• Home
  • Db Original
  • After delimitation (Parisiman), 10 per cent Voters May Increase; Will Benefit BJP

ડિબી ઓરિજિનલ / જમ્મુ-કાશ્મીરમાં મતદારોમાં 10%નો વધારો થઈ શકે છે, ભાજપને મોટો ફાયદોઃ એક્સપર્ટ્સ

After delimitation (Parisiman), 10 per cent Voters May Increase; Will Benefit BJP

  • આર્ટિકલ 35A હટાવ્યા બાદ અંદાજે 7 લાખ એવા મતદારો પણ વધશે, જેમણે વિધાનસભા ચૂંટણીમાં મતાધિકાર નહોતો
  •  નવા મતદારોમાં  દલિત, રેફ્યૂજી, ગોરખા અને રાજ્યની બહાર લગ્ન કરનાર મહિલાઓ પણ હશે

Divyabhaskar.com

Aug 08, 2019, 05:59 PM IST

નવી દિલ્હીઃ 35A એ જ આર્ટિકલ હતો જેના આધારે જમ્મુ-કાશ્મીરના બિન નાગરિકોને લોકસભા ચૂંટણીમાં વોટ કરવાનો તો અધિકાર હતો પણ તેઓ વિધાનસભામાં વોટ આપી શકતા ન હતા. આર્ટિકલ 370 ખતમ થતાની સાથે ઘાટીમાંથી 35A પણ હટી ગઈ છે. રાજ્યમાં હવે મર્યાદાના આધારે વિધાનસભા સીટો નવી રીતે નક્કી કરવામાં આવી છે. 87 બેઠકો વાળી વિધાનસભાથી લદાખની 4 બેઠકો હટાવ્યા બાદ પણ 7 બેઠકો વધી શકે છે. સાથે જ વર્ષના અંત સુધી થનારી વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોની યાદી અપડેટ કરવામાં આવશે. નિષ્ણાતો પ્રમાણે આર્ટિકલ 35A ખતમ થયાની અસર તેમા જોવા મળી શકે છે સાથે જ મતદારોની સંખ્યામાં 10%નો વધારો થઈ શકે છે.

આર્ટિકલ 35A હેઠળ શું કાશ્મીરના બિન નાગરિકોને વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર ન હતો?
આર્ટિકલ 35એ હેઠળ જમ્મુ -કાશ્મીરના બિન નાગરિકો ન તો રાજ્યમાં સ્થાયી થઈ શકતા હતા, ન તો ત્યાં સંપત્તિ ખરીદી શકતા હતા અને ન તો પંચાયતથી માંડી વિધાનસભામાં પોતાનો મત આપી શકતા હતા. તેમણે માત્રને માત્ર લોકસભાની ચૂંટણીમાં જ મત આપવાનો હક મળતો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં 72.59 લાખ મતદારો હતા. જેમાં 48.17 લાખ મતદારોએ વોટિંગ કર્યું હતું. 2019 લોકસભા ચૂંટણીમાં કુલ 78.44 લાખ મતદારો હતા. જેમાં 35.52 લાખ મતદારોએ વોટિંગ કર્યું હતું.

 

નિષ્ણાતોનું અનુમાન- મતદારોમાં 10%નો વધારો થશે

  • મતદારોની સંખ્યા અંગે નિષ્ણાતોની પણ અલગ અલગ ધારણાઓ છે. તેમના કહ્યાં પ્રમાણે, નવી મતદાર યાદીમાં મતદારોની સંખ્યા 7 લાખથી 15 લાખ સુધી વધી શકે છે.
  • રાજકીયે નિષ્ણાત કે, વિક્રમ રાવના જણાવ્યા પ્રમાણે, હવે અન્ય રાજ્યમાંથી આવીને જમ્મુ-કાશ્મીરમાં ઘણા કારણોસર 6 મહિના કરતા વધુ સમયથી રહેતા લોકોને પણ મતાધિકાર કરવાનો હક મળશે. એક અનુમાન પ્રમાણે આ કારણે જમ્મુ કાશ્મીરમાં 10% એટલે કે અંદાજે 7 લાખ વોટર્સ વધશે.
  • બંધારણના નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના વકીલ ડીકે દુબેના જણાવ્યા પ્રમાણે, મતયાદી અપડેટ થયા બાદ અંદાજે 15 લાખ મતદારો નવા જોડાશે. જેમાં દલિત, રેફ્યૂજી, ગોરખા અને એવી મહિલાઓ પણ સામેલ થશે , જેમણે રાજ્યની બહાર લગ્ન કર્યા હતા.
  • જમ્મુ-કાશ્મીર અધ્યન કેન્દ્રના પ્રબંધક ડો. રાઘવેન્દ્ર શર્માના જણાવ્યા પ્રમાણે, આઝાદી બાદ જે લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા અને એવા દલિતો જેમને જમ્મુમાં મોકલવામાં આવ્યા હતા. તેમણે 35Aના કારણે ત્યાંના નાગરિક ગણવામાં આવ્યા ન હતા. તે સમયે તેમની સંખ્યા દોઢ લાખથી ત્રણ લાખની આસપાસ હતી. હવે અનુમાન છે કે તેમની સંખ્યા 12 લાખ અથવા તેનાથી વધારે પણ હોઈ શકે છે.

વિધાનસભા ચૂંટણીમાં કોણે ફાયદો થઈ શકે છે?

  • નિષ્ણાત વિક્રમ રાવના જણાવ્યા પ્રમાણે, આર્ટિકલ 370 અને 35A હટી જવાથી જમ્મુ કાશ્મીરમાં સૌથી મોટું પરિવર્તન વોટર્સમાં જ થશે, જેની હાલ કોઈ ચર્ચા નથી કરાઈ રહી. જમ્મુ-કાશ્મીરમાં 10% મતદારો વધ્યા તો તેનો સૌથી મોટો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળવાની શક્યતાઓ છે.
  • 2014માં વિધાનસભામાં ભાજપનો વોટ શેર 23.2% હતો જે 2019ની લોકસભામાં લગભગ બમણો થઈને 46.40%એ પહોંચી ગયો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં આ વોટ શેર 32.6% હતો. ભાજપે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં 3-3 સીટો અકબંધ રાખી હતી. આ બેઠકો જમ્મુ, ઉધમપુર અને લદાખ છે. લદાખમાં અંદાજે પોણા બે લાખ મતદારો છે.

મર્યાદા અને મતદારો પ્રમાણે કેવી રીતે ગણિત બદલાઈ શકે છે?

  • જમ્મુ કાશ્મીરમાં પહેલા 87 વિધાનસભાની બેઠકો હતી. લદાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ 4 સીટો ઓછી થઈ જશે. વધેલી 83 બેઠકોની સંખ્યાની મર્યાદા બાદ 90 સુધી પહોંચવાની શક્યતાઓ છે. એટલે કે વિધાનસભામાં 7 બેઠકો વધી શકે છે. અત્યારે સમગ્ર કાશ્મીરમાં 46 વિધાનસભા અને ત્રણ લોકસભા બેઠકો છે. જમ્મુમાં 37 વિધાનસભા અને બે લોકસભા બેઠકો છે. વધુ 24 વિધાનસભાની સીટોને POKની માનીને રાખવામાં આવી છે.
  • કાશ્મીરની આબાદી 68.88 લાખ છે, જે રાજ્યની જનસંખ્યાના 55% છે. જ્યારે રાજ્યના કુલ ક્ષેત્રફળમાં તેનો ભાગ ફક્ત 16% છે. એટલે કે કાશ્મીરમાં એક ધારાસભ્ય પ્રતિ 349 ચોરસ કિમી પર ચૂંટવામાં આવે છે, જ્યારે જમ્મુમાં એક ધારાસભ્ય 710 ચોરસ કિમી પર ચૂંટાવામાં આવે છે. જો આ મર્યાદા આ અસંતુલન દુર થયુ તો PDP અને નેશનલ કોન્ફરન્સને પોતાના દબદબા વાળા વિસ્તારમાં નુકસાન થઈ શકે છે. કાશ્મીરની આબાદી 54 લાખ છે. જેમાં 96% મુસ્લિમ અને 2.5% હિન્દુ છે. સાથે જ જમ્મુની આબાદી 44 લાખ છે. જેમાંથી 62.2% હિન્દુ અને 33.5% મુસ્લિમ છે.

લોકસભા બેઠકોમાં ફેરફાર કેમ નહીં થઈ શકે?
એક બિલ સંસદમાં પસાર થઈ ચુક્યું છે, જેના હેઠળ લોકસભામાં ચૂંટણી વિસ્તારોનું 2026 સુધી કોઈ ફેરફાર ન કરી શકાય. જો કે આમા એક શક્યતા છે કે જો જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ (જેમને હવે રાજ્યપાલ કહેવામાં આવશે)તે ભલામણ કરે તો સંસદ તેમા પણ ફેરફાર કરી શકે છે.

X
After delimitation (Parisiman), 10 per cent Voters May Increase; Will Benefit BJP
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી