સંદર્ભ / કેન્દ્રીય શાસનના મોદી મોડલની વાપસી

Return of the central government's Modi model

  • હવે વડાપ્રધાન કાર્યાલય અમેરિકન પ્રમુખની ઓફિસના સુપર ઓફિસર્સની જેમ કામ કરશે 

શેખર ગુપ્તા

Jun 18, 2019, 07:52 AM IST

મોદી-શાહ અને ભાજપના બીજા નેતાઓની તડજોડથી કોઈનો પણ વિરોધ થઈ શકે છે, પરંતુ તેમની આ પદ્ધતિને વિશિષ્ટ સાબિત કરવા તેઓ તેની અભિવ્યક્તિ ‘ગુજરાત મોડલ’ તરીકે કરે છે. તેમના વિરોધીઓ ભાજપની આ અભિવ્યક્તિને 2002 પછીના ધ્રુવીકરણના રાજકારણનો ટ્રેડમાર્ક કહે છે. જોકે, ગુજરાત મોડલની આ ઓછી વિવાદિત અભિવ્યક્તિ છે, કેન્દ્રીય શાસન. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)માં થયેલા હાલના પરિવર્તનને જોઈએ તો મોદીએ તેમના ત્રણ મુખ્ય સાથીદારને કેબિનેટનો દરજ્જો આપ્યો છે. તેનાથી નવી પરંપરા કાયમ થઈ છે. જે રીતે મોદીએ ગુજરાતમાં સરકાર ચલાવી તે તેનાથી એક આગ‌ળનું પગલું છે. આપણે તેને સામાન્ય રીતે શાસનનું મોદી મોડલ કહી શકીએ છીએ. આ મોદી મોડલના પાંચ મહત્ત્વના પાયા આ છે.

1. ‘સુપ્રીમો’ મુખ્ય કાર્યકારી, જે તમામ વિશ્વસનીય સાથીદારો થકી પક્ષ પર નિયંત્રણ રાખશે.

2. પસંદ થયેલા વહીવટી અધિકારીઓ થકી શાસન અને સેવાનિવૃત્તિ પણ તેમાં બાધ્ય નહીં બને.

3. મિશન-મોડ ધરાવતું શાસન, જેમાં કેટલાક લોકો પાસે એવી યોજના હશે, જેનાથી એક કાર્યકાળમાં પરિણામો મેળવવાની શક્યતા હશે અને પસંદગીના લોકોના માધ્યમથી તેનો અમલ કરાવવો.

4. ક્યારેય વિચારધારામાંથી મોટો ભટકાવ નહીં.

5. શામ, દામ, દંડ, ભેદની નીતિથી બહાર અને અંદર બંને જગ્યાએ તમામ પ્રકારના વિરોધને ખતમ કરવો.

મોદી પાસે પણ પોતાના ત્રણેય સાથીદારને આગળ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. પૂર્વ આઈએફએસ અધિકારી એસ. જયશંકરને વિદેશમંત્રી બનાવ્યા પછી મોદી પૂર્વ આઈપીએસ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો દરજ્જો વધારવા મજબૂર હતા. ડોભાલને બઢતી આપવાના બદલામાં તેમણે આઈએએસ નૃપેન્દ્ર મિશ્રા અને પી.કે.ને પણ બરાબરી પર લાવવા પડ્યા. આ વાતમાં તમારે પ્રોટોકોલની મજબૂરી સિવાય તેના પાછળ બહુ બધું વાંચવાનો સાવધાનીથી પ્રયાસ કરવો જોઈએ. પહેલા મંત્રી નહીં હોવા છતાં કેટલાકને કેબિનેટ રેન્ક મળ્યો છે, પરંતુ એ માટે આપણે ત્રણ સ્પષ્ટતા કરી લઈએ. પહેલી- કોઈને પણ અપાયેલા દરજ્જાની બાબત એકદમ સ્પષ્ટ છે, એટલે મોદીની દુનિયામાં અતાર્કિક છે. બીજી - પહેલેથી જ અનુમાન લગાવાયું હતું કે મોદીએ આ બદલાવ દબાણમાં કરવા પડ્યા છે, પરંતુ આજ સુધી મોદીના રેકોર્ડમાં એવું કશું નથી જેનાથી એવું સાબિત થઈ શકે કે તેઓ દબાણમાં કામ કરે છે. ત્રીજું - કોઈએ પણ જયશંકરને પહેલા સ્થાને પસંદ કરવા તેમના પર દબાણ નથી કર્યું. તેમણે આ કોઈ મોટી યોજના અંતર્ગત કર્યું છે અને ત્યાર પછી કરાયેલો બદલાવ તેનો હિસ્સો છે.

આ પરિવર્તનોથી પીએમઓ અમેરિકન પ્રમુખની એક્ઝિક્યુટિવ ઓફિસ જેવું લાગી રહ્યું છે, જેમની પાસે કેબિનેટ ઓફિસર્સ (મંત્રીઓ) જેવી સત્તા છે. મોદીના પહેલા કાર્યકાળમાં જ પીએમઓ શક્તિશાળી બની ગયું હતું અને તેણે વિદેશથી લઈને સ્વચ્છતા સુધીના તમામ કામ પર સીધી નજર રાખી હતી. હવે તો આ અધિકારીઓની કેબિનેટ મંત્રીના સ્તરે બઢતી થઈ ગઈ છે. ઈન્દિરા ગાંધીએ 1971માં પીએમઓમાં મુખ્ય સચિવનો હોદ્દો ઊભો કરીને પી.એન. હક્સરની નિમણૂક કરી હતી. હક્સર પછી મોરારજી દેસાઈના કાર્યકાળમાં વી. શંકર આ હોદ્દે રહ્યા. ચરણસિંહના કાળમાં કેટલોક સમય આ હોદ્દે કોઈ જ નહોતું. 1980માં ઈન્દિરાની વાપસી સાથે જ પી.સી. એલેકઝાન્ડર આ હોદ્દે આવ્યા, પરંતુ ઘણાં પરિવર્તનો આવી ગયાં હતાં. 1977 પહેલાં ઈન્દિરાની કેબિનેટમાં અનેક શક્તિશાળી મંત્રીઓ હતા, પરંતુ ત્યારે કોઈ પણ એવું મજબૂત ન હતું. ફ્ક્ત પ્રણવ મુખરજી પાસે અમુક સત્તા હતી.

હવે મોદીના બીજા કાર્યકાળમાં પણ કેટલાંક પરિવર્તનો સાથે લગભગ આવું જ થયું છે. પહેલું, મોદી પોતાના પક્ષના નેતૃત્વ સીધું નહીં, પરંતુ અમિત શાહના માધ્યમથી કરે છે. બીજું, ઈન્દિરા ગાંધીનો વૈચારિક હેતુ નિરંતરતા હતો, જ્યારે મોદીને પરિવર્તન પસંદ છે. ત્રીજું, તેમનો કોઈ પરિવાર કે વંશ નથી. આ મામલામાં તેઓ અમેરિકન પ્રમુખ જેવા છે. તેઓ અસંખ્ય કાર્યકાળ નથી ભોગવી શકતા, પરંતુ ભારતમાં અમેરિકાની જેમ બે કાર્યકાળ જેવો નિયમ પણ નથી. ત્યાર પછી પક્ષનો નેતા કોઈ બીજો હશે, કોઈ બીજો મોદી નહીં. મોદીની પહેલી સરકારની ટીકાનું એક કારણ તેમની પાસે પ્રતિભાઓની અછત રહી, એ હતું. હું પણ આ વાતને લઈને ચીડાયો હતો. તેનું કરાણ એ હતું કે, તેમની નજીકના લોકો કહેતા કે, શું થઈ ગયું અમારી પાસે પ્રતિભા અને અનુભવ નથી તો, અમે શીખી લઈશું. પરંતુ અમે એવું નહીં થવા દઈએ કે, સત્તા હાંસલ કરીને બીજાને ભેટમાં આપી દઈએ.

તે એક રીતે ટીમ બનાવવાની વાજપેયીની શીખને ફગાવી દેવા જેવું હતું. તેઓ દરેક ક્ષેત્રમાંથી પ્રતિભા લઈ આવ્યા હતા. મોદી અને શાહે તેમના પહેલા કાર્યકાળમાં બિલકુલ ઊલટું કર્યું. તેઓ બહારના લોકોને થોડી પણ રાજકીય જગ્યા આપવાના વિરોધી રહ્યા. પ્રોફેશનલ્સ, એક્સપર્ટ્સ અને ટેક્નોક્રેટ્સ પર તેમનો અવિશ્વાસ રહ્યો. મજબૂત એકેડેમિક રેકોર્ડ ધરાવતા બે આરબીઆઈ ગવર્નરો સાથે જે થયું તે તેની સાબિતી છે. જોકે, ચાર વર્ષ પછી જેવું અર્થતંત્ર સંકોચાયું અને કેટલાંક રાજ્યોમાં ચૂંટણી અને પેટા ચૂંટણીમાં ફટકો પડ્યો, ત્યારે બદલાવના સંકેત મળ્યા. એ પછી જ મંત્રીમંડળમાં થયેલાં પરિવર્તન હેઠળ પૂર્વ આઈએએસ આર. કે. સિંહ અને પૂર્વ આઈએફએસ હરદીર પુરી જેવા નિવૃત્ત અધિકારીઓનો પ્રવેશ થયો. આ વખતે એ બંનેનું કદ વધી ગયું અને જયશંકરને પણ ઉચ્ચ હોદ્દે નિયુક્ત કરીને આગળ વધારાયા. આજ વાત પીએમઓના ત્રણ લોકોને બઢતી આપવા પાછળ છે.

મોદીના દિલ અને રાજકારણની નજીક મનાઈ રહેલા બે કાર્યક્રમ સ્વચ્છતા-જળ (આ વખતે જોડી દેવાયા છે) અને આયુષ્યમાન ભારત ક્રમશ: બે શક્તિશાળી અધિકારી પરમેશ્વરન અય્યર અને ઈન્દુ ભૂષણને સોંપાયાં છે. તેમને અનુક્રમે વિશ્વબેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્કમાંથી લાવીને ફરી નિયુક્તિ અપાઈ છે. આપણે જે મોદી મોડલ જોઈએ છે તે હજુયે જૂનું ગુજરાત મોડેલ છે. પરંતુ એ સ્વીકાર્યતા સાથે કે ભારત પર શાસન કરવું ગુજરાતથી વધુ પડકારરૂપ છે. એ માટે જે પ્રતિભાઓની જરૂર પડે તે ભાજપ પાસે નથી, અને એ માટે તેઓ બહાર જશે. પરંતુ ફક્ત એવા જ લોકો પાસે, જેમને તેઓ જાણે છે અને વિશ્વાસ કરે છે. સુપર ઓફિશિયલ્સની પોતાની ‘કેબિનેટ’ થકી સરકાર ચલાવી રહેલા પ્રેસિડેન્શિયલ વડાપ્રધાન મોદીના બીજા કાર્યકાળ પર નજીકથી નજર રાખશે.

X
Return of the central government's Modi model

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી