી શાળામાં આવ્યા હતા. મારા પપ્પા આર્મીમાં હતા. 1962માં અમે ચીનથી હાર્યા હતા. ત્યારે સૈનિકોનો હોંસલો દરેક જગ્યાએ વધારાતો હતો. હું સૈનિકનો દીકરો હતો, એ વાતની ખબર પડી તો તેમને મને ખોળામાં લીધો અને વ્હાલ કર્યું.
X
Bal Diwas, Children's Day 2019 Special INTERVIEW: Pushpesh Pant Dr Madan Kataria On Chacha Jawaharlal Nehru 14 November

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી