ડ્રોન નજારો / એટલે જ નર્મદા કેનાલ છે લાઇફ લાઇન ઓફ ગુજરાત

That is why the Narmada Canal is the Life Line of Gujarat

Divyabhaskar.com

Sep 14, 2019, 10:43 AM IST
નર્મદા: નર્મદા ડેમ હાલ ઉપરવાસના વરસાદની આવકના પગલે 137.91 મીટરની સપાટીએ પહોંચી ગયો છે. છેલ્લા મહિનાથી નર્મદા ડેમમાં પાણીની આવક સતત ચાલુ રહેતાં ડેમમાંથી હાલમાં 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જેના પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. તો સાથે સાથે આર.બી.પી.એચ અને સી.એચ.પી.એચના તમામ યુનિટો વીજ ઉત્પાદન માટે કાર્યરત કરી દેવામાં આવ્યા છે. કેનાલ હેડ પાવર હાઉસના તમામ યુનિટો ધમધમતા અને કેનાલમાં પણ પાણી છોડવામાં આવતા નર્મદાની મુખ્ય કેનાલ પણ છલોછલ વહી રહી છે. ઉપરોક્ત તસવીર હાલોલ નજીક આવેલા આસોજ ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલની છે. ડ્રોનથી લેવાયેલી તસવીરમાં નર્મદાના ધસમસતા નીરથી છલોછલ મુખ્ય કેનાલ જણાય છે.
X
That is why the Narmada Canal is the Life Line of Gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી