તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદરના સદગુણોને જાળવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જેમની અંદર કાળી રાતનો અંધકાર હોય છે, સવારનાં ગીત તે પણ સારી રીતે ગાઈ લે છે. રાવણ અને તેનો પુત્ર મેઘનાદ બંને આ મામલે માહેર હતા. શ્રીરામ અને રાવણ વચ્ચે યુદ્ધમાં આમ તો અનેકવાર રામજીની સેનાને રાક્ષસોને મારી ભગાડી હતી પણ એક એવો સમય પણ આવ્યો હતો કે મેઘનાદના પરાક્રમની આગળ રીંછ, વાનર બધા ભાગતા દેખાયા. એવું લાગ્યું જાણે બધું નિષ્પ્રાણ થઇ ગયું. મેઘનાદના આ પરાક્રમથી જે દૃશ્ય સર્જાયું તેના પર તુલસીદાસજીએલખ્યું- દસ દસ સર સબ મારેસ પરે ભૂમિ કપિ બીર. 
સિંહનાદ કરિ ગર્જા મેઘનાદ બલ ધીર. મેઘનાદના દસ-દસ બાણોના પ્રહારથી વીર વાનર ધરતી પર ઢળી પડ્યા. ત્યારે તે સિંહની જેમ નાદ કરતા ગરજવા લાગ્યો. અહીં તુલસીદાસજીએ મેઘનાદ માટે બે શબ્દ લખ્યા. બળ અને ધીર. તો શું મેઘનાદને બળવાન અને ધૈર્યવાન કહી શકાય છેω પણ ખરેખર કોઈ પણ યુદ્ધને જીતવા માટે બળ અને ધીરજની જરૂર હોય છે. જો આ બે ગુણ કોઈમાં ઉતરી જાય તો દુષ્ટ પણ પ્રશંસનીય બની જાય છે. એટલા માટે તો અંદરથી દુર્ગુણોથી ભરેલ મેઘનાદ બળ અને ધીરજને લીધે તુલસીદાસજીની દૃષ્ટિમાં પ્રશંસનીય બની ગયો. દુર્ગુણોની આશંકા અને સદગુણોની શક્યતા આપણા સૌની અંદર છે. જીવનમાં એવું ક્યારેય ન કરશો કે અંદરતા દુર્ગુણ વધતા રહે છે અને બહાર સદગુણોનું પ્રદર્શન કરતા રહો. આ બેવડું જીવન કહેવાશે. જો અંદર સદગુણોની શક્યતા છે તો તેને બચાવી-જાળવી રાખો તો બહાર જે સદગુણ દેખાશે તેમાં ભેદ નહીં આવે..!
Feedback: humarehanuman@gmail.com
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો