સંદર્ભ / આજે સવાલ મોદી V/S અર્થતંત્રનો છે

Today, the question is Modi's V / S economy

શેખર ગુપ્તા

Sep 24, 2019, 07:35 AM IST

અનેક વર્ષોના પત્રકારત્વ દરમિયાન હું એવા દેશોમાં ગયો છું જ્યાં લોકોને પોતાની સરકાર વિરુદ્ધ બોલવાની એટલી આઝાદી નથી હોતી, જેવી લોકશાહીમાં હોય છે. તેનાથી મને એક શીખ મળી છે કે કઠિન સમયમાં ફક્ત હાસ્ય અને વ્યંગ જ વિકસિત થાય છે. સોવિયત શાસનમાં મોસ્કોની દુકાનો અને ગલીઓમાં લોકો સરકારની ટીકા કરતા હતા, પરંતુ ફક્ત કાનાફૂસીના રૂપમાં. જોકે, કાલે થતી હતી એવી કાનાફૂસી આજે વોટ્સએપ પર ફોરવર્ડ થાય છે કારણ કે કોઈ નથી જાણતું કે આ ટુચકા અને વ્યંગ સૌથી પહેલાં કોણે બનાવ્યા. નાણામંત્રી એક પછી એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યાં છે. તેમની નવી જાહેરાત 1.45 લાખ કરોડની ટેક્સ છૂટની છે.


મોદી સરકારની અર્થનીતિ પર બનેલા અનેક વ્યંગ અને મીમ મારા ઈનબોક્સમાં પડ્યા છે. સંભવત: તમારી પાસે પણ હશે. તેમાં એ મહારાજાની પણ વાત છે જે પોતાના હાથીને ખૂબ પ્રેમ કરતો હતો. એક દિવસ હાથી બીમાર પડ્યો. દુ:ખી રાજાએ જાહેરાત કરી કે જો કોઈએ એમ કહ્યું કે હાથી મરી ગયો છે તો તેનું માથું કાપી લેવાશે, પરંતુ જે થવાનું હતું તે થયું.


કોઈનામાં રાજાને સત્ય કહેવાની હિંમત ન હતી. છેવટે મહાવતે હિંમત કરીને રાજાને કહ્યું કે, હાથી ના તો કંઈ ખાય છે, ના ઊઠે છે, શ્વાસ લે છે અને ના તો કોઈ પ્રતિક્રિયા આપે છે. રાજાએ પૂછ્યું કે, તારા કહેવાનો અર્થ એ છે કે હાથી મરી ગયો છે? મહાવતે જવાબ આપ્યો કે એવું તો ફક્ત તમે કહી શકો છો.


અહીં આપણું અર્થતંત્ર જ પેલો હાથી છે. સરકારના અનેક મંત્રી પોતપોતાની રીતે કહે છે કે હાથી સંભવત: મરી ગયો છે. હવે માર્ક ટ્વેઈનના કહેવા પ્રમાણે ભારતીય અર્થતંત્રના મોતનો રિપોર્ટ ખૂબ ખરાબ છે. તે ગંભીર અને ખતરનાક રીતે બીમાર છે. અનેક નાણાકીય સંસ્થાઓ મુશ્કેલીમાં છે. જૂનથી અત્યાર સુધી રોકાણકારોના રૂ. 11 લાખ કરોડ ડૂબી ગયા છે. આ ઉપરાંત પહેલા તબક્કામાં બેન્કોને સરકારે આપેલી મૂડી પણ સાફ થઈ ગઈ છે. ફક્ત એક સારી વાત મોંઘવારી દર છે, પરંતુ તે પણ એટલો ઓછો છે કે તેને ઉદાસી જ કહી શકાય.


આ મુદ્દે સરકારનો જવાબ ત્રણ પ્રકારનો હોઈ શકે છે. પહેલો એ કે, આ બધી અફવા છે અને મોદીવિરોધીઓ તે ફેલાવી રહ્યા છે. બીજો જવાબ નાણામંત્રી વધુ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ કેટલીક જાહેરાતો કરી દે એ હોઈ શકે.


કોઈ યોજના વિના ભારે ભરખમ ટેક્સમાં છૂટની જાહેરાત પણ કરી શકે. પરંતુ જ્યાં સુધી સરકાર આ છૂટના બદલે પોતાના ખર્ચમાં ઘટાડો ના કરે અને કોઈ મોટાં પગલાં ના લે ત્યાં સુધી તે કરન્સી પ્રિન્ટ કરશે અથવા લોકો પર પરોક્ષ ટેક્સ લગાવશે. પરંતુ તેના કારણે મુશ્કેલી તો વધશે જ. ત્રીજો અને સૌથી મહત્ત્વનો જવાબ છે, આ તો મોદીના બીજા કાર્યકાળની શરૂઆત છે. મોદી છેલ્લાં 70 વર્ષથી સર્જાયેલી સમસ્યાઓને ઉકેલી રહ્યા છે. એટલે જ તેમણે ત્રણ તલાક અને કલમ 370ને ખતમ કરી છે અને નવેમ્બર સુધી તો રામમંદિરનું નિર્માણ પણ શરૂ થઈ જશે. ત્યાર પછી મોદી અર્થતંત્રનું સુકાન પોતાના હાથમાં લઈ લેશે. તમે જાણો છો કે મોદી કોઈ ચીજને હાથમાં લે પછી કશું પણ હાંસલ થઈ શકે છે. હું ફક્ત આશા અને પ્રાર્થના કરી શકું છું કે આ વાત સાચી હોય.


બીજો પણ એક વિચાર થઈ શકે કે, સંભવત: અર્થતંત્રમાં ઝડપથી કોઈ સુધારો ના થાય, પરંતુ લોકો દેશહિતમાં મોદી માટે બલિદાન આપી શકે છે. આ વાતને 'ધ પ્રિન્ટ'ના એક કાર્યક્રમમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે બહુ ચતુરાઈથી વ્યક્ત પણ કરી. તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદનો ઊભરો હોય ત્યારે લોકો આર્થિક બલિદાન સહર્ષ સ્વીકારી લે છે. એ સ્થિતિમાં કોઈ ધક્કો પણ એકજૂટતાનું કારણ બની જાય છે.


હાલમાં જ 'વિક્રમ' ચંદ્ર પર યોગ્ય રીતે ઉતરાણ ના કરી શક્યું, તોપણ આખો દેશ એક હત. તેનો અર્થ એ છે કે ભલે અર્થતંત્ર ડગમગતું હોય, સમયાંતરે થતી જાહેરાતો મોદીની લોકપ્રિયતાને જાળવી રાખશે. ઉદાહરણ તરીકે, હ્યુસ્ટનમાં હાઉડી મોદી નાઈટમાં લોકોનો મૂડ જુઓ.


મોદીની સતત લોકપ્રિયતાએ પરંપરાગત રાજકીય વિશ્લેષકોને વિચલિત કરી દીધા છે. ભારતે તેમને નોટબંધી માટે પણ માફ કરી દીધા. દેશમાં રોજગારી નથી, પરંતુ તેનાથી તેમને ચૂંટણીમાં નુકસાન નથી થયું. નલ સે જલ, આયુષ્માન ભારત અને ઉજ્જ્વલા જેવી અનેક યોજનાઓના કારણે સામાન્ય લોકોનો મોદી પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહેશે, એવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ તેમાં એક મુશ્કેલી છે. પહેલા કાર્યકાળમાં મોદી પાસે આ યોજનાઓ માટે પૈસા હતા, જ્યારે હવે વિકાસ વિના વધુ ભંડોળ ભેગું કરવું અશક્ય છે.


આ પહેલાં ફક્ત ઈન્દિરા ગાંધીને જ આવી લોકપ્રિયતા મળી હતી. બાંગ્લાદેશની મુક્તિ પછી તેમની લોકપ્રિયતા ચરમસીમાએ હતી, પરંતુ તેમણે ડાબેરી પ્રભાવમાં મોટી આર્થિક ભૂલો કરી દીધી. તેમની નીતિઓ ગરીબોમાં લોકપ્રિય હતી, પરંતુ ધનવાનોને નુકસાન પહોંચાડી રહી હતી. આ વાતે નિર્મલા સીતારામનના બજેટને પણ પ્રેરિત કર્યું અને સીધો કર 42.7 ટકા થઈ ગયો.


વિચાર એ હતો કે, જે નીતિએ 1969થી 1973 સુધી ઈન્દિરા માટે કામ કર્યું તે હવે આપણા માટે કામ કરશે. જે ઈન્દિરાએ 1973 સુધી કોઈ ભૂલ ના કરી, તે 1974ના મધ્યથી કશું જ યોગ્ય નહોતા કરી રહ્યાં. તેમનાં રાષ્ટ્રીયકરણ અને રાષ્ટ્રવાદે અર્થતંત્રને બરબાદ કરી નાંખ્યું હતું. તેમની અધોગતિ પણ ભવ્ય રહી. આરબ-ઈઝરાયલ યુદ્ધ અને ઓપેકના પ્રભાવમાં તેલની કિંમતોમાં થયેલો વધારો તેમના માટે નુકસાનકારક રહ્યો. ત્યારે પોખરણ-1, સિક્કિમનો વિલય જેવા રાષ્ટ્રવાદી કાર્યક્રમ પણ લોકોને બલિદાન કરવા પ્રેરી ના શક્યા.


હોઈ શકે કે મોદી ઈતિહાસ દોહરાવવા ના દે. તેમના સમર્થકો કહે છે તેમ તેઓ અર્થતંત્રની જવાબદારી લેશે અને ચમત્કાર કરી દેશે. આપણે ફક્ત આશા રાખી શકીએ છીએ કે આ બીજી વાત હકીકત ના બની જાય.

X
Today, the question is Modi's V / S economy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી