અનુચ્છેદ 370 / ઇમરાનના પાકિસ્તાનને નરેન્દ્ર મોદીનો યોર્કર

Narendra Modi's Yorker to Imran's Pakistan

  • મોદીએ કલમ 370નો અંત આણીને પાકિસ્તાનનો દાવ ઊંધો પાડ્યો, હવે તેને જવાબ શું આપવો તે સમજાતું નથી 

શેખર ગુપ્તા

Aug 13, 2019, 07:39 AM IST

પાક.ની નેશનલ એસેમ્બલીમાં પાછલાં કેટલાંક દિવસો દરમિયાન ભારતનાં બંધારણની બારીકાઈઓ પર સમય અને ધ્યાન અપાયું તેમજ લાગણીઓ વ્યક્ત કરાઈ એ વાતની મજા મને માણી લેવા દો.અનુચ્છેદ 370 અને 35-એના અંતના કારણે સર્જાયેલ ખળભળાટ ઘણા ખરા કારણોને લીધે ઉલ્લેખનીય છે અને સસ્તો પક્ષવાદી રોમાંચ તેમાં સામેલ નથી. પહેલી વાત તો એ છે કે આ એવા રાષ્ટ્રની વિડંબના છે જે પોતાના અગાઉનાં શાસકો દ્વારા બંધારણને કચરાપેટીમાં નાખવા કે નવું બંધારણ સર્જવા માટે ઓળખાય છે, આવું રાષ્ટ્ર ભારતનાં બંધારણ પ્રત્યે આટલી બધી ચિંતા વ્યક્ત કરી રહ્યું છે.

બીજી તરફ વિરોધાભાસ એ છે કે તે ભારતે કાશ્મીરીઓને કરેલ વાયદા યાદ અપાવી રહ્યું છે, જ્યારે તે પોતે બહુપક્ષીય અને દ્વિપક્ષીય મંચ પર કરેલાં તમામ વાયદા તોડી ચૂક્યું છે. સૌથી મોટી વાત એ છે કે ઈમરાને ભારત પર શિમલા સંધિનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો છે. હું પાક.ની નીતિઓ પર એવી રીતે નજર રાખું છું કે જાણે તે ભારતની 'આંતરિક બાબત' હોય અને મને ત્યાંનો એવો કોઈ શાસક યાદ નથી આવતો કે જે શિમલા સંધિની દુહાઈ આપતો હોય, જેને આ અગાઉ તેઓ આઉટડેટેડ કાગળનો ટુકડો કહેતા હતા.

આ નિવેદન એના થોડા સમય બાદ આવ્યો છે જ્યારે ઈમરાને વાઈટ હાઉસમાં ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, ભારત-પાક. પાછલાં 70 વર્ષોથી દ્વિપક્ષીય સ્તરે કાશ્મીર મુદ્દાનું નિરાકરણ લાવવામાં અસફળ રહ્યા છે તેથી વિશ્વના સૌથી સક્ષમ વ્યક્તિ તરીકે તેણે મધ્યસ્થી કરવી જોઈએ. બંને દેશો વચ્ચે 31 વર્ષોમાં ત્રણ દ્વિપક્ષીય સમજૂતીઓ થઈ, શિમલા (1972), લાહોર (1999), ઈસ્લામાબાદ (2004) . ત્રણેયનો આધાર તો એક જ હતો- કાશ્મીર સહિત તમામ મુદ્દાનો દ્વિપક્ષીય સ્તરે નિરાકરણ. પરંતુ જ્યારથી ભુટ્ટો દ્વારા શિમલા સમજૂતી પર હસ્તાક્ષર કરાયા છે ત્યારથી કોઈ પણ પાક. શાસકે ભલે પછી તે ચૂંટાયેલા હોય કે સૈન્યના શાસક હોય, બધાએ ખુલ્લેઆમ આ સમજૂતીને નકારી તો નથી જ કાઢી. આ સમજૂતી માનવાનો ઢોંગ ચાલુ જ રખાયો છે. લાહોર અને ઈસ્લામાબાદની સમજૂતીઓ પણ મૂળપણે શિમલાની દ્વિપક્ષીય પ્રતિબદ્ધતાને જ સમર્થન કરે છે. બંને દેશો દ્વિપક્ષીય સ્તરે કાશ્મીર મુદ્દો ઉકેલી નહીં શકે અને ટ્રમ્પને વચ્ચે પડવાનું કહી, ઈમરાન પહેલો એવો પાક. નેતા બની ચૂક્યો છે, જેણે ઔપચારિકપણે પહેલાંની તમામ સમજૂતીઓ રદ્દ કરી દીધી છે.

હવે કાશ્મીરના મૂળ રણનીતિક અને રાજકીય સમીકરણો એકદમ બદલાઈ ચૂક્યા છે. 1947થી પાક. પહેલ કરતું આવ્યું છે. 1947માં લૂંટફાટ અને દુષ્કર્મ કરનાર કબાલીઓ (પશ્તૂન આદિવાસી) મોકલવાથી લઈને સૈનિકોને મુફ્તી (ઑપરેશન જિબ્રાલ્ટર), ઓગસ્ટ-સપ્ટેમ્બર 1965માં (ઑપરેશન ગ્રાન્ડ સ્લેમ) અને 1972માં શિમલા સમજૂતી સુધીની તમામ પહેલ પાક. તરફથી જ કરાઈ છે. પશ્ચિમમાં એક જેહાદ જીતીને પરમાણુ હથિયારથી સજ્જ પાક.હવે પૂર્વમાં બીજો જેહાદ છેડવા માટે તૈયાર હતું. ભારતનાં હાલનાં પગલાંની બુદ્ધિમાની વિશે આપણે ફરી ક્યારેક ચર્ચા કરીશું પરંતુ આપણે માનવું પડશે કે પોતાના આકાર અને તાકાત છતાં પણ 70 વર્ષ સુધી ભારત યથાસ્થિતિ જાળવનાર શક્તિ બની રહ્યું, જ્યારે પાક. સ્થિતિ બદલવા માટે પ્રયત્ન કરતું રહ્યું.

ગયા અઠવાડિયે ભારતે આ પરિસ્થિતિ બદલી નાખી. હવે પાક.ને જવાબ નથી સૂઝી રહ્યું, કારણ કે તેના રણનીતિક સંસ્થાન તેના માટે બન્યા જ નથી, તેઓ તો ઉશ્કેરનાર કાર્યવાહીઓથી પહેલાંથી જ લદાયેલાં છે. વોશિંગટનમાં ઈમરાન દ્વારા ત્રણ સમજૂતીઓ રદ્દ કર્યા બાદ ભારત મોદીએ ખૂબ જ નાટકીય પ્રકારે વિરોધ નોંધાવીને નહીં પરંતુ તેનાથી સંમત થઈને ભારતની નવી પ્લેબુક લખી નાખી. જો આ સમજૂતીઓનાં કારણે પાક. અને આં.રા.સમુદાયને એવું લાગતું હોય કે કાશ્મીરનો અંતિમ નિર્ણય થવાનું બાકી છે તો આ ગેરસમજ હવે દૂર થઈ ગઈ છે. એ સાથે જ એ સમજૂતીઓ પણ, ઈમરાન સાચો હતો. પાકિસ્તાને હવે ઉશ્કેરવા, મદદની પહેલ કરવા, સમજૂતીઓ, શાંતિ સ્થાપિત થયા બાદ ફરીથી આ જ બધું બને, તેનાથી આગળ બીજું કંઈક વિચારવું પડશે.

પહેલાં ભારત મહાશક્તિઓને પાક.ને યોગ્ય રાહ પર લાવવા માટે દબાણ કરવા કહેતું, હવે પાક.આવું કરી રહ્યું છે અને તેની પોતાની સંકોચાતી સીમા અને ઘટી રહેલાં કદનો પણ ખ્યાલ થઈ ચૂક્યો છે.IMF પાસેથી 6 અબજ ડોલર મેળવવા માટે તે પોતાની આર્થિક સાર્વભૌમત્વ ગિરો મૂકી રહ્યું છે. તેનું રાજકારણ, સમાજ, સંસ્થાઓ તૂટી ચૂકી છે. તેઓ બલૂચિસ્તાન સમસ્યાથી પાર મેળવી લે પરંતુ પશ્તૂન લોકોનો વિદ્રોહ વ્યાપક આધારવાળો અને શાંતિપૂર્ણ છે. અફઘાનિસ્તાન સ્થાનિક અભિભાવક બનવામાં ટ્રમ્પને ત્યાંથી બહાર નીકળવામાં મદદ કરવાનો લાભ તેને મળશે પરંતુ તેની વધુ પડતી કિંમત ચૂકવવી પડશે.

જો અફઘાનમાં તે પરિણામ મેળવવા માગતું હોય તો કાશ્મીરમાં પોતાનું ધ્યાન ન લગાવી શકાય. તે બે મોરચા પર ન લડી શકે, ત્યારે તો બિલકુલ નહીં જ્યારે આતંકવાદ પર પોતાનો વોયદો પૂરો કરવા માટે FATFની સમય-સીમા થોડાંક અઠવાડિયામાં જ પૂરી થઈ રહી છે. ઈમરાન આ માટે માનસિકરૂપે તૈયાર નથી અને આવું કરવાની તેની ક્ષમતા નથી. જોકે, નિર્ણય લેનાર તે એકલો નથી. નિર્ણય તો સેનાના મુખ્યાલયમાં બેઠેલી શક્તિઓ દ્વારા લેવાય છે. શું તેઓ પણ બે મોરચે લડવા માગે છે? પૂર્વ પાકિસ્તાની રાજકારણી હુસૈન હક્કાનીએ એક લેખમાં એક પંક્તિ લખી કે પાક.ની રણનીતિ હંમેશા કાશ્મીર મુદ્દે 'આંતરરાષ્ટ્રીયકરણની હતી અને ભારત આ મુદ્દાને દ્વિપક્ષીય રાખવા માટે સંઘર્ષ કરતું હતું.' પરંતુ મોદી સરકારે હવે કાશ્મીરને ભારત અને પાક.બંને દેશ વચ્ચેની આંતરિક બાબત બનાવી દીધી છે.

ભારતમાં આ વિષયને લઈને મોદી સમર્થક અને રાજકારણ અને બૌદ્ધિક લઘુમતી લોકો વચ્ચે વાદવિવાદ ચાલી રહ્યા છે જેઓ આ નિર્ણયને અલોકતાંત્રિક માને છે. પાક.માં ચર્ચા છે કે આવું કેવી રીતે શક્ય બન્યું અને દુનિયાની 'નંબર-1' ગુપ્ત એજન્સીને આ વાતની ખબર કઈ રીતે ન પડી? હવે શું કરાય? નેશનલ એસેમ્બલીમાં ઈમરાનની હતાશા ત્યારે જાહેર થઈ જ્યારે તેણે પૂછ્યું કે શું તેમણે ભારત પર હુમલો કરી દેવો જોઈએ? મારો અર્થ એ નથી કે ભારતમાં બધું ઠીક છે કે કાશ્મીર મામલે કરાયેલી પહેલ એકદમ યોગ્ય છે. વાત એ છે કે આજે પાકિસ્તાન જ્યાં છે ત્યાં એ પ્રાસંગિક નથી. તે અનુચ્છેદ 370 બાબતે દુ:ખ થયાનો ઢોંગ કરી રહી રહ્યું છે (જેને ભૂતકાળમાં તે ગેરકાયદેસર ગણાવતું.), જે મુખ્ય કાશ્મીરી નેતાઓને તે એજન્ટ કહે છે, તેમની ધરપકડની જેટલી પ્રશંસા કરે અને ભારતીય કાશ્મીરમાં નાગરિક અધિકારોને લઈને તે ભલે ગમે તેટલી બૂમો પાડે, તે એટલું જ મૂર્ખ દેખાય છે.

X
Narendra Modi's Yorker to Imran's Pakistan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી