ખુશ રાખવા, રહેવામાં જ અસલી ખુશી

To be happy, to have real happiness
X
To be happy, to have real happiness

પંડિત વિજયશંકર મહેતા

Mar 21, 2020, 03:25 AM IST
ખુશ રહો, ખુશ રાખો... તેમાં ખુશ રહેવું તો સરળ છે, પરંતુ ખુશ રાખવું અઘરું છે. જોકે, ખુશી પૂરી ત્યારે જ થાય છે, જ્યારે તમે ખુદ પણ ખુશ રહો અને બીજાને પણ ખુશ રાખી શકો. જેમ-જેમ જીવનમાં ભાગ-દોડ વધી, પ્રાથમિકતાઓ બદલાઈ અને મનુષ્યના તણાવ પણ વધતા ગયા. આથી મનુષ્યએ ખુશ રહેવા માટે નવી-નવી રીતો શોધી કાઢી. સાત વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય સ્તરે એ વાત પર વિચાર કરાયો કે ખુશી લોકોને સમજાવવામાં આવે. ખુશી એક ફેક્ટર બની ગઈ. ખુશ રહેવું માનવીનો મૂળ સ્વભાવ છે, પરંતુ તેના માટે આયોજન થવા લાગ્યા. 20 માર્ચના રોજ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ખુશી દિવસ તરીકે મનાવવામાં આવવાનો છે ત્યારે તેને પોતાની દુનિયામાં પણ ઉતારો. મનુષ્યને ખુશી વસ્તુઓથી, પરિસ્થિતિઓથી અને વ્યક્તિઓમાંથી મળે છે. તમારા સાથી કર્મચારી, વ્યવસાયિક સંબંધવાળા લોકો, મિત્રો-સગાસબંધી, માતા-પિતા, બાળકો તથા જીવનસાથી. વ્યક્તિઓનો એક લાંબો દાયરો છે, જ્યાંથી તમને ખુશી મળે છે. બની શકે કે, આ લોકો પાસેથી દુખ પણ મળતું હોય, પરંતુ ખુશીની બાબતે પહેલું કામ કરવાનું છે ખુશીની શોધ. જીવનમાં એ કયા મુદ્દા અને સ્થિતિઓ છે, જ્યાં ખુશી મળી શકે છે, સૌથી પહેલા તેને શોધો, ત્યાર પછી ખુશીનું સ્વાગત કરો. ત્રીજી સ્થિતિ છે, તેને એકઠી કરો અને ચોથી સ્થિતિમાં એ ખુશીને બીજા લોકોમાં વહેંચો. બસ, અહીંથી જ વાત સમજાઈ જશે કે ખુશ રહો, ખુશ રાખો. જીવનની વાસ્તવિક ખુશી તેમાં જ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી