રાજકારણ / નિરાશામાં ભગવા તણખલાનો સહારો

Saffron weeds help in despair

  • જ્યારે અગાઉ ભાજપ અને ડાબેરી પક્ષો એકબીજા સાથે જોડાયા હતા તો હવે કોંગ્રેસ અને શિવસેના કેમ નહીં?

શેખર ગુપ્તા

Nov 19, 2019, 07:48 AM IST
એક જૂનો સિદ્ધાંત છે કે રાજકારણ અને યુદ્ધમાં દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત હોય છે પરંતુ જ્યારે તમે એટલા નબળા થઈ ચૂક્યા હો, લડવાની સ્થિતિમાં ન હો તો પરંપરાગત નિયમ પૂરતા નથી હોતા. એ સ્થિતિમાં એ નિયમને પલટાવીને જોવામાં આવે છે. જો તમારા દુશ્મનના સૌથી સારા દોસ્ત તમારા પણ દોસ્ત બની જાય તો? જો તેના સંબંધોમાં થોડી તિરાડ નજરે પડે તો તેની સમીક્ષા કેમ ન કરવી જોઈએ? કોંગ્રેસ અને તેનો સાથી પક્ષ એનસીપી ભારતમાં આ જ ખેલ ખેલી રહ્યાં છે. બંનેએ શિવસેનાને સાથે લઈ સરકાર બનાવવાની ઇચ્છા દર્શાવી છે અને તેનાથી ખ્યાલ આવે છે કે ભારતીય રાજકારણમાં આ કેવું પરિવર્તન છે. આ બંને દાયકાઓ સુધી કટ્ટર ધર્મનિરપેક્ષના પક્ષકાર રહ્યાં. શિવસેનાથી તેઓ હિન્દુત્વવાદી અને સાંપ્રદાયિક પક્ષ કહીને ટીકા કરતા હતા. એટલે કે દેશનું અગ્રણી ધર્મનિરપેક્ષ જોડાણ વૈચારિક લક્ષ્મણરેખા પાર કરી રહ્યું છે.
કોંગ્રેસના સંદર્ભમાં આ વધુ ચોંકાવનારું છે. શરદ પવારની એનસીપી આજે પણ પહેલાની જેમ પોતાની ચતુર રાજનીતિ માટે જાણીતી છે. છેલ્લા ત્રણ દાયકામાં પવાર દેશના સૌથી સારા સંપર્ક ધરાવનારા રાજનેતા છે. જૂની પ્રણાલીના ભારતીય રાજકારણની જેમ તેઓ કોઈને દુશ્મન નથી માનતા. તેઓ હમેશા ભાજપ અને શિવસેના સામે ઝઝૂમતા રહ્યાં. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ જ મોદી સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માન્યા હતા. ભારત રત્ન પછીનું આ સૌથી મોટું નાગરિક સન્માન છે. પવાર અને ઠાકરે પરિવાર વચ્ચે વેપારની જેમ રાજકીય સંબંધો રહ્યાં છે.
બીજીબાજુ કોંગ્રેસ ક્યારેય આ દિશામાં ગઈ નથી. કોંગ્રેસના કડક ટીકાકાર તેનો વિરોધ કરી આઈયુએમએલ અને કેરળ કોંગ્રેસ (કિશ્ચિયન)ની સાથે તથા કેટલીક વખત હૈદરાબાદમાં ઓવૈસીની એમઆઈએમ સાથેના તેના સંબંધોની યાદ અપાવશે. આઝાદી પછી પહેલીવાર એવું બન્યું છે કે કોંગ્રેસ ખુલ્લેઆમ કોઈ હિન્દુત્વવાદી પક્ષ તરફ ઝૂકી છે. જો તમે કોંગ્રેસના રાજકારણ અને ખાસ કરીને છેલ્લા બે દાયકામાં સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ પક્ષના રાજકારણને સમજતા હો તો તમને ખ્યાલ આવશે કે તેને હિન્દુત્વવાદી પક્ષોને પોતાનો મુખ્ય વૈચારિક વિરોધી માન્યા અને તેનું સમગ્ર રાજકારણ તેના વિરોધનું રહ્યું છે.
2003માં એક મુલાકાતમાં લાલકૃષ્ણ અડવાણીએ ફરિયાદ કરી હતી કે સોનિયાએ તેમના પક્ષને હરીફ નહીં પણ દુશ્મન માન્યો છે. સોનિયાના નેતૃત્વમાં કોંગ્રેસે ઘણીવાર ડાબેરી પક્ષો સાથે જોડાણ કર્યું. 2004માં યુપીએ સરકાર સત્તા પર આવી ત્યારે પણ તે જોડાણ યથાવત રહ્યું. જોડાણ દરમિયાન કોંગ્રેસે ક્યારેક એવા પક્ષો સાથે પણ સમજૂતી કરી કે જેઓ અગાઉ ભાજપના સહયોગી રહ્યાં હતાં. તેમાં મમતા બેનર્જી, ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમાર સામેલ છે પણ તેમને ક્યારેય કોઈ હિન્દુત્વવાદી પક્ષ અથ‌વા અકાલી દળ સાથે જોડાણ કર્યું નથી. પહેલા ક્વોટા હટાવવા સહમતિ આપી અને પછી સાચા કમિટીની રચના કરીને કોંગ્રેસ વધુને વધુ લઘુમતીઓ તરફ ઝૂકતી ગઈ. આથી તમે સમજી શકશો કે કોંગ્રેસને આટલી મોટી વૈચારિક છલાંગ લગાવવા પહેલા કેવા પ્રકારના મંથનમાંથી પસાર થવું પડ્યું હશે.
તમે એ પણ જોઈ શકશો કે તેનાથી પક્ષના જૂના નેતાઓ અને રાહુલ ગાંધીની આસપાસ રહેલા ડાબેરી તરફ ઝુકાવ ધરાવનાર યુવા નેતાઓ વચ્ચે કેવી ચર્ચા થઈ હશે. તમે સમજી શકો છો કે જૂના રાજકારણીઓ અલગ રીતે કેમ વિચારે છે? ભલે તેઓ જાહેરમાં સ્વીકારે નહીં પણ તેઓ માને છે કે રાહુલ ઘણીવાર નિષ્ફળ ગયા છે અને જૂના નેતાઓના બચેલા રાજકીય જીવનમાં તો તેઓ પરત આવે તેવી શક્યતા દેખાતી નથી. બીજીવાત કોઈપણ સમયે સીબીઆઈ કે ઇડી તેમને પકડી લે તેવો પણ તેમને ડર છે.
ત્રીજુ જેએનયુમાંથી આવેલા કટ્ટર વિચારસરણી ધરાવતા યુવા નેતાઓની અપેક્ષાએ નવી પેઢીથી વિરુદ્ધ તેઓ પોતાનો રાજકીય ઇતિહાસ જાણે છે.તેમને યાદ છે કે જ્યારે તેમના પક્ષનો દબદબો હતો ત્યારે તેમના હરીફ અત્યંત ખરાબ રીતે ફસાયેલા હતા. આજે તેમની સ્થિતિ એવી છે. ભાજપ પાસે 1984માં માત્ર બે સાંસદ હતા પણ એક વૈચારિક વ્યવહારપણું હતું. 1966 સુધી ભારતીય જનસંઘ (આજનું ભાજપ) શિરોમણી અકાલી દળનું દુશ્મન હતું. 1967ની ચૂંટણીમાં બંને કોંગ્રેસની સામે એક હતા. ત્યારપછી ભારતીય રાજકારણ ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં ધ્રુવીકરણ થઈ ગયું.
આ સ્થિતિમાં માત્ર જનસંઘ અને તેના સમાજવાદી ટીકાકાર વારંવાર ભેગા થયા. એટલું જ નહીં તેમણે ડાબેરી પક્ષોને પણ ભેગા લીધા. આપણે હાલમાં ત્રણવાર ભાજપ અને ડાબેરીઓને સાથે જોડાય. પ્રથમવાર 1989-90માં વી.પી.સિંહની સરકારમાં અને યુપીએ સરકાર સામે 2008માં ભારત-અમેરિકા સમજૂતી મુદ્દે તથા 2012માં મલ્ટિ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઈ મુદ્દે.
જ્યારે ભાજપને ડાબેરી જેવા બે અંતિમ છેડાના પક્ષો એક કોમન દુશ્મન સામે એક થવામાં મૂંઝવણ નથી અનુભવતા તો કોંગ્રેસે શા માટે મૂંઝાવું જોઈએ. ત્યારે કોંગ્રેસે ભારતીય રાજકારણમાં ધ્રુવીકરણ કર્યું હતું. હવે ભાજપ કરી રહી છે પરંતુ કોંગ્રેસ એવી વ્યવહારું કેમ નથી દેખાતી? આ સવાલ તો ઊભો થશે. ઘણીવાર ભાજપ અને ડાબેરીઓની દલીલ એ હોય છે કે તેઓ ભ્રષ્ટાચાર (બોફર્સ) અને વંશવાદ સામે લડવા આવું કરતા હતા.
તો ક્યારેક અમેરિકા અથવા બહુરાષ્ટ્રીય કંપનીઓના નામે ભેગા થયા. કોંગ્રેસ હવે એવું શા માટે નથી કરતી? ખાસ કરીને જ્યારે તેને દેશના બીજા નંબરના સૌથી મોટા સાંસદ (લોકસભામાં 48 બેઠક) મોકલનારા અને સૌથી વધુ સંસાધન સંપન્ન રાજ્યમાંથી મોદી-શાહને દૂર રાખવાની તક મળી હોય ત્યારે તો આ દિશામાં વિચારવું પડે. કોંગ્રેસ પાસે ખોવા જેવું શું છે? તે સંસદમાં 52 અને મહારાષ્ટ્ર વિધાનસભામાં 44 સુધી (4 મોટા પક્ષોમાં સૌથી ઓછા) આવી ગઈ છે. ભલે એ વધુ દિવસ ન ચાલે અને ભાજપ ફરી સત્તા પર આવે એવું તેને લાગતું હોય તો એ થવાનું જ છે. આ ચર્ચામાં આપણે ખામી અને જોખમ વિશે હજારો શબ્દ લધી શકીએ છીએ. જો પવાર આ વ્યવસ્થાને સ્થિરતા નહીં આપે તો અસ્થિરતા નજરે પડે છે. પરંતુ જ્યારે તમે નિરાશાની સ્થિતિમાં હો ત્યારે તમે તણખલાનો પણ સહારો લઈ લો છો. ભલે તે તણખલું ભગવા રંગનું કેમ ન હોય. (આ લેખકના પોતાના વિચાર છે)
X
Saffron weeds help in despair

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી