સંદર્ભ / યુવાનોનો વિશ્વાસ ગુમાવી રહી છે સરકાર

Government is losing the trust of youth

શેખર ગુપ્તા

Jan 14, 2020, 08:23 AM IST

સ્પર્ધાત્મક રમતોમાં લીગની વ્યવસ્થા હોય છે, જે ઉચ્ચ, મધ્યમ, નિચલો, સીનિયર અને જૂનિયર સહિત અનેક વર્ગમાં વહેંચાયેલી હોય છે. ખેલાડીના હાવભાવ જોઈ્નએ એ નક્કી થાય છે કે તે કઈ લીગમાં રમશે. જે ખેલાડીનું સ્તર અત્યંત નીચું હોય તે બાળકો (જુનિયર) સાથે રમે છે, તે પોતાનું કદ ઘટાડે છે. આપણે આ વાતને રાજનીતિ પર પણ લાગુ કરવી જોઈએ, ખાસ કરીને જે રીતે ભાજપ સરકાર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનનો સામનો કરી રહી છે. તેને આપણે પહેલવાનમાંથી અભિનેતા બનેલા દારા સિંહ પાસેથી બોધપાઠ લઈ શકીએ છીએ. જે લોકો દારા સિંહને પડકાર ફેંકતાહતા, એ તેમને કહેતા હતા કે તેઓ પહેલા તેમના ભાઈ રંધાવાને હરાવે, ત્યારે જ તેઓ તેમની સાથે કુશ્તી લડશે. મેં તેમને પુછ્યું કે, તેઓ આવું કેમ કરે છે તો જવાબ આપ્યો કે, "કોઈ પણ લલ્લુ-પંજુ એમ કહેતો હોય છે કે તે દારા સિંહ સાથે લડી ચુક્યો છે. હું તેના માટે મારું કદ શા માટે ઘટાડું?'

હવે આપણે ફરી રાજનીતિ પર આવીએ. ભાજપ સરકાર છેલ્લા એક મહિનાથી કરી રહી છે: સીનિયર અને શક્તિશાળી લોકો બાળકો સાથે લડી રહ્યા છે. તેમની નીતિઓના વિરોધમાં દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં વિરોધની આગ ભડકેલી છે. ભાજપ જ્યાં સત્તામાં છે ત્યાં તે સંપૂર્ણ તાકાત સાથે લડી રહી છે. 2014 અને 2019ના દરેક એક્ઝીટ અને ઓપિનિયન પોલમાં એ દર્શાવાયું હતું કે, દેશનો યુવાન, ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારો નરેન્દ્ર મોદીનો સમર્થક છે. મેં 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન દેશભરના યુવાનો સાથે વાત કરી હતી અને તેઓ માત્ર એક નેતાનું નામ લેતા હતા: મોદી. મેં નવી દિલ્હીમાં સેન્ટર ફોર પોલિસી રિસર્ચની એક ચર્ચામાં એ કારણો જણાવ્યા હતા, જે મોદીને ભવ્ય વિજય તરફ લઈ જઈ રહ્યા હતા. ખાસ કરીને એ કે યુવાનો કોવી રીતે જાતિ, ભાષા, જાતિયતા અને અનેક બાબતોમાં ધર્મને પણ બાજુ પર મુકીને મોદીને સ્વીકારી રહ્યા છે.

જો, 2014ની ચૂંટણી સારા જીવનની આશાની ચૂંટણી હતી તો 2019ની ચૂંટણીમાં લોકો એવી આશા રાખતા હતા કે, પરિણામ આવતાં સમય લાગે છે, તે વચનના નવીનીકરણની ચૂંટણી હતી. જોકે, છ મહિનામાં જ યુવાનોને લાગ્યું કે, તેમને કંઈક બીજું જ મળ્યું છે. અર્થતંત્રમાં મંદી છે. આ મંદી લાંબા સમયથી અને કાયમી છે, હવે વિકાસ અને અચ્છે દિનની વાત કલ્પના લાગી રહી છે. નવા રોજગાર નથી. કોલેજમાં ભણતો દરેક યુવાન સ્વિગી કે ઝોમેટો માટે ડિલીવરી કરનારો કે ઓલા-ઉબર જેવા વાહન ચલાવાનો ઈરાદો રાખતો નથી.

મોદીએ તેમને આ વાતનું વચન આપ્યું ન હતું. તેમની અપેક્ષાઓ અને જરૂરિયાતો એકદમ સ્પષ્ટ છે અને તે પુરી નથી થઈ રહી. સ્પષ્ટ છે કે, તેની ભરપાઈ કાશ્મીરના એકીકરણ કે તેના પર નિયંત્રણથી અથવા તો પાકિસ્તાનને બોધપાઠ ભણાવાથી ન થઈ શકે. સાથે જ મુસ્લિમોને ડર દેખાડવાથી કે પ્રવાસી મુસ્લિમો સાથે નફરતથી પણ તેમની જરૂરિયાતો પુરી થવાની નથી. તેમાંથી એક પણ પગલું એવું નથી, જે તેમને રોજગાર અપાવી શકે, સારી આજીવિકા સુનિશ્ચિત કરી શકે કે સારું જીવન આપી શકે. કોલેજમાં જતા દરેક યુવાનો વચ્ચે મોદી-2 પ્રત્યે ઝડપથી મોહભંગ થયો છે. કોઈના મનમાં એક ખોટી માન્યતા ન રહેવી જોઈએ કે, તે એક એવો ડાબેરી કે ઉદાર વલણ ધરાવતી સરકારી યુનિવર્સિટીઓમાં "અર્બન નક્સલ'ના કારણે થઈ રહ્યું છે. હવે આ ગુસ્સો મોંઘી-ખાનગી યુનિવર્સિટીઓમાં પણ ફેલાઈ ચૂક્યો છે.

"ધ પ્રિન્ટ' મહિનામાં એક વખત "ડેમોક્રસી વોલ' નામથી અભિવ્યક્તિની આઝાદી પર એક કાર્યક્રમનું આયોજન કરે છે. આ આયોજન કોઈ જાણીતી શૈક્ષણિક સંસ્થામાં કરવામાં આવે છે. જેમાં દીવાલ જેવી દેખાતા વિશાળકાય બેનર પર વિદ્યાર્થીઓ પોતાના મનની વાત લખીને હસ્તાક્ષર કરે છે. છેલ્લા છ મહિનામાં તેના પર લખવામાં આવતી વાતોમાં પરિવર્તન આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં તો નાટકીય ફેરફાર જોવા મળ્યો છે. તાજેતરના દિવસોમાં તેમાં ક્રોધ અને નિરાશા પણ જોવા મળી રહી છે. સૌથી સામાન્ય વાક્ય "બુરે દિન વાપસ કર દો'.

મોદી-2ના છ મહિનામાં જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્રકાર પરિષદ કરીને વિદ્યાર્થીઓને તોફાની તત્વો અને દેશદ્રોહી જણાવવા પડી રહ્યા છે. કેબિનેટ મંત્રી ટીવી ચેનલો પર બેસીને વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને એવું શીખવાડી રહ્યા છે કે કેવો વ્યવહાર કરવો જોઈએ અને દેશભક્ત કેવી રીતે બનવું જોઈએ. જોકે, આજનો યુવાનો સ્માર્ટ છે. તે તિરંગો લહેરાવીને સામુહિક રીતે કે બંધારણની પ્રસ્તાવના વાંચીને કે પછી રાષ્ટ્રગીત ગાઈને આ નેતાઓને ચુપ કરાવી દે છે. માત્ર છ મહિના પહેલા તમે બોલિવૂડના એક મોટા વર્ગને મોદી સાથે સેલ્ફી લેતાં જોયો હશે. આજે તેમાંથી અનેક લોકો વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની પડખે છે.

જે બાકીના છે, તેઓ પણ મૌન ધારણ કરીને બેઠા છે. એક પણ ફિલ્મસ્ટાર સરકારના પક્ષમાં આગળ આવ્યો નથી. જો આપને શંકા છે તો તમે ખુદ ચકાસી લો કે, નાગરિકતા સુધારા કાયદાના સમર્થનમાં એક કેબિનેટ મંત્રી દ્વારા મુંબઈમાં આયોજિત રાત્રિભોજમાં કોણે-કોણે ભાગ લીધો હતો. કેટલાક નામની ઓળખ કરવા માટે તમારે ગૂગલની મદદ લેવી પડશે. યાદ રાખો કે, તમે રમવા માટે જે લીગની પસંદગી કરો છો, તેનાથી તમારું કદ ખબર પડે છે. (આ લેખકના પોતાના વિચાર છે.)

X
Government is losing the trust of youth

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી