• Home
  • Db Original
  • Automobile Industry Jobs Losses India: Slowdown in auto sales, India To Lose 10 Lakh Automobile Industry Sector Jobs

મંદી / ઓટો સેક્ટરમાં એક વર્ષથી મંદી, 10 લાખ નોકરીઓ ખતરામાં; કંપનીઓની GST ઘટાડવાની માગ

Automobile Industry Jobs Losses India: Slowdown in auto sales, India To Lose 10 Lakh Automobile Industry Sector Jobs

  •  જુલાઈમાં વાહનોના વેચાણમાં સતત 9માં મહિને ઘટાડો નોંધાયો, 18 મહિનાની ઓટો કંપનીઓના 286 શોરૂમ બંધ થયા 
  •  મારુતિ, હોન્ડા અને ટાટા જેવી કંપનીઓના વેચાણમાં 6 મહિનામાં 15%થી 44%નો ઘટાડો નોંધાયો 

Divyabhaskar.com

Aug 23, 2019, 03:58 PM IST

ડો. દેવેન્દ્ર શર્મા(નવી દિલ્હી/ ભોપાલ) ઓટો સેક્ટરમાં અંદાજે એક વર્ષથી મંદી ચાલી રહી છે. જુલાઈમાં વાહનોના વેચાણમાં સતત 9માં મહિનામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિયેશન(ફાડા)પ્રમાણે, મંદીના કારણે છેલ્લા ત્રણ મહિનામાં બે લાખ લોકોની રોજગારી છીનવાઈ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન મેન્યુફેક્ચર્સ(સિઆમ)ના મહાનિયામક વિષ્ણુ માથુરે ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે ઓટો ઈન્ડસ્ટ્રીએ 3.2 કરોડથી વધારે લોકોને રોજગારી આપી છે. મંદી ખતમ નહીં થાય તો નોકરીઓ પણ જશે. એક રિપોર્ટમાં ઓટો કંપોનેન્ટ મેન્યુફેક્ચર્સે આવનારા ઘણા મહિનાઓમાં 10 લાખ નોકરીઓ પર ખતરો હોવાની વાત કરી છે. ઈન્ડસ્ટ્રીના લોકોની માગ છે કે સરકારે ઓટોમોબાઈલ સેક્ટરમાં GSTનો દર 28%થી ઘટાડીને 18% કરવો જોઈએ.

 

સૌથી મોટું કારણઃ નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓનું રોકડ સંકટ- વાહન ખરીદવા માટે મોટી ખાનગી અને સરકારી બેન્કો સિવાય ફાઈનાન્સ કંપનીઓ પણ લોન આપે છે. આવી કંપનીઓને નોન બેન્કિગ ફાઈનાન્સ કંપનીઓ એટલે કે NBFC કહેવાય છે. બેન્કો પાસેથી લોન લેવામાં મુશ્કેલી પડતી હોય એવા ગ્રાહકો માટે નોન બેન્કિંગ કંપનીઓ જ મુખ્ય સહારો હોય છે. ઈન્ફ્રા, ફાઈનાન્સ અને ટ્રાન્સપોર્ટ સેક્ટર સાથે જોડાયેલી બેન્કિગ ફાઈનાન્સ કંપની ‘આઈએલ એન્ડ એફએસ’નું દેવું અને રોકડ સંકટ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સામે આવ્યું હતું. આ સાથે જ જુલાઈ 2018થી જૂન 2019 વચ્ચે ફાઈનાન્સિયલ સેક્ટરમાં મ્યુચુઅલ ફંડનું રોકાણ 64,000 કરોડ રૂપિયા ઘટી ગયું છે. આ જ કારણે NBFC રોકડાના સંકટ સામે ઝઝુમી રહ્યું છે. NBFCના સંકટના કારણે લોકોને ઓટો લોન મળવામાં મુશ્કેલી થઈ રહી છે. આ જ કારણે ઓટો સેલ્સ પર પણ અસર પડી રહી છે.

મે મહિનામાં કુલ વાહનોનું વેચાણ 20.5% ઘટ્યું,18 વર્ષનો સૌથી મોટો ઘટાડો- એક વર્ષમાં ઓટો ઈન્ડસ્ટ્રીમાં ઘટતી માગ મોટી મુશ્કેલી બની છે. નવેમ્બર 2018થી વેચાણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. મે મહિનામાં કુલ વાહનનું વેચાણ 20.55% ઘટી ગયું છે. જે 18 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. નવેમ્બર 2017થી એપ્રિલ 2019 સુધી 286 ડિલરોએ શોરૂમ બંધ કર્યા, જેનાથી 32,000 નોકરીઓ પર માઠી અસર પડી હતી. શરૂઆતના આંકડાઓ પ્રમાણે, જુલાઈના આંકડાઓમાં વેચાણ 30% ઘટી શકે છે. ત્રિમાસિકના આધારે જોવા જઈએ તો એપ્રિલ-જૂનમાં હોલસેલ વાહનોના વેચાણમાં 12.35% ઘટાડો નોંધાયો હતો. રિટેલ વેચાણ 6% ઘટી ગયું હતું. એપ્રિલ-જુનમાં મુસાફરી વાહનોના વેચાણમાં 18.42%નો ઘટાડો નોંધાયો છે.

કારના વેચાણમાં ગત 6 મહિનામાં 15%થછી 44%નો ઘટાડો નોંધાયો- ઓટો સેક્ટરમાં ઘરેલું બજારમાં 51% શેર ખરીદનારી મારુતિ સુઝુકીએ દેશમાં જાન્યુઆરીમાં 1.42 લાખ કારનું વેચાણ કર્યું હતું, પરંતુ 6 મહિનામાં જ વેચાણમાં 31%નો ઘટાડો નોંધાયો અને જુલાઈમાં તેની ફક્ત 98,210 કાર જ વેચાઈ. મારુતિ બાદ 16.2% સાથે બીજા સૌથી મોટા માર્કેટ શેર વાળી હ્યૂન્ડાઈ સાથે પણ આવું જ થયું. હ્યૂન્ડાઈએ જાન્યુઆરીમાં અંદાજે 45 હજાર કારનું વેચાણ કર્યુ, પરંતુ 15%ના ઘટાડા સાથે જુલાઈમાં તેને 39 હજાર કારનું જ વેચાણ કર્યું હતું.

 

સરકારે તાત્કાલિક પગલા લેવા જોઈએઃ ફોર્ડ ઈન્ડિયાના એમડી- ફોર્ડ ઈન્ડિયાના એમડી અનુરાગ મેહરોત્રાએ ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, ઓટોમોટિવ ઈન્ડસ્ટ્રી માટે આ સમય પડકારજનક છે. અંદાજે એક વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં ડી-ગ્રોથ જોવા મળી રહ્યો છે. રોકડની અછત, નબળું કન્ઝ્યૂમર સેન્ટીમેન્ટ, પ્રદુષણના માપદંડો અને નવા સુરક્ષા નિયમો જેવા કારણોથી ઓટો સેક્ટરમાં મંદી આવી છે. સરકાર જ્યાં સુધી માગ વધારવાના ઉપાય નહી કરે, ત્યાં સુધી પરિસ્થિતી બગડતી રહેશે.

સરકાર લિક્વિડિટી વધારોઃ ટોયોટા કિર્લોસ્કરના ડેપ્યુટી એમડી - ટોયાટો કિર્લોસ્કર મોટરના ડેપ્યુટી એમડી એન રાજાએ ભાસ્કરને જણાવ્યું કે, ઈન્સ્યોરન્સ કોસ્ટ વધવા, નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓના રોકડ સંકટ અને લોનના કડક નિયમોના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી મંદીમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી વર્ષે લાગુ થનારા બીએસ-6 નોર્મ્સ અંગે પણ ગ્રાહકોના મનમાં શંકાઓ છે. અમે ડિલર્સને વધુમાં વધુ સપોર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આશા છે કે સરકાર બેન્કોને રકમ આપીને લિક્વિડિટી વધારવા જેવા જરૂરી પગલા લેશે.

 

જાન્યુઆરીમાં કોમર્શિયલ વાહનોના વેચાણમાં 2.21%નો નફો થયો હતો

આગામી મહિનાઓમાં આવનારા પડકારો
1.બીએસ-6થી ખર્ચ વધશે, પેટ્રોલ ડીઝલ પણ મોંઘુ થયું તો વાહનોની માગમાં ઘટાડો થશે

એપ્રિલ 2020થી બીએસ-6ના માપદંડ પ્રમાણે બનાવેલું વાહન વેચવું જરૂરી હશે. વાહનોના નિર્માણથી ખર્ચમાં 20%નો વધારો થઈ શકે છે. જેનો બોજ ગ્રાહકો પર આવશે. વાહનોની કિંમતમાં 12%નો નફો થઈ શકે છે. બીએસ-6 સામે વધુ એક પડકાર એ છે કે તેના માટે ઓઈલ કંપનીઓએ પણ ફ્યૂલ અપગ્રેડ કરવું પડશે. જેના માટે ઓઈલ કંપનીઓ પર 30 હજાર કરોડ રૂપિયાનું ભારણ આવી શકે છે. જો ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમત વધારશે તો ઓટો સેક્ટરની ડિમાન્ડ પર તેની સીધી અસર પડી શકે છે.

2. વાહન રજિસ્ટ્રેશન ફી 10 થી 20 ગણી વધી શકે છે, જેનાથી વાહન મોંઘા બનશે

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના એક મુદ્દે મધ્યમ શ્રેણીના વાહનોની રજિસ્ટ્રેશ ફી હાલ 1,000 રૂપિયાથી વધારીને 20,000 સુધી કરવાનો પ્રસ્તાવ છે. ટ્રક અને બસોની ફી પણ આટલી જ કરવાનો વિચાર છે. હાલ પણ ફી 1,500 રૂપિયા છે. ટુ વ્હીલર વાહનો માટે ફી 50 રૂપિયાથી વધીને 1,000 રૂપિયા અને કાર માટે 600 રૂપિયાથી વધીને 5,000 કરવાનો વિચાર છે. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી બોડીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈસ મેન્યુફેક્ટર્સના પ્રેસિડેન્ટ રાજન બઢેરાના જણાવ્યા પ્રમાણે, રજિસ્ટ્રેશન ચાર્જ વધવાથી બજારની સ્થિતી વધુ ખરાબ બનશે. ફી વધવાની જગ્યાએ સરકારે ઈન્ડસ્ટ્રીના ગ્રોથ માટે યોગ્ય ઉપાયો કરવા જોઈએ.

 

3. બેરોજગારી વધશે
ડેટા ગ્રુપ CMIE પ્રમાણે, દેશમાં બેરોજગારીનો દર જુલાઈમાં 7.51% પહોંચી ગયો છે. ગત વર્ષે જુલાઈમાં 5.66% હતો. જેમાં મજૂરોના આંકડાઓ સામેલ નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ઓટો ઈન્ડસ્ટ્રીના કુલ GDPમાં 7% અને મેન્યુફેક્ચરિંગ GDPમાં 49% યોગદાન છે. પરિસ્થિતી સુધરશે નહીં તો ઓટો સેક્ટરમાં 10 લાખ નોકરીઓ જોખમાશે.

4. ઈન્ડસ્ટ્રીની માગ-GST ઘટીને 18% કરવામાં આવે ઓટો કન્પોનેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા પ્રમાણે, સમગ્ર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે GSTનો દર ઘટાડીને એક સમાન 18% કરવામાં આવે જેથી માગ વધે અને લોકોની રોજગારી છીનવાઈ નહીં. હાલ તો 70% ઓટો કન્પોનેન્ટ 18% GSTના હેઠળ આવે છે. 30 ટકા કન્પોનેન્ટ પર 28% GST લાગે છે. તમામ ઓટોમોબાઈલ્સ પર પણ જીએસટીનો દર આટલો જ છે. જેની પર 1%થી 15% સુધી શેષ પણ લાગુ થાય છે.

 
X
Automobile Industry Jobs Losses India: Slowdown in auto sales, India To Lose 10 Lakh Automobile Industry Sector Jobs
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી