જીવન-પથ / 'તાહિ બધેં કછુ પાપ ન હોઇ'

પંડિત વિજયશંકર મહેતા

Dec 06, 2019, 07:28 AM IST
વિશ્વમાં દુષ્કર્મી ક્યારેય ખતમ નહીં થાય. અલગ-અલગ રૂપમાં સામે આવતા રહેશે. દુષ્કર્મીઓની બહુ લાંબી યાદી છે. કેટલાક પ્રખ્યાત છે. બાલિ, રાવણ, દુર્યોધન... તેમને એ સમયના દુષ્કર્મી જ માનવામાં આવ્યા. આજે દેશમાં દુષ્કર્મને કારણે આક્રોશ વ્યક્ત કરાય છે અને ખરેખર આ ઘટનાઓ બહુ દુ:ખ પહોંચાડે છે પરંતુ તેનાથી વધુ ચર્ચા એ વાતે થઇ રહી છે કે તેમને શું દંડ અપાય? ચર્ચા ધીમે-ધીમે બંધ થઇ જાય છે અને કોઇ નક્કર પરિણામ આવતું નથી. દંડનો ભય જ દુષ્કર્મ રોકી શકશે. જે લોકો બહુ ચર્ચા કરી રહ્યા છે, દુષ્કર્મીઓના માનવ અધિકારને લઇ મોટી-મોટી વાતો કરી રહ્યા છે તેમના માટે શ્રીરામનો એક સંવાદ પૂરતો છે. ખોટી વ્યક્તિને ખાસ કરીને દુષ્કર્મીને દંડ આપવામાં આવે, તેની વ્યવસ્થા ભગવાન રામે બહુ સારી રીતે પ્રસ્તુત કરી હતી.
બલિએ જ્યારે રામ પર સવાલ ઉઠાવ્યો કે તમે મને શા માટે માર્યો? ત્યારે રામે કહ્યું હતું કે- 'અનુજ બધૂ ભગિની સુત નારી. સુનુ સઠ કન્યા સમ એ ચારી. ઇન્હહિ કૃદૃષ્ટિ બિલોકઇ જોઇ. તાહિ બધેં કુછ પાપ ન હોઇ.' એટલે- સાંભળ મુરખ .. નાના ભાઇની સ્ત્રી, બહેન, પુત્રની સ્ત્રી અને કન્યા, આ ચારેયને જે કોઇ ખરાબ નજરે જુએ છે તેને મારવામાં કોઇ પાપ નથી થતું. બાલિએ પોતાના નાના ભાઇની પત્ની પર કુદૃષ્ટિ નાંખી હતી. શ્રીરામની આ વાતને યાદ રાખો- 'તાહિ બધેં કુછ પાપ ન હોઇ', દુષ્કર્મીનો એક જ દંડ છે અને તે રામ જેવી વિનમ્ર વ્યક્તિ કહી રહી હોય કે તેમને મૃત્યુ જ આપી દેવાય... આ જ ભય દુષ્કર્મીને રોકી શકશે...
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી