જીવન-પથ / કર્મ અને ભાગ્યને સમજવું લાભદાયક

Understanding karma and destiny is beneficial

પંડિત વિજયશંકર મહેતા

Dec 04, 2019, 07:11 AM IST

વ્યવસાયી અને ખાસ કરીને રાજકીય ક્ષેત્રના લોકો એ વાત જલદી સ્વીકારે છે કે તમે ભલે ગમે તેટલા મોટા કર્મવીર થઇ જાવ, ભાગ્ય પોતાનું કામ બતાવે જ છે. સારા-સારા દલીલબાજો પણ ત્યારે થાકીને ચુપ થઇ જતા દેખાયા કે જ્યારે આપણા દેશના એક રાજ્યમાં ચૂંટણી બાદ સરકારની રચનાનું દ્રશ્ય આવ્યું. કોઇ એક પર ટકવાની ભૂલ ન કરવી. કર્મ અને ભાગ્ય બે હાથ, બે આંખ, માતા-પિતા, નદી-કિનારો, દિવસ-રાત, સુખ-દુ:ખ જેવા છે. બન્નેને સમજવા, સ્વીકારવા લાભની સ્થિતિ હશે. સરકાર રચવાના તમામ વળાંકવાળા રસ્તા કર્મ અને ભાગ્યથી ભરેલા પડ્યા હતા. કોઇ વળાંક પર કર્મ ઊભું હતું તો કોઇ વળાંક પર ભાગ્ય હતું.


આ જ જીવનની કહાણી છે. ભાગ્ય પર ભરોસો કરવો આળસ કે નાલાયકી નથી. મૂળે ભાગ્ય એક રાહતનું નામ છે. તમારા પ્રયાસોમાં પૂરી તાકાત પછી પણ જ્યારે નિષ્ફળતા સાંપડે તો ભાગ્ય એક સહારો છે, નહિતર નિષ્ફળતા તમને તોડી નાખશે. 'ચલો, બહુ પ્રયત્નો કર્યા પણ ભાગ્યમાં નહીં હોય તો ન મળ્યું' એ આશ્વાસન તમને સ્ફૂર્ત કરી દેશે. તેથી કોઇ એકની જીદ ન કરો. કર્મની પ્રધાનતા રાખીને આગળ વધો પણ ભાગ્યમાં ભરોસાની નાની પડીકી પણ ખિસાના કોઇ ખૂણામાં જરૂર રાખી લો, કેમ કે જો માત્ર કર્મશક્તિથી સફળ થઇ ગયા તો અહંકાર આવવાનું જોખમ રહેશે. તેનાથી ઉલટું, જો પૂરી તાકાત લગાવ્યા પછી પણ સફળતા ન મળે તો ચિંતામાં ડૂબી જશો. એવામાં પોતાને સમજાવવા માટે ભાગ્ય એક સહારો બની જશે.

X
Understanding karma and destiny is beneficial

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી