બામુલાહિજા / રાષ્ટ્રવાદી પ્રતીકોની સાથે મુસ્લિમોના દેખાવો

The views of Muslims along with the nationalist symbols

  • તેઓ હવે પોતાના પરંપરાગત વસ્ત્રો પહેરવાથી કે પોતાની દેશભક્તિ દેખાડવાથી ડરતા નથી

Divyabhaskar.com

Dec 24, 2019, 07:41 AM IST
ભારતે લેખિકા અરુધંતી રૉયના આભારી હોવું જોઇએ. તેમણે એકલાંએ પોતાના બળે દેશને સશસ્ત્ર માઓવાદીઓના બળવાથી બચાવી લીધો. એવું ત્યારે થયું જ્યારે તેમણે માઓવાદીઓને 'બંદૂકધારી ગાંધીવાદી' ઠેરવ્યા. તેણે માઓવાદીઓ પ્રત્યે જે થોડી ગણી સહાનુભૂતિ હતી તેને દફનાવી દીધી. માર્કેટિંગની એક કહેવત છે કે 'જૂઠ કરતા ઝડપથી કંઇ જ પડતું નથી.' તમે એક સાથે માઓવાદી અને ગાંધીવાદી ન હોઇ શકો. દિલ્હીમાં જામા મસ્જિદનાં પગથિયાં પર ગત શુક્રવારે જે હજારો મુસ્લિમો એકત્રિત થયા હતા તેમને જોઇ હું વિચારી રહ્યો હતો કે અરુંધતી તેમને શું નામ આપશે? આ મુસ્લિમ છે, મુસ્લિમોની જેમ જ વસ્ત્રો પહેરે છે.
અમે એના પર એટલા માટે ભાર મૂકી રહ્યા છીએ કારણે કે આપણા વડાપ્રધાને તાજેતરમાં જ ઇશારો કર્યો હતો કે લોકો જે કપડાં પહેરે છે, તે તેમના ઇરાદાનો સંકેત આપે છે. તેમના હાથોમાં તિરંગો છે, બંધારણ છે, અનેકની પાસે બાબાસાહેબ આંબેડકરનાં ચિત્ર છે, તો કેટલાકની પાસે ગાંધી છે. તેઓ 'જન ગણ મન' ગાઇ રહ્યા છે અને હિન્દુસ્તાન જિંદાબાદનાં સૂત્રો પોકારી રહ્યાં છે. શું થાય છે, જ્યારે ગણતંત્રનું સૌથી મોટું લઘુમતી જૂથ (6-7 ભારતીયમાંથી એક) પોતાની સૌથી પવિત્ર મસ્જિદના પગથિયાં પર એકઠા થઇ કહે છે કે સૌથી પહેલાં અમે ભારતીય છીએ, તેઓ બંધારણ, દેશના ધ્વજ અને રાષ્ટ્રગાનમાં આસ્થા રાખે છે અને આ વિચારને ફગાવી દે છે કે કોઇ આ ગણરાજ્યને નવેસરથી પરિકલ્પિત કરે. પછી ભલે તેને ગમે તેટલી મોટી બહુમતી કેમ ન મળી હોય.
ઊંડાણપૂર્વક વિચારીએ તો ભારત શું બદલાઇ ગયું છે. મુસ્લિમ દેશભક્તિ અંગે બહુમતી લોકોના પ્રથમ દાવા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. આ ઘણું બધું એવું જ છે, જેવું બ્રિટનમાં ચાર દાયકા પહેલાં રંગભેદના ફેલાવાની સાથે ત્યાંના ભારતીયો કહેતા હતા કે 'ગમે તે થઇ જાય, અમે અહીં જ રહેવાના છીએ. કોઇ તેમનાથી લડી શકતો નથી. કોઇને તેમના પર ગોળી ચલાવવાનો અધિકાર નથી. જો આજની ભાષામાં કહીએ તો મારો દેશ બદલાઇ રહ્યો છે, મિત્રો! તમે એને સીએએ અને એનઆરસી, નાગરિક અને શરણાર્થી વચ્ચેનો નજીવો ભેદ સમજાવી ન શકો. તમે 2021ની બંગાળ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા પહેલાં જ ઘણું બધું કહી ચૂક્યા છો. તમે બે ચીજો મેળવવા માટે આ પગલાં લઇ રહ્યાં છો. એક આસામમાં ફસાયેલા બંગાળી હિન્દુઓને બચાવવા અને બંગાળી મુસ્લિમોને બહાર કાઢવા.
બીજું પશ્ચિમ બંગાળના હિન્દુઓને આ અંગેના દાવાથી મનાવવા. આસામમાં એક આગ બુઝાવવા અને પશ્ચિમ બંગાળમાં બીજી આગ લગાવવાના ક્રમમાં તમે દિલ્હીમાં આગ ભડકાવી દીધી. ટોપીઓ, બુરખા, હિઝાબ અને લીલો રંગ મુસ્લિમોની સૌથી મોટી ઓળખ રહી છે. તેમનાં ધાર્મિક સૂત્રોને પણ તેમાં સામેલ કરી શકાયા હોત. આવી જ એક ઓળખ દેશનું ધ્યાન ખેંચનારી એ બે યુવાન મહિલાઓમાંથી એકના ફેસબુક પેજથી લેવામાં આવી, જે પોતાના એક પુરુષ મિત્રને બચાવવા માટે ઢાલ બની ગઇ હતી. તેનાથી એ પરિણામ આવ્યું કે તે કટ્ટર ઇસ્લામથી પ્રેરિત છે, રાષ્ટ્રવાદ કે બિનસાંપ્રદાયિકતા પ્રત્યે પ્રતિબદ્ધતાથી નહીં. નારાજ મુસ્લિમોના તેનાથી પણ કડક પ્રતીક રહ્યા છે. દાખલા તરીકે એકે-47, આરડીએક્સ, મુજાહિદ્દીન અને લશ્કર, અલ કાયદા અને આઇએસઆઇએસ વગેરે. આ ક્રોધિત મુસ્લિમોથી લડવું અને હરાવવું મુશ્કેલ છે. હાલમાં જ જયપુરની એક કોર્ટે આવા જ ચાર લોકોને શ્રેણીબદ્ધ વિસ્ફોટોના આરોપમાં મોતની સજા સંભળાવી હતી.
આશરે ત્રણ દાયકાથી મૂળ ચિંતા એ રહી છે કે જો મુસ્લિમો હતાશ થઇને આતંકના માર્ગે જશે તો શું થશે? સિમીથી લઇ ઇન્ડિયન મુજાહિદ્દીન સુધી નાના સંગઠનોએ આ ધારણાની પુષ્ટિ પણ કરી. અહીં સુધી કે ડો. મનમોહન સિંઘે 2009માં વરિષ્ઠ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે મુસ્લિમોને મહત્વ આપવાની ફરિયાદ કરી રહેલા લોકોને સમજવા જોઇએ કે દેશની કુલ મુસ્લિમ વસતીનો એક ટકા પણ એવું વિચારી લે કે ભારતમાં ભવિષ્ય નથી તો દેશ શાસન કરવા લાયક નહીં રહે. તેમ છતાં કેટલાક યુવા મુસ્લિમો એ માર્ગે ગયા. યુપીએએ તેમને કડક હાથે ડામ્યા, જેટલું કદાચ આજે એનડીએ કરત. બાટલા હાઉસ એન્કાઉન્ટર તેમાંથી એક છે. આ તથ્યોની ઘણી રીતે વ્યાખ્યા થઇ શકે છે પરંતુ નિષ્કર્ષ એક જ આવશે. એક પક્ષ મુસ્લિમો પ્રત્યે અફસોસ કરે છે, તેમને સંતુષ્ટ કરવા માટે કંઇક કરવા માગે છે. જેથી તેઓ રાષ્ટ્રવિરોધી ન બને. બીજો પક્ષ એક આંખને બદલે બંને આંખો ઇચ્છે છે અને બહુમતીઓની આતંકથી સતર્કતા પણ ઇચ્છે છે. બંને જ મુસ્લિમોને શંકાથી જુએ છે. ભારતીય મુસ્લિમોનો એક નકારાત્મક પક્ષ તેમના ધાર્મિક નેતા છે. જામા મસ્જિદના બુખારી, મદની અને એ દાઢીધારી જે ચેનલો પર આવી હાસ્યાસ્પદ ફતવાનો બચાવ કરતા દેખાય છે.
અત્યારે આદર્શ સ્થિતિ બાકી છે. પરંતુ હવે આ નકારાત્મક છબીઓને પડકાર મળી રહ્યો છે. 'કલમા'ની જગ્યાએ 'જન ગણ મન' , લીલા ઝંડાના સ્થાને તિરંગા, કાબાને બદલે આંબેડકર અને ગાંધીની તસવીરો તેમ જ હિન્દુસ્તાન જિંદાબાદનાં સૂત્રો સંભળાઇ રહ્યાં છે. એક ચીજ જે નથી બદલાઇ તે તેમનાં કપડાં. તેઓ અમને યાદ અપાવી રહ્યા છે કે કોઇ ભારતીયના પહેરવેશ અને તેની દેશભક્તિમાં કોઇ વિરોધાભાસ નથી. હજુ ઘણું બધું બાકી છે, કારણ કે જામા મસ્જિદ પર એકઠા થયેલા લોકો જેટલો દરેક જણ સંયમી અને સમજદાર નથી. જામા મસ્જિદ નજીકના જ દરિયાગંજ વિસ્તારમાં કારો સળગાવાઇ.
ઉત્તરપ્રદેશ, કર્ણાટક, ગુજરાત દરેક જગ્યાએ હિંસક તત્વો દેખાઇ રહ્યાં છે. પશ્ચિમ બંગાળ હિંસા અને આગચંપીના આરે છે. પરંતુ તેમાંથી કોઇ એ પરિવર્તનને ઢાંકી શકતો નથી, જે ભારતીય મુસ્લિમોએ દિલ્હીમાં દેખાડ્યું. તેઓ નવા ભારતીય મુસ્લિમોના ઉદયનો સંકેત આપી રહ્યા છે. એ મુસ્લિમ પોતાના દેખાવથી કે પોતાના રાષ્ટ્રવાદના દેખાવો કરવાથી પણ ડરતા નથી. તેઓ બંધારણ, ભારતીય ધ્વજ, રાષ્ટ્રગાન, આંબેડકર-ગાંધીની તસવીરો સાથે હિન્દુસ્તાન જિંદાબાદનાં સૂત્રો પોકારતા પોતાની લડાઇ ચાલુ રાખવા માગે છે. એવા સમયે રાહત ઇન્દોરીનો એક શેર વારંવાર રિપીટ થઇ રહ્યો છે.- સભી કા ખૂન હૈ સામેલ યહાં કી મિટ્ટી મેં, કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ. ( આ લેખકના પોતાના વિચારો છે.)
X
The views of Muslims along with the nationalist symbols
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી