બામુલાહિજા / આપણી ચર્ચાથી 'પાકિસ્તાનની શોધ' થઇ રહી છે

Our discussion is leading to the discovery of 'Pakistan'

Divyabhaskar.com

Dec 17, 2019, 07:26 AM IST
આપણે 'રાષ્ટ્રીય સુરક્ષાવાળા દેશ'ને કેવી રીતે પરિભાષિત કરીશું? તેના માટે આપણે પાડોશના પાકિસ્તાન તરફ જોઇએ. તેની આસપાસ દરેક વસ્તુ રાષ્ટ્રીય સુરક્ષા કે રાષ્ટ્રીય સુરક્ષાના નામે રચાઇ છે. એ જ કારણ છે કે તેની સેનાને સત્તાના માળખામાં એટલી પ્રાથમિકતા છે. તેની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) પાસે કોઇ પણ દેશથી વધુ સ્વાયત્તતા છે. કોઇ પોતાના દેશના 21 કરોડ લોકોને કેવી રીતે ગેરમાર્ગે દોરી શકે છે? સ્પષ્ટ છે કે તેના માટે એક શૈતાનને શોધવી પડશે, જે ભયાનક અને ખતરનાક હોય.
'રાષ્ટ્રીય સુરક્ષાવાળા દેશ'ના તર્કને યોગ્ય ઠેરવવા માટે ભારતની ભયાનક છબિ બનાવવામાં પાકિસ્તાન સફળ રહ્યું છે. વાઘા સરહદે તમારા પાસપોર્ટ પર મહોર લગાવી રહેલા ઇમિગ્રેશન અધિકારીના માથા પર 'અમે બધાનું સન્માન કરી છીએ, અમે બધા પર શંકા કરીએ છીએ' લખેલી નોટિસ હંમેશા લટકેલી હોય છે. 'રાષ્ટ્રીય સુરક્ષાવાળો દેશ' શંકા કરનાર પણ હોય છે. એ જ કારણ છે કે ત્યાં બહુ ગેરવ્યવસ્થા હોય છે. પાકિસ્તાન તરફથી વિશ્વ અને ખાસ કરીને પાડોશી દેશો માટે સૌથી મહત્ત્વનો પાઠ એ છે કે મારી જેમ ન બનો. પરંતુ ભારતમાં હવે એવું થતું દેખાઇ રહ્યું છે. આપણે 2015 પછી પાકિસ્તાની ઝનૂનમાં ફસાઇ રહ્યા છીએ. 2014 સુધી પાકિસ્તાન આપણા જાહેર જીવનથી લગભગ ખતમ જ થઇ ગયું હતું. ભારત રેસમાં તેનાથી ઘણું આગળ નીકળી ગયું હતું પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં સ્થિતિ બદલાઇ ગઇ.
ગત સપ્તાહે ઝારખંડની ચૂંટણી અને દેશની સંસદમાં નાગરિકતા સુધારા વિધેયક (સીએબી) પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનનું નામ વારંવાર આવ્યું. અમિત શાહે પૂછ્યું કે ભલે સર્જિકલ સ્ટ્રાઇક હોય, બાલાકોટ એર સ્ટ્રાઇક હોય કે સીએબી હોય કોંગ્રેસનો દૃષ્ટિકોણ પાકિસ્તાન અંગે હંમેશા એક જેવો કેમ હોય છે? નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણીપ્રચાર દરમિયાન ભાષણોમાં આવું જ વલણ બતાવ્યું હતું. ઘરેલુ રાજકારણમાં ભારતનો પાકિસ્તાનની સાથે સ્વયંસ્ફૂર્ત અને વલણ એકદમ સ્પષ્ટ છે. પુલવામા હુમલા બાદ 2019ની ચૂંટણી એ થીમ પર હતી કે તમે અમારી સાથે છો કે પાકિસ્તાનની સાથે?સીએબી અંગે સંપૂર્ણ ચર્ચા પાકિસ્તાન અને ભાગલા ઉપરાંત ત્યાં લઘુમતીઓ સાથે થઇ રહેલા દુર્વ્યવહાર પર કેન્દ્રીત હતી.
એવું પણ કહેવાયું કે આ ભારતની જવાબદારી છે કે તે પાક.ના ગેરમુસ્લિમ લઘુમતીઓનું ધ્યાન રાખે. કારણ કે તે સ્વાભાવિક રીતે મુસ્લિમોનો દેશ છે. રાજકારણને ફરી ભાગલાના સમયમાં લઇ જવા અને તે સમયની ભૂલો સુધારવાના નામે પાકિસ્તાનને નવેસરથી મહત્વ અપાઇ રહ્યું છે. ભારત અને પાકિસ્તાનમાં એટલું બધું અંતર છે કે હવે કોઇ દેશ અહીં સુધી કે ચીન પણ બંને દેશોનાં નામ એક સાથે લેતું નથી. પરંતુ આપણે ફરીથી તેની વાપસી કરાવી રહ્યા છે. એવું એટલા માટે કે અસુરક્ષાની શોધ કર્યા વિના રાષ્ટ્રીય સુરક્ષાવાળો દેશ કેવી રીતે બનશે? અને આ અસુરક્ષા પાકિસ્તાનથી છે. તે જો મોટો શત્રુ નથી તોપણ ઇસ્લામિક જોખમની સાથે તે મોટો દુશ્મન બની જાય છે. આવો આપણે બંને દેશોની કહાની પર ફરી એક વાર નજર દોડાવીએ. જેણે 1947માં નવા ઇતિહાસની શરૂઆત કરી હતી.
બંનેએ અલગ-અલગ માર્ગ પસંદ કર્યા. એક ઉદાર, બંધારણીય ગણતંત્ર બની ગયો તો બીજો બહુમતીવાદી, વૈચારિક, સૈન્ય દેશ બની ગયો. એક અતૂટ રહ્યો તો બીજો પોતાના સમયના ઘણાં સૈન્ય ગઠબંધનોમાં સામેલ રહ્યો. 25 વર્ષથી પણ ઓછા સમયમાં તે વૈચારિક રાષ્ટ્રનું વિભાજન થઇ ગયું અને ત્રીજો દેશ અસ્તિત્વમાં આવ્યો. એ નવો દેશ પણ જલદી એ જ દેશના માર્ગે ચાલવા લાગ્યો જેનાથી તે અલગ થયો હતો. તેણે પણ ઇસ્લામિક અને સૈન્ય શાસન અપનાવી લીધું. બે દાયકા સુધી તે બીમારીઓ, વસ્તી વિસ્ફોટથી લઇ ગરીબી સામે ઝઝૂમતો રહ્યો. અમેરિકી લેખક પી.જે. ઓરુર્કેએ પોતાના સંગ્રહ 'ઓલ ધ ટ્રબલ ઇન વર્લ્ડ'માં વધુ વસ્તી મામલે બાંગ્લાદેશ અંગે એક એવું વાક્ય લખ્યું જે અપમાનિત કરનારું તો છે જ પરંતુ તથ્યાત્મક પણ છે. તેમણે લખ્યું કે 'એક એવો દેશ જેની પાસે પૂરતું ભોજન પણ નથી, ત્યાં મળની એટલી દુર્ગંધ ખબર નહીં ક્યાંથી આવે છે? ' પરંતુ આ નવો દેશ જલદી જ પોતાના સંસ્થાપક બિનસાંપ્રદાયિક અને આધુનિક વિચારો તરફ પાછો આવી ગયો. જે ઘણી હદે ભારત સાથે મળતા આવતા હતા. આેરુર્કેએ જે દેશને ભૂખમરા અને જાહેરમાં શૌચનું ઉદાહરણ ગણાવ્યો હતો તે હવે આ બંને અભિશાપથી મુક્ત છે. એ વિચારધારાથી છુટકારો મેળવવાને કારણે થયું છે જેનો ચેપ તેને પાકિસ્તાનથી લાગ્યો હતો.
પોતાની પ્રથમ પાક. યાત્ર દરમિયાન 1995માં હું એ જોઇને આશ્ચર્યચકિત થઇ ગયો હતો તે પાકિસ્તાન કેટલું સારું હતું. તેની વ્યક્તિદીઠ આવક ભારત કરતાં 65 ટકા વધુ હતી. આજે 2019માં ભારતની વ્યક્તિદીઠ આવક પાકિસ્તાન કરતાં 60 ટકા વધુ છે. આ કેવી રીતે થયું? તેનાં બધાં સામાજિક-આર્થિક માળખાં પડી ભાંગ્યા. આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળનું 13મું સહાય પેકેજ તેણે વાપરી નાંખ્યું છે. તેનો વસ્તીદર ભારત અને બાંગ્લાદેશ કરતાં ડબલ છે. છતાં તે સૈન્ય વર્ચસ્વવાળો દેશ છે. તે એક જ ક્ષેત્રમાં ભારતથી આગળ છે અને તે છે પરમાણુ શસ્ત્રો. પરંતુ જેમ કે સામાજિક અભ્યાસના જાણકાર સ્વર્ગીય કે. સુબ્રમણ્યન કહેતા હતા કે 'જ્યારે ઓછો સ્ત્રોત હોય તો વધુની શા માટે જરૂર શું? ભારતે જેવી રીતે પાકિસ્તાનને પોતાના ઘરેલુ રાજકારણમાં સામેલ કર્યું છે. તે તેના માટે યોગ્ય નથી. પાકિસ્તાનની સાથે તુલના માટે ભારતે એટલું નમવું પડશે કે આપણા ઘૂંટણ પણ છોલાઇ શકે છે. ભગવાન ન કરે એવું થાય, પરંતુ જો આપણે વૈચારિક અને રાષ્ટ્રીય સુરક્ષાવાળા દેશ બનવાના તેના પ્રયોગોથી પ્રેરિત થઇ ભારત માટે એવું ભવિષ્ય વિચાર્યું તો તે ત્રાસદાયક થશે.
(આ લેખકના પોતાના વિચાર છે.)
X
Our discussion is leading to the discovery of 'Pakistan'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી