જીવન-પથ / આપણે બધા પરમાત્માના કાર્યકર છીએ

We are all activists of God

પંડિત વિજયશંકર મહેતા

Dec 05, 2019, 08:06 AM IST

દુનિયા પણ કેવા કેવા દિવસ યાદ કરે છે. સંસારનો બિઝનેસ એટલો મોટો છે કે દરરોજ માટે કોઈ પ્રવૃતિ નક્કી હોઈ શકે છે. આજે આંતરરાષ્ટ્રીય કાર્યકર્તા દિવસ છે. સફળતાના બે ચહેરા હોય છે. એક દેખાય છે, બીજો અદૃશ્ય છે. અમુક લોકોની નજરે આ યુઝ એન્ડ થ્રો પણ હોય છે પણ કાર્યકર બનવું એક નશો છે. મોટા લોકો પોતાના અહંકારને થપકી આપવા માટે ખુદને નાનકડો કાર્યકર કહે છે. ચાલો તેના બીજા અર્થ પર એક નજર કરીએ. આપણે બધા પરમાત્માના કાર્યકર છીએ. તેમણે આપણને સંસારમાં કંઈક કરવા મોકલ્યા છે. ભગવાન પોતાના કાર્યકરોને માન પણ આપે છે અને ધ્યાન પણ રાખે છે. ઈશ્વર માટે તેના કાર્યકર હથિયાર નહીં અંગ છે. એટલા માટે તેમની મદદ માટે તત્પર રહે છે. એ જુદી વાત છે કે આપણે તેમની મદદ ન લઈએ કે તેમના આપેલા સહયોગનો દુરુપયોગ કરીએ.


શાસ્ત્રોમાં બે પાત્રો છે. બાલિ અને દુર્યોધન. બંને યોગ્ય હતા, ભગવાન તેમની મદદ પણ કરવા માગતા હતા પણ પરમાત્મા નિયત જુએ છે, લાયકાત નહીં. લાયકાત સારી હતી પણ નિયમ બંનેની ખરાબ. આ બંને પોતાના કાર્યકર હોવાના દુરુપયોગનાં ઉદાહરણ છે. બંને કોઈની સલાહ સાંભળવા તૈયાર નહોતા. બંનેના જીવનમાં પરમાત્મા નજીક હતા પણ તેમણે પોતાની હઠીલી ટેવને લીધે તેમને દૂર કર્યા. તો સાવધાન રહો. આ બંને વૃત્તિઓ તમને ગમે ત્યારે મુશ્કેલીમાં નાખી શકે છે...!

X
We are all activists of God

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી