ચૂંટણી / મરાઠીઓને સાધીને શિરમોર બન્યા ફડણવીસ

fadnavis successful to get supporting of marathas

  • મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રભાવશાળી સ્થાનિક નેતાઓને મજબૂત કરતો ભાજપ વિપક્ષનો સફાયો કરી શકે છે

Divyabhaskar.com

Oct 11, 2019, 07:42 AM IST

મહારાષ્ટ્ર વિધાનસભાની રસપ્રદ ચૂંટણીમાં અનેક બાબતો પહેલીવાર થઈ રહી છે. મરાઠા બહુમતી ધરાવતી નાગપુર બેઠક પરથી પહેલીવાર એક 49 વર્ષીય બ્રાહ્મણ સતત બીજી વાર ચૂંટાય એવી પૂરેપૂરી સંભાવના છે. ઠાકરે પરિવારમાંથી 29 વર્ષના સભ્ય પહેલીવાર ચૂંટણી મેદાનમાં છે. ભાજપ પહેલીવાર શિવસેનાને નાના ભાઈના સ્તરે લાવીને ગઠબંધનમાં ચૂંટણી લડી રહ્યો છે. મહારાષ્ટ્રના સૌથી મોટા નેતા શરદ પવારે પોતાની 50 વર્ષની રાજકીય કારકિર્દીમાં પહેલીવાર પરિવાર અને પક્ષ- બંનેને એક રાખવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં એક સમયે નંબર વન પાર્ટી રહેલી કોંગ્રેસ આજે પ્રાસંગિક બની રહેવા પણ સંઘર્ષ કરી રહી છે.

જો કોઈ રાજ્ય કોંગ્રેસના પતન અને ભાજપના ઉભારને દર્શાવે છે, તો તે મહારાષ્ટ્ર છે. રાજ્યમાં કોંગ્રેસ-એનસીપીના કુલ મત ક્યારેય 30 ટકાથી ઓછા નથી રહ્યા. ઉત્તર પ્રદેશથી વિપરિત અહીં કોંગ્રેસના મત 10 ટકાથી ઓછા છે અને ના તો અહીં ક્યારેય સપા-બસપા જેવી રાજકીય ક્રાંતિ થઈ છે. આ એ રાજ્ય છે, જ્યાં બિન કોંગ્રેસી વિપક્ષને ક્યારેય પોતાના દમ પર સંપૂર્ણ બહુમતી નથી મળી. 1995માં ભાજપ-શિવસેનાએ અપક્ષ અને કેટલાક બળવાખોરોના સહારે સરકાર બનાવી હતી. 2014માં પરિણામ આવ્યા પછી ભાજપ-શિવસેના સરકાર બનાવવા માટે સાથે આવ્યા. મહારાષ્ટ્ર કોંગ્રેસનો મજબૂત ગઢ રહ્યો છે, પરંતુ આજે તેનો આ કિલ્લો નબળો જ નહીં, સંપૂર્ણપણે ધરાશાયી થવાની અણીએ છે.

આ નાટકીય ફેરફાર સમજવા માટે આપણે એ જાણવું પડશે કે, મહારાષ્ટ્ર કેવી રીતે કોંગ્રેસના પ્રભુત્વવાળું રાજ્ય બન્યું. આઝાદી પછી બધા જ સંગઠનોને સમાહિત કરનારી પાર્ટીના રૂપમાં કોંગ્રેસનું મહારાષ્ટ્રમાં સામ્રાજ્ય સ્થાપિત થયું હતું. વાયબી ચવ્વાણ જેવા કરિશ્માઈ નેતૃત્વ ધરાવતા નેતાઓએ શહેર અને ગામોમાં એક સામાજિક, આર્થિક અને વિભિન્ન જાતિઓ અને સમાજને સાથે લાવીને એક મજબૂત-સ્થાયી ગઠબંધન સ્થાપિત કર્યું, જે આજે તૂટી ગયું છે. તેને પહેલો ઝટકો 90ના દાયકામાં શહેરી વિસ્તારોમાં હિંદુત્વ ગઠબંધન દ્વારા થયેલા રાજકીય ધ્રુવીકરણથી મળ્યો. બીજો ઝટકો 1999માં શરદ પવારે બીજી વાર કોંગ્રેસથી અલગ થઈને આપ્યો અને તેઓ પોતાની સાથે પશ્ચિમ મહારાષ્ટ્રના અનેક યુવા નેતાઓને પણ લઈ ગયા.

ત્રીજો ઝટકો વિદર્ભ અને મરાઠાવાડા જેવા પછાત વિસ્તારમાં બિન મરાઠા ઓબીસીએ ભાજપ અને શિવસેના સાથે જોડાઈને આપ્યો. કોંગ્રેસને ચોથો ઝટકો દલિત યુવાનોએ આપ્યો. આ યુવાનો કોંગ્રેસના પરંપરાગત આભિજાત્ય વર્ગના નેતાઓને સ્વીકારવા તૈયાર ન હતા અને તેમણે પ્રકાશ આંબેડકર જેવા વૈકલ્પિક નેતાઓના નેતૃત્વાળા વંચિત બહુજન આઘાડી સાથે જોડાઈ જવાનું યોગ્ય માન્યું. આ વખતે મરાઠા નેતૃત્વ દ્વારા ભાજપ માટે કોંગ્રેસને છોડવી પક્ષ માટે નિર્ણાયક ઝટકો સાબિત થઈ શકે છે. પોતાના સંખ્યાબળના કારણે મરાઠા સત્તા અને સંસાધનોનો હંમેશા સ્વહિત માટે ઉપયોગ કરે છે.

દેશના કોઈ પણ હિસ્સામાં કોઈ એક જાતિને ક્યારેય આવો અધિકાર નથી મળ્યો. પ્રભુત્વના બધા જ સંઘર્ષ પણ મરાઠા વચ્ચે જ થયા અને તેમાં બહારની દખલ બહુ ઓછી રહી. ત્યાં સુધી કે શક્તિશાળી ઈન્દિરા ગાંધી પણ સંઘર્ષ કરી રહેલા મરાઠા જૂથો પર લગામ કસવામાં નિષ્ફળ રહ્યા અને એઆર અંતુલે જેવા મુખ્યમંત્રીઓ થોપવાના તેમના પ્રયાસ પણ ક્યારેય સંપૂર્ણપણે સફળ ના રહ્યા. હવે લાગે છે કે, નરેન્દ્ર મોદી-અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસની ત્રિપૂટી મરાઠાઓને વહેંચવા અને તેમના પર શાસન કરવામાં સફળ થઈ ગઈ છે.

સ્થાનિક મરાઠા પ્રમુખોને મનાવવા માટે ફડણવીસે દામ અને દંડની નીતિ અપનાવી છે. મરાઠા અનામતની માગ સ્વીકારી તેમણે નોકરીઓમાં પછાત મરાઠા યુવાનોને આકર્ષ્યા છે. ત્યાર બાદ તેમણે એવા મરાઠા નેતાઓના નાણાકીય તંત્રને નિશાન બનાવ્યા છે, જેમનાથી રાજકીય વિરોધની સંભાવના હતી. તેમાં સુગર, ડેરી અને બેન્કો સાથે સંકળાયેલા કો-ઓપરેટિવ મુખ્ય છે. કો-ઓપરેટિવ સેક્ટરના કેશ એન્ડ કેરી વેપાર મોડલે ઘણાં કો-ઓપરેટિવને સાઇડમાં ધકેલી દીધા હતા. કોંગ્રેસ શાસનમાં શરૂ કરાયેલી સરકારી ભાગીદારીને પરત ખેંચી ફડણવીસે સુગર લોબીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે લાઇનમાં આવી જાવ, નહીંતર... કોઇને પણ આશ્ચર્ય ના થયું, જ્યારે ઘણાં એવા નેતા ભાજપમાં સામેલ થઇ ગયા, જેમની સંસ્થાઓ સામે કેસો પડતર હતા.

એક રીતે ફડણવીસે મહારાષ્ટ્રમાં એવી જ નીતિ અપનાવી જેવી દિલ્હીની મોદી સરકારે પોતાને નવી કોંગ્રેસની જેમ રજૂ કરી સત્તાનો ચાલાકીથી ઉપયોગ કર્યો. કોંગ્રેસે જ્યાં પોતાની તાકાત આંતરિક જૂથબંધી પર ખર્ચી નાંખી, ત્યાં ફડણવીસ સરકારે પોતાના સંપૂર્ણ કાર્યકાળને ચતુર રાજકીય મેનેજમેન્ટ સાથે વિપક્ષને ધ્વસ્ત કરવામાં વાપર્યો. શિવસેનાને સાધવા માટે સરકારે તેની લક્ષ્મણ રેખા દેખાડી દીધી. તે એવા વિપક્ષની ભૂમિકામાં આવી ગઇ છે જે ફક્ત થોડો ઘણો હોબાળો કરી શકે. કોંગ્રેસ-એનસીપીના અનેક નેતા પોતાના અગાઉના કામોને કારણે કંઇ બોલી શકતા નહતા અને તેમનો શિકાર પણ સરળ હતો.

કોંગ્રેસ હાઇ કમાન્ડે રાજ્યના નેતૃત્વને કોઇ અધિકાર આપ્યા નહી, પરંતુ પવારને પણ ઘણી વખતે ઓછા મહત્વના કામો આપ્યા. બીજી બાજુ ભાજપે ફડણવીસની પસંદને મહત્ત્વ આપી તેમને સારી એવી સવાયત્તતા પણ આપી. વ્યક્તિઓથી સંચાલિત થનારા આજના ચૂંટણી માહોલમાં ભાજપે સફળતાપૂર્વક એક સ્થાનિક ચહેરાને વિકસિત કર્યો. તેના કારણે પાણીની અછત જેવા અનેક સ્થાનિક મુદ્દા અને કામ નહીં કરનારા નેતાઓ છતાં આ ચૂંટણીમાં તેઓ સફાયો કરવાની સ્થિતિમાં છે. જો આપણે 2019ની સામાન્ય ચૂંટણીને માત્ર મોદી ચૂંટણી કહી શકીએ તો મહારાષ્ટ્રની ચૂંટણીને માત્ર ફડણવીસ ચૂંટણી કહી શકાય છે.

પુનરાવર્તન: તાજેતરમાં જ એક મીડિયા કોન્કલેવમાં મેં ફડણવીસને પૂછાયું કે, ભાજપ એ તમામ નેતાઓને શા માટે ભેગા કરી રહી છે, જે વિપક્ષમાં ભ્રષ્ટ ગણાતા હતા? તો તેમનો જવાબ હતો કે 'મને એક પણ નેતા બતાવો, જેમને અમે લીધો હોય અને તેની સામે ઇડીએ કેસ કર્યો હોય.' ભ્રષ્ટાચારના અન્ય મામલાને ભૂલી જાવ, એવું લાગે છે કે ઇડી હવે રાજકીય રીતે અછૂત હોવાનું નવું માપદંડ છે!

X
fadnavis successful to get supporting of marathas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી