સંદર્ભ  / સંકોચાઈ રહેલા ભગવાકરણ સાથે ફેલાઈ રહેલું હિન્દુત્વ

Hindutva spreading with shrinking Bhagavan

Divyabhaskar.com

Dec 03, 2019, 07:35 AM IST

મે 'અડધો ભરેલો કે અડધો ખાલી'ની તર્જ પર 'ઈન્ડિયા ટુડે'નું એ ગ્રાફિક જોઈ શકો છો, જેમાં તેણે દેશમાં ભગવા શાસનની 2017 અને આજની સ્થિતિને દર્શાવી છે. પહેલી નજરમાં તે જોઈને લાગે છે કે, બે વર્ષમાં દેશમાં ભાજપનું શાસન 71%થી ઘટીને 40% રહી ગયું છે. આ આંકડા ત્યારે સામે આવ્યા છે, જ્યારે તમને લાગતું હશે કે ભાજપની લોકપ્રિયતા ચરમસીમાએ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તે મજબૂત સ્થિતિમાં છે. જોકે, આ 'ગ્લાસ અડધો ભરેલો કે ખાલી' જેવો તર્ક છે. 'અડધા ભરેલા' ગ્લાસવાળી દલીલ કહે છે કે, ગયા મે મહિનામાં લોકસભા ચૂંટણીનાં પરિણામોના આધારે એક આવું જ ગ્રાફિક તૈયાર કરો. તે શું દર્શાવશે? તે રાજકીય હકીકત બતાવશે. ઉત્તર ભારત, મોટા ભાગના દરિયાઈ વિસ્તારો અને પૂર્વ-પૂર્વોત્તર ભારતમાં ભાજપ સામે કોઈ પડકાર નથી. જો બીજી વાર સામાન્ય ચૂંટણી થાય છે, તો પણ પરિણામો મે 2019થી બહુ અલગ નહીં હોય. તો મોદીના ટીકાકારો કઈ બાબતનો ઉત્સવ મનાવી રહ્યા છે?


રાજકીય હકીકત જટિલ અને બહુસ્તરીય છે અને તેમાં ભગવા રંગના અનેક શેડ્સ છે. આપણે આ પરતોને ઉઘાડીએ. મોદીનું વ્યક્તિત્વ પોતાનામાં બહુ મોટું છે, પરંતુ ઈન્દિરા ગાંધી જેવું નહીં. બીજી રીતે જોઈએ તો આજનો મતદાર ઈન્દિરા યુગથી અનેકગણો વધુ પરિપક્વ છે. લોકસભા અને વિધાનસભા માટે તેની પસંદ જુદી છે. ઈન્દિરાની જેમ મોદી પણ ઈચ્છે તો પોતાના પક્ષની ટિકિટ પર એક થાંભલો ઊભો રાખીને પણ જીતી શકે છે, પરંતુ ફક્ત લોકસભામાં. જોકે, તેઓ વિધાનસભામાં એવું નહીં કરી શકે.


લોકસભા ચૂંટણીમાં પાંચ મહિનામાં હરિયાણામાં ભાજપના મતની ટકાવારી આશરે 22% ઘટી અને 58%થી ઘટીને 36% થઈ ગઈ. તેમને બહુમતી પણ ના મળી. હવે જરા પાછલા આંકડા જોઈએ. હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ અને 2017માં ઉત્તર પ્રદેશને છોડી દઈએ તો 2014માં મોદી લહેર છતાં મોદીને ઉજ્જવળ જીત એક પણ રાજ્યમાં નહોતી મળી. દિલ્હી અને ત્યાર પછી પંજાબમાં તેમણે હારનો સામનો કરવો પડ્યો. ગુજરાતમાં પણ લોકપ્રિયતા ઘટી. કર્ણાટકમાં કોંગ્રેસ વિરુદ્ધના માહોલ છતાં ભાજપને બહુમતી ના મળી. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ તેમણે હાર સહન કરવી પડી.


હવે જરા લોકસભા ચૂંટણી જુઓ. પંજાબ સિવાય જે રાજ્યોમાં ભાજપ હાર્યો, ત્યાં તેણે જબરદસ્ત જીત હાંસલ કરી. ત્યાં સુધી કે દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીગઢમાં પણ તેને શાનદાર જીત મળી. તેનાથી નવીન પટનાયક, કે. ચંદ્રશેખર રાવ, વાય.એસ. જગનમોહન રેડ્ડી જેવા નેતાઓનું સાહસ વધી જાય છે, જે ભાજપના મોટા દુશ્મન નથી. તેનાથી કેજરીવાલ અને મમતા બેનરજી જેવા ભાજપના કટ્ટર હરીફોને નુકસાન થાય છે. તેનાથી એ અન્ય સ્થાનિક નેતાઓ ખુશ થાય છે, જે ભાજપના સાથીદાર છે. તેમાં નીતીશ કુમાર સૌથી ઉપર છે. બિહારમાં આવતા વર્ષે ચૂંટણી થશે. આ શ્રેણીમાં પ્રફુલ્લ કુમાર મહંત અને હરિયાણામાં દુષ્યંત ચૌટાલા પણ છે. અહીં એવું કહેવું પણ અર્ધસત્ય છે કે, દેશમાં 17 રાજ્યમાં ભાજપની સરકાર છે. તેમાંથી ખાસ કરીને બિહાર અને હરિયાણામાં એવા પક્ષો સાથે ગઠબંધન છે, જેમની વિચારધારા જુદી છે.


મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરને ભાજપની પહોંચ ધરાવતા રાજ્ય ના કહી શકાય. સિક્કિમ અને મિઝોરમ એનડીએના ભાગ છે, ભાજપના નહીં. હકીકત તો એ છે કે, ભાજપ પાસે ફક્ત ત્રણ મોટા રાજ્ય છે: ઉત્તર પ્રદેશ, ગુજરાત અને કર્ણાટક. તેમાં પણ કર્ણાટક અસ્થિર છે. મોદી-શાહના ઉદય પછી ભાજપે એવી ફોર્મ્યુલા અપનાવી કે, હિંદીભાષી રાજ્યો અને બે મોટા પશ્ચિમ પ્રદેશોમાં જીત તેમજ કેટલીક નાની-મોટી સફળતા સાથે સમગ્ર ભારત પર રાજ કરી શકાય છે. જો તેને રાજ્યોમાં દોહરાવી ના શકાય, તો તમે સંઘવાદમાં ફસાશો. એટલે કે તમારે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરવાની રહેશે અને એ હકીકત સાથે જીવવું પડશે કે વિપક્ષનું શાસન ધરાવતા રાજ્યોમાં પોલીસ અને કાયદો-વ્યવસ્થાનું રાજ હશે. કેટલાક રાજ્યો (મમતા બેનરજીની જેમ) આયુષ્માન ભારત જેવી સારી યોજના લાગુ કરવાની પણ મનાઈ ફરમાવી દે. મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ શિવસેના સાથે કેમ ગયા? કારણ કે, બંને પક્ષ અસ્તિત્વ અને સત્તાની લડાઈ લડતા હતા.


તો શિવસેના કેમ અલગ થઈ? કારણ કે, તેને લાગતું હતું કે, ભાજપના વિકાસ સાથે તેની વૈચારિક જમીન ખતરામાં છે. મહારાષ્ટ્રથી આવતો અવાજ ચિંતાજનક છે. બુલેટ ટ્રેનનો વિરોધ, મેટ્રો વિરુદ્ધ ધમકીઓ વગેરે. તેમાં સૌથી મોટો મુદ્દો છે, એનઆરસી. મમતા ભલે તેને ફગાવી દેનારા પહેલા નેતા હોય, પરંતુ મોટા ભાગના બિન ભાજપ શાસિત રાજ્યો એ વિચાર સાથે સંમત નહીં થાય. પૂર્વોત્તરના અમુક નાના રાજ્યો નાગરિક સંશોધન વિધેયકની વિરુદ્ધ છે. આ સ્થિતિમાં એનઆરસી લાગુ કર્યા પહેલા જ ખતમ થઈ જશે. ચૂંટણી જેવા કારણોથી ત્રણ દસકા સુધી રામમંદિરની જેમ જ ધ્રુવીકરણ કરનારા વિચારો છવાયેલા રહેશે. આખરે તમને એમ લાગે છે કે, હું ફક્ત ભાજપની કમીઓ ગણાવી રહ્યો છું, તો ગ્રાફમાં એકવાર સંકોચાઈ રહેલો ભગવો રંગ જુઓ. તે ચૂંટણીને લગતી મર્યાદિત હકીકત છે.


વૈચારિક તસવીરને જુઓ તો સમગ્ર ભારતમાં તમને એવો એક પણ મુખ્યમંત્રી નહીં મળે, જે કલમ 370 હટાવવા અને અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાની ટીકા તો દૂર, તેનું સ્વાગત ના કર્યું હોય. છેલ્લા દસકામાં ભાજપ અને આરએસએસ પસંદગીના મુદ્દે ભારતીય રાજકારણનું ધ્રુવીકરણ કર્યું છે. હવે કાશ્મીર અને રામમંદિર જ નહીં, પરંતુ સમાન નાગરિક સંહિતા મુદ્દે પણ લોકો સંમત થતા દેખાઈ રહ્યા છે. ત્યાં સુધી કે કેરળની ડાબેરી સરકાર પણ સબરીમાલામાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરાવવાનું સાહસ ના કરી શકી. રાહુલ ગાંધી પણ જાહેરમાં પોતાની જનોઈ બતાવે છે, મંદિર જાય છે અને પોતાને ઉચ્ચ બ્રાહ્મણ ગોત્રના કહે છે. દેશનો રાજકીય રંગ હવે ભાજપ અને આરએસએસના ભગવો રંગમાં રંગાઈ ચૂક્યા છે. ભાજપ જ નહીં, આરએસએસ પણ હવે પોતાની જીતની જાહેરાત કરી શકે છે. આ મુદ્દે હેડગેવાર, ગોલવલકર અને સાવરકર પણ ચોક્કસ સંમત થાત!

X
Hindutva spreading with shrinking Bhagavan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી