તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શિવસેનાના આક્રમક વલણની મજબૂરી સમજો

એક વર્ષ પહેલાલેખક: રાજદીપ સરદેસાઈ
  • કૉપી લિંક
  • એક સમયે ગઠબંધનમાં હાવી રહેલા પક્ષને જુનિયર પાર્ટનરની ભૂમિકા પચતી નથી

ગઠબંધન મુદ્દે વાતચીતને લઈને ભાજપ નેતા પ્રમોદ મહાજન અને શિવસેના પ્રમુખ બાળ ઠાકરેનો એક ઓછો જાણીતો કિસ્સો છે. 1990માં જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષ પહેલીવાર ગઠબંધન મુદ્દે સંમત થયા, ત્યારે ઠાકરેએ કાગળના ટુકડા પર એક આંકડો લખ્યો અને મહાજનને આપ્યો. ઠાકરેએ મહાજનને સ્પષ્ટ વાત કરી કે, 'અમે 200 બેઠક પર ચૂંટણી લડીશું, બાકી પર તમે લડો.' આ ડીલ અડધા કલાકથી પણ ઓછા સમયમાં થઈ ગઈ. 288 સભ્યોની વિધાનસભા માટે સેનાએ 183 અને ભાજપે 105 બેઠક પર ચૂંટણી લડી.   આ વાત ફાસ્ટ ફોરવર્ડ કરીને 2019માં આવીએ, જ્યારે સંજોગો નાટકીય રીતે બદલાઈ ગયા છે. આ વખતે ભાજપનો વારો હતો, જેણે ભગવા ગઠબંધનમાં શિવસેના સામે જુનિયર પાર્ટનર બનવા સિવાય કોઈ વિકલ્પ નથી છોડ્યો. 150 બેઠક પર ભાજપ, 124 પર સેના અને 14 બેઠક પર નાના પક્ષોએ કમળના નિશાન પર ચૂંટણી લડી. આ પરિવર્તનથી સ્પષ્ટ દેખાય છે કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેમજ રાજ્યમાં દેવેન્દ્ર ફડણવીસે મળીને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં કઈ રીતે સત્તાના કેન્દ્રને સંપૂર્ણપણે બદલી નાંખ્યુ છે. શિવસેના માટે સત્તાનું આ પરિવર્તન સ્વીકારવું સરળ નથી. જે પક્ષનો ઉદય જ મહારાષ્ટ્રવાદના ગર્ભમાંથી થયો છે, તેના માટે રાષ્ટ્રીય સ્તરે બે પ્રભાવી ગુજરાતીની સત્તા સ્વીકારવી કડવી ગોળી ગળવાથી ઓછું નથી.   સરકાર બનાવવા માટે સતત મુખ્યમંત્રી પદ વહેંચવા મુદ્દે શિવસેના દ્વારા ભાજપ પર કરાતું દબાણ જોઈને પણ આ સમજી શકાય છે. 2014માં બંને પક્ષે જુદી જુદી ચૂંટણી લડી, ત્યારે ચૂંટણી પછી થયેલા કરારમાં શિવસેના પાસે ભાજપની શરતો સ્વીકારવા કરવા સિવાય ખાસ કોઈ વિકલ્પ ન હતા. બિમાર ઉદ્ધવ ઠાકરેને એક નરમ નેતાના રૂપમાં નકારી દેવાયા અને ફડણવીસ નિર્વિવાદ રીતે મહારાષ્ટ્રના નંબર વન નેતા તરીકે આગળ વધ્યા. આ બંનેના સંબંધમાં રસપ્રદ વળાંક 2017માં મુંબઈ નગર નિગમની ચૂંટણીઓ વખતે આવ્યો. ત્યારે ભાજપે સેનાને તેના અસલી ગઢમાં પડકારી અને તેમાં સફળતાપૂર્વક ઘૂસ મારી.    શિવસેનાએ 84 બેઠક જીતી લીધી અને ભાજપની બેઠકની સંખ્યા 31થી વધીને 82 થઈ ગઈ. એ સ્પષ્ટ સંકેત હતો કે, ભાજપ પાસે હિંદુત્વની મુખ્ય તાકાત છે અને શિવસેના કરતા વધારે સમર્થન મેળવવા સક્ષમ છે. એક સ્થાનિક પક્ષ તરીકે શિવસેનાની લાચારી સામે આવી ગઈ અને તે મુંબઈમાં મોટી સંખ્યામાં રહેતા ઉત્તર ભારતીયોનું સમર્થન મેળવવામાં પણ નાકામ રહી.   2017ની નિગમ ચૂંટણી પછી શિવસેના ઝઝૂમતી નજરે પડી, જ્યારે ભાજપ એક પછી એક નિગમ ચૂંટણીઓ જીતી. મૂળભૂત રીતે મુંબઈ-કોંકણ જેવા શહેરી ક્ષેત્રમાં પ્રભાવ ધરાવતી શિવસેનાનો ગ્રામીણ ક્ષેત્રોનો રેકોર્ડ હેરાન કરનારો છે. જ્યારે પણ તેણે કૃષિ સંકટને લગતા મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ભાજપે તેને રાજ્યમાં સમાંતર શક્તિ તરીકે ઊભરવાની જગ્યા ના આપી.    રામમંદિર મુદ્દે શિવસેનાના હતાશાભર્યા ઘોંઘાટ તેમજ મોદી-ફડણવીસ સરકારને નિશાન બનાવવા મુખપત્ર 'સામના'નો શિવસેના દ્વારા થતો ઉપયોગ જોઈને આ વાત સમજી શકાય છે. એક વિદ્રોહી તાકાતની રાજકીય છબિ ધરાવતી શિવસેનાએ પાંજરામાં બંધ વાઘની જેમ ભાજપ દ્વારા થોપી ગયેલી શરતો તોડીને મુક્ત થવા ઘણાં પ્રયાસ કર્યા. જે સેના એક સમયે ગર્વ કરતી હતી કે, બાળ ઠાકરેના યુગમાં તેમની એક દહાડ પર મુંબઈ થંભી જતું હતું, તે હવે એક રીતે કાગળ પરનો વાઘ બનવા તરફ આગળ વધતી હતી. આ જ કારણથી તે આક્રમક છે.   આ સિવાય 2019ની ચૂંટણી કરો યા મરો જેવી સ્થિતિ હતી. આ કારણથી ઠાકરે પરિવારે પોતે ચૂંટણી વ્યૂહથી દૂર રહેવાની નીતિને વિરામ આપીને 29 વર્ષીય આદિત્ય ઠાકરેને પહેલીવાર ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા. ચૂંટણી પરિણામોએ ભાજપ અને શિવસેનાના અંતરને પણ બતાવી દીધું. ભાજપે 70 ટકા સ્ટ્રાઈક રેટ સાથે 164 બેઠક પર લડીને 105 બેઠક હાંસલ કરી, જ્યારે શિવસેનાએ 124 બેઠક પર લડીને 56 બેઠક મેળવી. તેનો સ્ટ્રાઈક રેટ 50 ટકાથી પણ ઓછો રહ્યો. જોકે, ટી-20થી વિપરિત રાજકારણમાં સ્ટ્રાઈક રેટનો કોઈ અર્થ નથી.    હકીકત એ છે કે, ભાજપને બહુમતી માટે જરૂરી બેઠકોથી 39 ઓછી મળી છે અને તેણે શિવસેનાને સરકાર રચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની તક આપી છે. 2014માં સરકારમાંથી બહાર રહેવાના ડરથી શિવસેના ભાજપનું ફરમાન માનવા મજબૂર હતી. 2019માં શિવસેનાના સમર્થન પર ભાજપની નિર્ભરતા એક સારા સોદા માટે કાફી છે. કહાનીમાં ફક્ત આ એકમાત્ર ટ્વિસ્ટ નથી. 2014માં શરદ પવારની એનસીપી પણ ભાજપ સાથે આવવાના વિકલ્પ શોધી રહી હતી. 2019માં ઈડીની નોટિસ મળવાથી તેમજ પોતાના ધારાસભ્યો તોડવાની આશંકા પછી એવું લાગતું હતું કે, પવારે પણ ભાજપને સબક શીખવવાનો નિર્ણય કરી લીધો છે.   જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે, તે ભાજપના નેતૃત્વમાં સરકાર બને એવું નહીં ઈચ્છે, પરંતુ તેઓ ખુલ્લેઆમ 'સાંપ્રદાયિક' શિવસેના સાથે પણ આવવા નથી ઈચ્છતા. રાજકીય અસ્થિરતાની રમતમાં મોદી-શાહે હમણાં કે પછી એ વાતનો સામનો કરવો જ પડશે કે, પોતાની સર્વોચ્ચતા જાળવી રાખવા માટે તે પોતાના સહયોગીઓને કઈ હદ સુધી દબાવી શકે છે. કેટલાક મહત્ત્વના મંત્રાલય મળ્યા પછી કદાચ સેના સાથે આવી જશે, પરંતુ શું મહારાષ્ટ્રના મહાભારતનો અર્થ એ છે કે, એનડીએના ગઠબંધનના પ્રયોગ ખતમ થવાની શરૂઆત થઈ ગઈ છે? જ્યાં આજે શિવસેના છે, ત્યાં કાલે નીતીશ કુમાર હોઈ શકે છે.   ફરી એકવાર: દરેક ચૂંટણીમાં કિંગ કે કિંગમેકર ઊભરે છે, પરંતુ મહારાષ્ટ્રમાં અત્યારે કોઈ એક સ્ટાર નથી. જો તમને આ વાતની સાબિતી જોઈતી હોય કે, પત્રકારો સારા રાજકારણી હોઈ શકે છે તો શિવસેના સાંસદ અને 'સામના'ના સંપાદક સંજય રાઉત તરફ જુઓ. જેમણે બાળ ઠાકરેનો ઈન્ટરવ્યૂ લીધા પછી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને આજે તેઓ મહારાષ્ટ્રમાં સેનાનો અવાજ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો