જીવન-પથ / યોગથી માનસિક દિવ્યાંગતા દૂર થશે

Yoga will remove mental impairment

Divyabhaskar.com

Dec 03, 2019, 07:32 AM IST

દિવ્યાંગતા બે પ્રકારની હોય છે. શારીરિક તો જગજાહેર છે પણ એક માનસિક દિવ્યાંગતા પણ હોય છે. શારીરિક દિવ્યાંગતાની સેવા માટે ઘણી સંસ્થાઓ છે, સરકારની યોજનાઓ પણ છે પરંતુ ઉપર જે જગત સરકાર છે તેણે માનસિક દિવ્યાંગતા માટે કાયમી યોજના ચલાવી રાખી છે, જેનું નામ છે મેડિટેશન. શારીરિક રીતે સક્ષમ વ્યક્તિ પણ માનસિક દિવ્યાંગ થઇ જાય છે. કુંભકર્ણ તેનું ઉદાહરણ છે. યુદ્ધમાં તેણે એવું પરાક્રમ બતાવ્યું કે વાનરસેનાને શારીરિક દિવ્યાંગ બનાવી દીધી. હાહાકાર મચી ગયો અને વાનરો શ્રીરામના શરણે ગયા. રામ જાણતા હતા કે માનસિક દિવ્યાંગતા દુર્ગુણોના કારણે આવે છે.


કુંભકર્ણ દુર્ગુણોનું પ્રતીક છે. આપણા દુર્ગુણ જ આપણને માનસિક રીતે અશક્ત બનાવે છે. તેમનાથી કેવી રીતે બચી શકાય? વાનરોના એ સંવાદ પર ધ્યાન આપો કે જે તેમણે રામ માટે કહ્યો- 'કૃપા બારિધર રામ ખરારી, પાહિ પાહિ પ્રનતારતિ હારી.' અર્થાત્, હે કૃપારૂપી જળને ધારણ કરનારા મેઘરૂપ શ્રીરામ, હે ખરના શત્રુ, શરણાગતના દુ:ખ હરનારા, અમારી રક્ષા કરો. 'બારિધર' શબ્દ બહુ પ્રેમાળ છે. એવું આકાશ કે જે કૃપાની, દયાની વર્ષા કરે છે. રામજી એ જ કરે છે. યોગ્ય સારવાર મળી જાય તો શારીરિક દિવ્યાંગતા પર કાબૂ મેળવી શકાય છે પણ માનસિક દિવ્યાંગતાથી છુટકારા માટે તો પ્રભુકૃપા અને યોગ જ કામ આવશે. આજે દુનિયા દિવ્યાંગતા દિવસ મનાવી રહી છે તો આપણે પોતાને માનસિક દિવ્યાંગતાથી બચાવી રાખીએ.

X
Yoga will remove mental impairment
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી