જીવન-પથ / પ્રશંસાનાં બે રૂપ, ફૂલ અને ફુગ્ગો

Two forms of appreciation, flowers and bubbles

પંડિત વિજયશંકર મહેતા

Oct 10, 2019, 07:19 AM IST

પ્રશંસા કરવી કેટલા લોકોનો એક પ્રકારનો બિઝનસ બની ગયો છે.એવા ધંધાબાજને ચાપલૂસ માનવા જોઇએ. જોકે ચાપલૂસી પણ એક પ્રકારની કળા છે અને હવે કળા અને ધંધામાં કોઇ ફરક રહ્યો પણ નથી. છતાં મનુષ્યની માનસિકતા છે કે તેને પ્રશંસા સાંભળવી ગમે છે, માટે પ્રશંસાને બે રૂપમાં વહેંચી લો. તેનુ પહેલું રૂપ હશે ફૂગ્ગો. કોઇ ચાપલૂસ જ્યારે તમારી પ્રશંસા કરે તો તેને ફૂગ્ગાના રૂપમાં લો. તે માત્ર હવા ભરી રહ્યો છે, તેને આ વાતથી કોઇ મતલબ નથી કે ફૂગ્ગામાં કેટલી હવા હોવી જોઇએ. હવા વધુ ભરાય અને તે ફૂટી જાય તો તેનું શું જશે? તમે સાવધ નથી તો ફૂગ્ગો ફૂટવાનો જ છે.

પ્રશંસાનું બીજુ રૂપ છે ફૂલ. જો કોઇ હિતેચ્છુ તમારા વખાણ કરે છે તો તેને ચાપલૂસની શ્રેણીમાં ન મૂકો. તે તમારો વિશ્વાસ, કોઇ પ્રેરણા આપી રહ્યો હશે અને ત્યારે પ્રશંસા ફૂલની માફક છે. ફૂલોનો સ્વીકાર કરો.ફૂલ તમને નુકસાન નહીં પહોંચાડે, પણ એક મહેક આપશે જે તમને કહી રહી હશે કે આ પ્રશંસા આ વાતની પ્રેરણા છે કે તેનાથી પણ વધુ સારા કાર્યો કરો. એક વખત આલોચકને સ્વીકારજો પણ ચાપલૂસથી બચીને રહેજો.

ધીરે-ધીરે આજકાલ ચાપલૂસની સંખ્યા વધતી જાય છે. લોકો ને એમાં ફાયદો દેખાય છે કે પોતાની ઓછી લાયકાતના આધારે બીજાથી આગળ કેવી રીતે નીકળી શકાય છે? ચાપલૂસી આમાં મદદ કરે છે.ચાપલૂસોની સાથે રહેતા -રહેતા એક દિવસ તમે ખુદ પણ ચાપલૂસ બની જાઓ છો. માટે આ ધંધાથી દૂર રહો,પોતાની યોગ્યતાને સમજો.ચાપલૂસી જોકે લાંબા સમય સુધી ક્યારેય ટકી શકતી નથી. તે તમને હંગામી ધોરણે ફાયદો અપાવી શકે છે પણ સમય જતાં જ્યારે તમારી અસલિયત બાહર આવે તો તમારે શરમ અનુભવવાનો વખત પણ આવતો હોય છે.

X
Two forms of appreciation, flowers and bubbles

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી