નાગરિકતા બિલ / દેશને રાષ્ટ્રીય શરણ નીતિની જરૂર

The country needs a national refugee policy

Divyabhaskar.com

Dec 27, 2019, 07:52 AM IST
ભારે બહુમતીથી સત્તામાં આવેલા ભાજપે 7 કલાકની મેરેથોન ચર્ચા દરમિયાન વિપક્ષના ભારે વિરોધ પછી પહેલાં લોકસભામાં અને ત્યાર બાદ રાજ્યસભામાં નાગરિકતા બિલ પાસ કરાવી લીધું. લોકસભામાં બિલના પક્ષમાં 311 વિરોધમાં માત્ર 80 વોટ પડ્યા.એવું રાજ્યસભામાં પણ થયું. ત્યાં 105 વિરુદ્ધ 125 વોટથી બિલ પાસ થઇ ગયું. સાંપ્રદાયિકની ઝાંખીવાળા આ બિલને પાસ કરાવી નરેન્દ્ર મોદી સરકારે દેશને સફળતાપૂર્વક એક અંધકારમય માર્ગે ધકેલી દીધો અને હવે તેને ત્યાંથી પરત થવા ચોક્ક્સ જ સંઘર્ષ કરવો પડશે.
જે બિલ પર ચર્ચા થઇ અને પસાર થયું તે મૂળભૂત રીતે તે તમામ વાતોથી વિપરીત છે જેના માટે આપણે ઐતિહાસિક દૃષ્ટિએ ઊભા છીએ. આ જાહેર કરીને એક સમુદાય તેમની નજરમાં ઓછું મહત્વનું છે, તે સુધારાએ સમાનતા અને ધાર્મિક આધારે ભેદભાવ ન કરવાના આપણા બંધારણની મૂળ ભાવનાનું ઉલ્લંઘન કરે છે. સાથે જ રાષ્ટ્ર માટે જીવ આપનારા પૂર્વજોના વિચારો પર પણ હુમલો છે. પ્રતાપ ભાનુ મહેતા મુજબ આપણે હવે 'એક બંધારણીય લોકતંત્રને ગેરબંધારણીય જાતીયતંત્રમાં બદલવા તરફ પગલું ઉઠાવ્યું છે. સમગ્ર દેશમાં, ખાસ કરીને ઉત્તર-પૂર્વમાં આ કાયદાના વિપરીત પરિણામા દેખાઇ રહ્યાં છે.
આસામના એક બંગાળી વિદ્યાર્થીએ તો મને ઇ-મેલ કરીને જણાવ્યું કે તે સ્થાનિક આસામી લોકોના મનમાં ભરાયેલા બદલાના આક્રોશથી ડરી ગયો છે. કારણ કે આ લોકોને લાગે છે કે આ બિલથી તેમના પર વધારાનો બોજ પડ્યો છે. વાસ્તવિકતા એ છે કે આ કાયદાની અસર માત્ર તેની જોગવાઇઓ સુધી મર્યાદિત નથી. ભાજપ તેને રાષ્ટ્રી સ્તરે એનઆરસી સાથે જોડી દેશભરમાં ડર અને કટ્ટરવાદનો માહોલ બનાવવા માગે છે.
આમ તો આ સંપૂર્ણ કવાયતથી ભાજપે બે લોકોને ખુશ થવાની તક આપી છે. પહેલાં ભાજપના વૈચારિક પૂર્વજ વિનાયક દામોદર સાવરકર છે, જેમણે સૌથી પહેલાં આપણા દેશને મુસ્લિમ ભારત અને ગેરમુસ્લિમ ભારતમાં વહેંચવાની વાત કરી હતી. 1940માં આ જ વિચાર મુસ્લિમ લીગના લાહોર અધિવેશનમાં સ્વીકૃત થયેલા પાકિસ્તાન પ્રસ્તાવમાં દેખાયો હતો. આપણા રાષટ્રવાદી સંઘર્ષની ગોધૂલી પર આપણા પોતાનું આંદોલન આ વાતે બે ભાગમાં વહેંચાઇ ગયું હતું કે શું ધર્મ રાષ્ટ્રીયતાનો આધાર હોવો જોઇએ? જેમણે આ સિદ્ધાંતમાં વિશ્વાસ રાખ્યો, તેમણે જ પાકિસ્તાનના વિચારને સમર્થનને આપ્યું.
જ્યારે મહાત્મ ગાંધી, જવાહરલાલ નેહરુ, મૌલાન આઝાદ અને આંબેડકરનો વિચાર તેનાથી અલગ હતો કે ધર્મને રાષ્ટ્રીયતા સાથે કોઇ લેવા દેવા નથી. તેમના ભારતનો વિચાર તમામ ધર્મો, ક્ષેત્રો, જાતિઓ અને ભાષાના લોકો માટે એક સ્વતંત્ર દેશ હતો, જે દ્વિ-રાષ્ટ્રની ધારણાને સંપૂર્ણપણે નકારતો હતો. આપણું બંધારણ ભારતના મૂળ વિચારને પ્રતિબિંબિત કરે છે, જેને હવે મોદી સરકાર છેતરવા માગે છે.
જેવું મેં સંસદીય ચર્ચા દરમિયાન કહ્યું હતું કે નાગરિકતા સુધારા બિલનું પાસ થવું ચોક્કસપણે ગાંધીના વિચારો પર જિન્નાના વિચારની જીત છે. ભાજપ એક સાથે પાકિસ્તાનને નકારવા અને તેને બનાવવાના તર્ક, બંનેનું સમર્થન કરી ન શકે. કેવી વિડમ્બણા છે કે હિન્દુત્વવાદી ભાજપ હવે મોહમ્મદ અલી જિન્નાની પ્રામાણિકતાને સુનિશ્ચિત કરવામાં લાગ્યો છે. પોતાના કોંગ્રેસી ટીકાકાર પર પાક.ની ભાષા બોલવાનો આરોપ લગાવનારા નરેન્દ્ર મોદીની સરકાર માત્ર પાકિસ્તાનની જેમ વાત નથી કરતી, પાક.ની જેમ કામ પણ કરે છે. અરે તેનાથી પણ ખરાબ એ છે કે પાકિસ્તાનની જેમ વિચારે પણ છે. આ વિડમ્બણા જ છે કે હિન્દુત્વાદી પક્ષે એક એવા વિધેયક માટે આક્રમક રીતે જોર લગાવ્યું,જે હિન્દુ સભ્યતાની વિરુદ્ધ છે અને આપણે જેના પર ગર્વ કરીએ છીએ તે વારસો છોડવા જેવું છે.
1893માં સ્વામી વિવેકાનંદે શિકાગોમાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે તેમને એ ભૂમિ તરફથી બોલવામાં ગર્વ થાય છે જેણે તમામ ધર્મો અને દેશોથી સતાવેલા લોકોને શરણ આપી છે. આપણે આ વારસાને તિબેટી, બહાઇ સમુદાય, શ્રીલંકન તમિળ અને બાંગ્લાદેશીઓને ધર્મ પૂછ્યા વિના શરણ આપતા કાયમ જાળવ્યો છે. હવે આ સરકાર માત્ર એક સમુદાયને અત્યાચારની એ જ સ્થિતિઓમાં શરણ આપવાથી ઇનકાર કરી રહી છે જે અન્યો માટે પણ છે અને એવું ઠેરવી રહ્યા છે કે આ સમુદાયના ભારતમાં રહેતા લોકો ડરના વાતારણમાં છે. સાચી વાત તો એ છે કે ભાજપે એક ધાર્મિક રીતે તટસ્થ નાગરિકતા બિલ રજૂ કર્યું હોત, જેવું સૂચન લોકસભામાં સરકારના સમર્થક અકાલીદળ સહિતના અનેક પક્ષોએ કર્યું હતું.
આ સરકારનું એક બહુ જ નિર્લજ પ્રદર્શન છે. જેણે ગત વર્ષે એક રાષ્ટ્રીય શરણ નીતિ બનાવવા અને તેના પર ચર્ચા માટે પણ ઇનકાર કરી દીધો હતો. મેં તેનો પ્રસ્તાવ એક ખાનગી વિધેયક તરીકે કર્યો હતો અને તેને વ્યક્તિગત રીતે ગૃહમંત્રી, તેમના મંત્રીઓ અને ગૃહસચિવને શેર પણ કર્યો હતો. જો મોદી અને અમિત શાહની સરકાર વાસ્તવમાં શરણાર્થીઓની ચિંતા કરે છે તો તે એક રાષ્ટ્રીય શરણ નીતિની જરૂરિયાતને કેમ નકારી રહી છે અથવા તે એવી કોઇ નીતિ કેમ નથી લાવતી? અચાનક તે કેટલાક શરણાર્થીઓને નાગરિકતા આપી એક ડગલું આગળ વધવાનો દાવો કરે છે. જ્યારે હકીકત એ છે કે તે શરણાર્થીઓનું સ્તર સુધારવા માટે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ જરૂરી મૂળભૂત ચીજો પણ કરવા માગતી નથી.
એક વર્ષથી થોડા વધુ સમય પહેલાં મારી તે બહુ ટીકા થઇ હતી. જ્યારે મેં કહ્યું હતું કે જો ભાજપ 2019માં જીતે છે તો તે પાકિસ્તાનના હિન્દુત્વ સંસ્કરણનું સૂત્રપાત કરશે. ત્યારે શાસક પક્ષે કડક વિરોધ કર્યો હતો અને તેના સભ્યો મારા પણ માનહાનીનો કેસ પણ ચલાવવા માટે તૂટી પડ્યા હતા. કોલકાતાના એક જજે તો આ ટિપ્પણી માટે મારી વિરુદ્ધ ધરપકડ વોરન્ટ પણ બહાર પાડી દીધું હતું. દુ:ખદ છે કે હવે હું દૂરદર્શી લાગું છું. પાકિસ્તાનનું હિન્દુ સંસ્કરણ એ જ છે, જે ભાજપના શાસનમાં આપણું ભારત બની રહ્યું છે. (આ લેખકના પોતાના વિચારો છે.)
X
The country needs a national refugee policy
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી