જીવન-પથ / તમારા દાવામાં અહંકાર ન હોવો જોઈએ

Your claim should not have ego

Divyabhaskar.com

Jan 14, 2020, 08:22 AM IST

પોતાની લાયકાત આધારિત કોઈ દાવો કરવું ખોટું નથી. માની લો કે, પરિસ્થિતિ બગડી જાય અને તમે દાવો કરો કે હું આ સ્થિતિ સુધારી લઈશ તો તેમાં કોઈ દોષ નથી. મનુષ્યએ પોતાની લાયકાત, પોતાના અનુભવ પર વિશ્વાસ રાખવો જ જોઈએ. જોકે, એ દાવો પોલો અને અહંકારયુક્ત ન હોવો જોઈએ. તમારા દાવાને જો પાકો રાખવો હોય, સાચા પરિણામ સુધી પહોંચવું હોય તો ભગવાન પર વિશ્વાસ રાખો. અહીં અનુભવનો અર્થ એ છે કે, ક્યારેય પણ ભગવાને તમારો વિશ્વાસ નિભાવ્યો હોય તો તેને ભુલવો ન જોઈએ. જો તમે આમ નહીં કરો તો તમારો દાવો પોલો સાબિત થઈ શકે છે, જેવું કે યુદ્ધ મેદાનમાં મેઘનાત કરી રહ્યો હતો. કુંભકર્ણના મૃત્યુ પછી રાવણ જ્યારે વિલાપ કરતો હતો તો મેઘનાદે તેને અને ઘરની મહિલાઓને કહ્યું હતું, દેખેહુ કાલિ મોરી મનુસાઈ. અબહિં બહુત કા કરીં બડાઈ. ઈષ્ટદેવ સૈં મમ બલ રથ પાયઉં. સો બલતાત નતોહિ દેખાયઉં. મેઘનાદ દાવો કરે છે કે, બીજું વધારે શું કહું, પરંતુ આવતીકાલે મારો પુરુષાર્થ જોજો. મારી આષ્ટદેવ પાસેથી મેં જે શક્તિ અને રથ પ્રાપ્ત કર્યા હતા, તે અત્યાર સુધી કોઈને બતાવ્યા નથી, હવે આવતીકાલે બતાવીશ. પરંતુ બીજા દિવસે જ્યારે તે યુદ્ધ મેદાનમાં ઉતર્યો તો હનુમાનજીએ તેના બધા જ દાવા પોલા સાબિત કરી દીધા હતા. આથી, દાવા કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ તે મેઘનાદની જેમ પોલો ન હોવો જોઈએ.

X
Your claim should not have ego
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી