બામુલાહિજા / CAB અને NRCનો હેતુ, ભાગલા પાડો અને જીતો

CAB and NRC Purpose, Divide and Win

શેખર ગુપ્તા

Dec 10, 2019, 07:15 AM IST
સાત દસકાથી પાકિસ્તાનનો એક જ મંત્ર રહ્યો છે કે, કાશ્મીરનું વિભાજન એક અધૂરો મુદ્દો છે. તમે તેનો ઉકેલ લાવી દો. ત્યાર પછી આપણે (ભારત-પાકિસ્તાન) મિત્રોની જેમ રહી શકીએ છીએ. બિલકુલ અમેરિકા અને કેનેડાની જેમ.' તેના જવાબમાં ભારતનો પણ એક જ મંત્ર છે કે, 'વિભાજન છેલ્લું હતું અને થઈ ચૂક્યું છે. કોઈ મૂર્ખ કે આત્મઘાતી જ એ ઘાવને બીજી વાર ખોલવા ઈચ્છે.' પરંતુ, હવે ભારતમાં પટકથા બદલાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આપણે સિટીઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (સીએબી) 2019ના સમર્થકોને વિભાજનની વાત કરતા સાંભ‌ળ્યા. તે પૂર્ણ ન્યાય અને બિન મુસ્લિમ લઘુમતીઓને ન્યાયની વાત કરે છે. તેમનું કહેવું છે કે, સીએબી પાકિસ્તાન અને બાંગ્લાદેશની લઘુમતીઓને આપેલું વચન નિભાવવાની પદ્ધતિ છે. એ વાતમાં શંકા નથી કે, પહેલા પાકિસ્તાન માટે લડાઈ કરાઈ અને પછી ઉપ મહાદ્વીપના મુસ્લિમો માટે તે હાંસલ કરાયું. પરંતુ તેનો અર્થ એ ન હતો કે, ભરાત તેમનું ઘર ના હોઈ શકે. એ પણ સાચું કે, ધાર્મિક આધારે બહુ જ મોટી વસતીની અદલાબદલી થઈ. જોકે, પશ્ચિમ ભારતમાં આ લેવડદેવડ થોડા વર્ષોમાં લગભગ પૂરી થઈ ગઈ.
પરંતુ પૂર્વ ભારતની તસવીર તેનાથી જુદી હતી. અનેક જટિલ કારણસર પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ બંગાળ, આસામ અને ત્રિપુરામાં વસતીની અદલાબદલી ઝડપથી પૂરી ના થઈ શકી. મોટી સંખ્યામાંબંગાળી મુસ્લિમ ભારત આવી ગયા અને પૂર્વ બંગાળ (પાકિસ્તાન)ના હિંદુઓ ત્યાં જ રહ્યા, પરંતુ રમખાણોનો દોર જારી રહ્યો અને બંને તરફના લોકો તેનો જવાબ આપતા રહ્યા. 1950માં તે રોકવા માટે નહેરુ અને પાકિસ્તાનના વડાપ્રધાન લિયાકત અલી ખાને એક કરાર પર હસ્તાક્ષર કર્યા. તે કરારના મહત્ત્વના મુદ્દા આ પ્રમાણે હતા.
બંને દેશ પોતાના ત્યાં છે, તે લઘુમતીઓનું રક્ષણ જ નહીં કરે, પરંતુ તેમને સરકારી નોકરી, રાજકારણ અને સશસ્ત્ર દળોમાં પણ ભરતી કરીને અધિકાર અને આઝાદી આપશે.
રમખાણોના કારણે વિસ્થાપિત થયેલા જે લોકો ઘરે પાછા ફરવા ઈચ્છે છે, તેમને સંપૂર્ણ સુવિધા અને સંરક્ષણ આપવામાં આવે.
જે પાછા ફરવા નથી ઈચ્છતા, તેમને કોઈ પણ બીજા પ્રવાસીની જેમ નાગરિક તરીકે સ્વીકારવામાં આવે.
આ દરમિયાન બંને તરફના એ લોકોને સંપૂર્ણ આઝાદી હશે, જે બીજી તરફ જવા ઈચ્છે છે. તેમને સંપૂર્ણ સહાય અને સંરક્ષણ આપવામાં આવશે.
ત્યાર પછી ભારતે 1951માં પહેલું નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન ઓફ ઈન્ડિયા (એનઆરસી) બનાવ્યું. સીએબીની ચર્ચામાં આપણે ભાજપના નેતાઓને નહેરુ-લિયાકત કરારનો ઉલ્લેખ કરતા સાંભળીએ છીએ. તેઓ કહે છે કે, ભારતે પોતાની પ્રતિબદ્ધતા નિભાવી, પરંતુ પાકિસ્તાને નહીં. આ ચર્ચા બહુ જ અઘરી છે. વસતીના આંકડા કહે છે કે, ભારતમાં મુસ્લિમોની કુલ વસતી વધુ છે.
તેમનો વૃદ્ધિદર હિંદુઓ અને શીખોથી વધુ ઝડપી રહ્યો છે. જ્યારે પાકિસ્તાનમાં લઘુમતીઓની વસતી ઝડપથી ઘટી છે. એવું માની શકાય કે, તેમણે પાકિસ્તાન છોડીને (પછી બાંગ્લાદેશ) ભારતમાં વસવાનું ચાલુ રાખ્યું. આ જ કારણે ભાજપ સીએબીને વિભાજનનો અધુરો એજન્ડા ગણાવે છે. તેમનું કહેવું છે કે, પાકિસ્તાને નહેરુ-લિયાકત કરારમાં પોતાનું વચન ના નિભાવ્યું અને એટલે ભારત બિન મુસ્લિમ લઘુમતીઓનું સ્વાભાવિક ઘર બનતું ગયું, જ્યારે ઈસ્લામિક દેશોમાં મુસ્લિમોની ધર્મના નામે હેરાનગતિ થવાનું કોઈ કારણ જ નથી. અહીંથી જટિલતાઓની શરૂઆત થાય છે. આપણે કેટલાક દસકા પાછળ જઈને આસામમાં થયેલા સ્થળાંતરની પ્રકૃતિ અને જટિલતાઓને સમજીએ. આસામની વસતી ગીચ ન હતી. ત્યાં મોટા પ્રમાણમાં ફળદ્રુપ જમીન અને જળ સ્રોત હતા.
આ કારણથી 20મી સદીની શરૂઆતમાં પૂર્વ બંગાળમાંથી મોટા પાયે લોકો ત્યાં આવીને વસ્યા. તેમાંથી મોટા ભાગના આર્થિક કારણોથી જમીન અને આજીવિકાની શોધમાં આવ્યા હતા. એ માટે ઘૂસણખોર શબ્દનો પહેલો પ્રયો 1931માં આસામની વસતી ગણતરીના બ્રિટીશ સુપરિન્ટેન્ડન્ટ સી.એસ. મુલ્લને કહ્યો હતો. મુલ્લને લખ્યું છે કે, 'આ પ્રાંતમાં છેલ્લા 25 વર્ષમાં સૌથી મહત્ત્વની ઘટના, જે સમગ્ર આસામના ભવિષ્યને હંમેશા માટે બદલી શકે છે અને અસમિયા સંસ્કૃતિને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે, તે જમીનભૂખ્યા પ્રવાસીઓની ઘૂસણખોરી છે, જેમાં મોટા ભાગના પૂર્વ બંગાળ અને ખાસ કરીને મેમનસિંહથી આવેલા મુસ્લિમો છે.' જો આસામમાં મુસ્લિમોનું આર્થિક સ્થળાંતર બહુ પહેલા મુદ્દો બની ગયો હતો, પરંતુ વિભાજન પછી તેમાં હિંદુ પણ સામેલ થઈ ગયા.
1947 પહેલા આવેલા મુસ્લિમો તો ત્યાં જ વસી ગયા અને ત્યાર પછી હેરાન થઈ રહેલા હિંદુઓના અનેક ઝુંડ ત્યાં આવી ગયા, જેનાથી સમગ્ર ક્ષેત્રનું જાતીય સંતુલન બદલાઈ ગયું. સમસ્યાનું મૂળ આ જ છે અને તેના કારણે સીએબી આસામની ચિંતાઓનો જવાબ આપવામાં નિષ્ફળ છે. ત્યાં અસલી ચિંતા ધાર્મિક નહીં, પરંતુ જાતીય, સાંસ્કૃતિક, ભાષાકીય અને રાજકીય છે. આરએસએસ અને ભાજપે છેલ્લા ત્રણ દસકામાં તે બદલવાનો પ્રયાસ કર્યો છે. મોટા ભાગના મુસ્લિમ પ્રવાસીઓ જૂના અને વિભાજન પહેલાના છે, જેમને નાગરિકતા આપવાનો ઈનકાર ના કરી શકાય. બંગાળી હિંદુ ત્યાં સૌથી નવા છે.
આ જ કારણસર 19 લાખ લોકો એનઆરસીમાંથી બહાર થઈ ગયા છે, જેમાં 60 ટકા બિન મુસ્લિમો છે. અહીં ભાજપ સમક્ષ ભીષણ વિરોધાભાસ છે. જો તેઓ ઈન્દિરા ગાંધી અને મુજીબુર રહેમાન વચ્ચે થયેલા કરાર પ્રમાણે, 25 માર્ચ 1971ના દિવસને કટ ઓફ માને છે, તો મુસ્લિમોથી વધુ તો હિંદુઓ તેમાં આવી જશે. જો સરકાર તેનાથી પાછળ જવા માંગશે, તો કેટલી પાછળ જશે? ભાજપે આ ઉકેલ સીએબીથી લાવવાનો પ્રયાસ કર્યો છે. આસામના લોકો તે સ્વીકારશે નહીં, પરંતુ ભાજપ જાણે છે કે સીએબીને નવી દેશવ્યાપી એનઆરસી પ્રક્રિયા સાથે જોડીને જોઈએ, તો આ એકદમ નિષ્ફળ વિચાર છે. જ્યાં તે લાગુ છે, ત્યાં આ એક વિભાજનકારી અને ધ્રુવીકરણ કરનારો વિચાર છે. તેનો વિરોધીઓએ આ બિલની સામે પડવું પડશે અને આવા વલણ સામે ફરી મુસ્લિમ તુષ્ટીકરણનો આરોપ લાગી શકે છે. પછી તે બીજા ત્રણ દાયકા સુધી કલમ 370 કે રામ મંદિર જેવો મુદ્દો બની શકે છે. (આ વિચારો લેખકના છે.)
X
CAB and NRC Purpose, Divide and Win

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી