• Home
  • Dvb Original
  • Adulterated Milk Mawa; 700 Milk Samples Failed Purity Test In Madhya Pradesh

ભેળસેળ કૌભાંડ / મધ્યપ્રદેશમાં 2 મહિનામાં દૂધના 1400માંથી 700 સેમ્પલમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું

Adulterated Milk Mawa; 700 Milk Samples Failed Purity Test In Madhya Pradesh

  • ભિંડ-મુરૈના-ઉજ્જૈન જિલ્લામાં 100થી વધુ ગામોમાં ભેળસેળ દૂધ-માવો તૈયાર થઈ રહ્યો છે 
  •  ઉજ્જૈન-ચંબલના નકલી દૂધ અને માવા-પનીરની માંગ ઉત્તરપ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન ,ગુજરાત સુધી 

Divyabhaskar.com

Sep 29, 2019, 02:45 PM IST

પ્રમોદ કુમાર ત્રિવેદી(ભોપાલ). મધ્યપ્રદેશના અડધા જિલ્લાઓમાં ભેળસેળ યુક્ત દૂધનો વેપાર ચાલી રહ્યો છે. અહીં દરેક દુકાનોમાં દૂધ અને દૂધમાંથી બનાવેલી ચીજ વસ્તુઓ મળી રહી છે. ખાદ્ય સુરક્ષા અને નિયંત્રકના આંકડાઓ ભેળસેળનો આ ધંધો ઠેર ઠેર આખા રાજ્યમાં ચાલી રહ્યો હોવાનો પુરાવો છે. ભિંડ, મુરૈના અને ઉજ્જૈનમાં ઘણા ક્વિંટલ મિલાવટી દૂધ, ઘી, માવા, પનીર ઝડપાતા સ્વાસ્થ્ય વિભાગે રાજ્યભરમાં દરોડા પાડવાની કાર્યવાહી કરી દુકાનોમાંથી સેમ્પલ લીધા હતા. બે મહિનામાં 5 હજારથી વધુ સેમ્પલ લેવાયા છે. જેમાં 1409 સેમ્પલ લેબમાંથી આવેલા રિઝલ્ટ ચોંકવાનારા હતા. જેમાંથી 700 ફેઈલ થઈ ગયા હતા.

આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જવાની તૈયારી
મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી તુલસી સિલાવટના કહ્યા પ્રમાણે, આ આંકડાઓ જણાવે કે ભેળસેળ વાળી સામગ્રી છેલ્લા ઘણા વર્ષોથી વેચાઈ રહ્યો હતો. હવે કાર્યવાહી થઈ અને ઈમાનદારીથી લેબમાં તપાસ થઈ ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે. દેશમાં પહેલી વખત ભેળસેળ કરનારાઓ પર રાસુકા(રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લગાવી દીધો છે. હવે આ કેસોને ફાસ્ટટ્રેક કોર્ટમાં લઈ જવાશે. કાયદામાં ફેરફાર કરવા અંગે પણ પ્રસ્તાવ તૈયાર કરાયો છે. જે મિલાવટનો સામાન બનાવશે અથવા વેચશે, તેના માટે આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે.

ચંબલ, ગ્વાલિયર, માલવામાં ભેળસેળવાળા દૂધનો મોટા પાયે વેપાર થઈ રહ્યો છે
ભાસ્કરે મધ્યપ્રદેશમાં ડેરી ઉદ્યોગમાં ભેળસેળના વેપારની તપાસ કરી હતી. તથ્યો દ્વારા ખુલાસો થયો હતો કે, ચંબલ, ગ્વાલિયર, માલવામાં ભેળસેળવાળપં દૂધ અને તેમાંથી બનાવેલી સામગ્રીનો મોટા પાયે વેપાર થઈ રહ્યો છે. જ્યારે કાર્યવાહી થઈ તો રાજ્યના મોટા મોટા શહેરોમાં ચાલી રહેલા આ વેપારનો પણ ઘટસ્ફોટ થયો હતો. ભેળસેળ દૂધ-મિઠાઈ-ઘી બનાવનારા ખજૂરાહો, ખંડવા, બુરહાનપુર, ભોપાલ, સતના, પન્ના, ધાર, નીચમ, સિંગરૌલી, સિવની, રાયસેન, વિદિશા, મુરૈનામીં પણ ઝડપાયા. જેમાંથી મોટાભાગના લોકો રાસુકા લાગવાની જાણ થતાની સાથે જ ફરાર થયા હતા. રાજ્યમાં ફક્ત ભેળસેળ દૂધના વેપારમાં જ 2.75 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી છે જેના કારણે ધંધો ચાલી રહ્યો છે.

મુરૈનામાં 4.5 લાખ ઉત્પાદન, પરંતુ 9 લાખ લિટર દૂધનો સ્પલાઈ
ચંબલ વિસ્તારના મુરૈનામાં દુધારા પશુઓની સંખ્યા 2 લાખ 30 હજાર છે. અહીં આ પશુઓ 4.5 લાખ લિટર દૂધનું ઉત્પાદન કરે છે, પરંતુ સ્વાસ્થ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે અહીંથી 9 લાખ લિટર દૂધનો સપ્લાઈ થાય છે. અહીંની ખાસ વાત તો એ છે કે અહીં 10થી વધારે ચિલર પ્લાન્ટ છે, જે ગામના લોકોથી તો 35થી 45 રૂપિયા લિટર સુધી દૂધ લે છે, પરંતુ ઉત્તરપ્રદેશમાં આ જ દૂધને 40 રૂપિયા લિટરમાં પણ વેચી દે છે. આ લોકો 5 રૂપિયા લિટરનું નુકસાન નથી ભોગવતા પણ ભેળસેળ વાળું દૂધ બનાવીને 25 રૂપિયા લિટરનો ફાયદો ઉઠાવે છે. મુરૈનાનો દૂધનો સૌથી મોટો વેપારી આગરામાં છે, જે ભોલેના દૂધ પ્લાન્ટ ચલાવે છે. તે મુરૈનાથી દરરોજ 8 લાખ લિટર સુધીનું ભેળસેળ વાળું દૂધ લે છે. આ ઉપરાંત નોઈડા, મેરઠ અને તેની આસપાસના શહેરોમાં આ ભેળસેળવાળા દૂધનો સપ્લાઈ થાય છે.

ડેરીમાં ભેળસેળ વાળું દૂધ બની રહ્યું છે
મલાઈ કાઢીને વધેલા દૂધમાં પાણી ભેળવી દેવાય છે. દૂધને સફેદ કરવા માટે ડિટર્જન્ટ ભેળવવામાં આવે છે. દૂધમાં ફેટ વધારવા માટે રિફાઈન્ડ તેલ ભેળવી દેવાય છે. મીઠાસ માટે ગ્લુકોઝ પાઉડર ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત નાઈટ્રોક્સ કેમિલક નાંખવામાં આવે છે. આ પ્રકારે ભેળસેળવાળું દૂધ તૈયાર થઈ જાય છે.

ભિંડમાં 2 લાખ લિટર ભેળસેળવાળું દૂધ
મધ્યપ્રદેશનું ચંબલ ભેળસેળવાળા દૂધનું બજાર બની ગયું છે. અહીંથી જિલ્લાના 80 કરતા વધુ ગામોમાં દરરોજ 2 લાખ લિટર ભેળસેળવાળું દૂધ તૈયાર કરવામાં આવે છે. સાથે જ ઉજ્જૈનમાં એક લાખ લિટર ભેળસેળવાળું દૂધ બનાવીને મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં પણ સપ્લાઈ કરવામાં આવે છે. પશુપાલન વિભાગના જણાવ્યા પ્રમાણે, ભિંડમાં 1 લાખ 3 હજાર 489 ગાય ભેંસ છે. જેના દ્વારા દરરોજ 3 લાખ લિટરના દૂધનું ઉત્પાદન થાય છે. જિલ્લામાં દરરોજ 6 લાખ લિટર દૂધનો વપરાશ થાય છે. એવામાં જિલ્લામાં જ અંદાજે 3 લાખ લિટર ભેળસેળવાળું દૂધ આપવામાં આવી રહ્યું છે. જિલ્લાની બહાર ટેન્કરોથી દૂધનો સપ્લાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત માવા-પનીર-ઘી બનાવવા માટે અલગથી ભેળસેળવાળું દૂધ બનાવાય છે.

દરરોજ ત્રણ કરોડની કમાણી કરવાની લાલચમાં ઝેર વેચી રહ્યા છે
ગ્રામ્ય વિસ્તારોમાંથી ડેરી પર 35થી 40 રૂપિયા લિટરના ભાવે દૂધનો સપ્લાઈ કરવામાં આવે છે. ભેળસેળવાળું દૂધ બનાવવાનો ખર્ચ 10-15 રૂપિયા થાય છે. આ પ્રકારે ડેરીઓમાંથી ટેન્કરોમાં ભરીને બહાર દૂધ મોકલવામાં આવે તો તેમને 1 લિટર દૂધ પર 25 રૂપિયા સુધીનો નફો થાય છે. આ પ્રકારે 11 લાખ લિટર ભેળસેળ યુક્ત દૂધમાંથી દરરોડ 2 કરોડ નફો થાય છે. એક કિલો માવો અથવા પનીર અંદાજે 90 રૂપિયામાં તૈયાર થઈ જાય છે. બજારમાં તેની કિંમત 175-200 કિલો સુધીની હોય છે. આ પ્રકારે તેમાં બમણો નફો મળે છે. અંદાજે 10 હજાર કિલો માવા-પનીર પર 100 રૂપિયા પ્રતિ કિલોના હિસાબથી 10 લાખ રૂપિયાની કમાણી કરે છે. ભેળસેળ ઘીનું સપ્લાઈ સમગ્ર દેશમાં કરે છે અને એક કિલો ભેળસેળ વાળા ઘી પર 200ની કમાણી કરે છે. આ પ્રકારે સાડા સાત હજાર કિલો ઘી પર અંદાજે 15 લાખની દરરોજ કમાણી કરે છે. દૂધમાંથી 2 કરોડ 75 લાખ ઘીમાંથી 15 લાખ અને માવા-પનીરમાંથી 10 લાખ એટલે કે ત્રણ કરોડ રૂપિયા દરરોજની કમાણી થાય છે. વેપારીઓ પણ કમાણીની લાલચમાં આ રેકેટમાં સામેલ થઈ જાય છે. બજાર ભાવથી ઘણા ઓછા ભાવે દૂધ અને દૂધમાંથી બનાવેલી સામગ્રી મળવાના કારણે અન્ય રાજ્યોમાં પણ ભેળસેળ વાળા દૂધ-માવાની માંગ વધે છે.

પડોશી રાજ્યોમાં ભેળસેળ કરનારાઓ
દૂધ, માવા, પનીર અને ઘીના વેપારીઓ ફક્ત મધ્યપ્રદેશમાં જ ભેળસેળયુક્ત સામાન વેચી રહ્યા છે, પરંતુ મધ્યપ્રદેશથી ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સુધી તેમની શાખાઓ છે. આ લોકો 40 રૂપિયા લિટરમાં દૂધ અને 175થી 200 રૂપિયા કિલોમાં માવા-પનીર આપે છે. સસ્તાની લાલચમાં અન્ય રાજ્યના વેપારીઓ પણ ભેળસેળવાળા સામનના ધંધામાં ભાગીદાર બની ગયા છે. ભેળસેળવાળા ઘીમાં વેપારીઓ એક કિલોમાં 150થી 500 રૂપિયાની કમાણી કરે છે, એટલા માટે જ મધ્યપ્રદેશના ઘીની માંગ આ રાજ્યોમાં સૌથી વધારે છે.

આગરા-દિલ્હીમાં ભિંડના દૂધની માંગ
ભિંડના ભેળસેળવાળા દૂધ અને માવાની માંગ ઉત્તરપ્રદેશના આગરા દિલ્હી, જયપુરમાં સૌથી વધારે છે. અહીં ભેળસેળવાળા દૂધમાંથી ઘી તૈયાર કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશભરમાં મોકલવામાં આવે છે. અને આ તમામ ધંધાઓ પર કાર્યવાહી કરવા માટે તહેવારોના દિવસોનું જ મુહર્ત નીકળે છે. આ દરમિયાન ખાદ્ય સુરક્ષા અધિકારી નામની જ કાર્યવાહી કરે છે. જેનો રેકોર્ડ તૈયાર કરીને મુખ્યાલય ખાતે મોકલવામાં આવે છે. ત્યારબાદ આખા વર્ષ દરમિયાન ભેળસેળની આ રમત ચાલતી રહે છે.

ભિંડમાં ભેળસેળવાળા દૂધના ઠેકાણા
ભિંડમાં હાઉસિંગ કોલોની, કૃષ્ણા ટોકીજ પાસે, ઈમલી વાલી ગલી, અટેર રોડ, ચરથર, નુન્હાટા, જામના, બારાકલાં, રેલવે સ્ટેશન પાસે, ઉદોતપુરા, મુરલીપુરા, જાવસા, મસૂરી, બવેડી, દબોહ તથા ગ્વાલિયર રોડ પર ઘણા સ્થળોએ ભેળસેળ વાળું દૂધ તૈયાર થાય છે.

બે મહિનામાં 20 પર રાસુકા, 73 FIR
ખાદ્ય અને ઔષધિ પ્રશાસનના સંચાલક અને નિયંત્રક રવિન્દ્ર સિંહના જણાવ્યા પ્રમાણે બે મહિના પહેલા સ્વાસ્થ્ય વિભાગ સાથે STFએ ભિંડ અને મુરૈનામાં લાખો લિટર ભેળસેળવાળા દૂધ અને કેમિકલને જપ્ત કર્યું હતું. આવડા મોટા પાયે ચાલી રહેલા આ વેપારના સંચાલનને જોઈને સરકારે 19 જુલાઈએ ભેળસેળ કરનારાઓ વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. આ બે મહિનામાં સરકારે ભેળસેળ કરનારા 20 લોકો સામે રાસુકા એક્ટ હેઠળ કાર્યવાહી કરી તો 73 વિરુદ્ધ ભેળસેળ યુક્ત સામાન વેચવા અંગે એફઆરઆઈ કરી હતી. અભિયાનમાં 5155 નમૂનાઓ લેવાયા હતા.

એક પણ ભેળસેળ કરનારને છોડવામાં નહીં આવે
મધ્યપ્રદેશના સ્વાસ્થ્યમંત્રી તુલસી સિલાવટના જણાવ્યા પ્રમાણે, આ ભેળસેળ છેલ્લા 15 વર્ષથી ચાલી રહી હતી, અમે તો સરકારમાં આવ્યા બાદ તેની પર અંકુશ લગાવ્યો છે. દેશમાં પહેલી વખત આવું થયું છે કે અમે ભેળસેળવાળું દૂધ બનાવનારાઓ પર રાસુકા લાગુ કર્યો છે. અમે ભેળસેળના કેસો માટે ફાસ્ટટ્રેક કોર્ટ અને ઉંમર કેદની સજાની જોગવાઈ કરવા જઈ રહ્યાં છે. શહેરોમાંથી ગામ તરફ ભેળસેળ કરનારાઓ ભાગી જશે તો તે પણ બચશે નહીં. અમે ઘરમાંથી શોધી લાવીશું.

X
Adulterated Milk Mawa; 700 Milk Samples Failed Purity Test In Madhya Pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી