જીવન પથ / રહસ્યનું મહત્ત્વ છે, સાવધ રહો !

The secret is important, be careful!

Divyabhaskar.com

Jan 04, 2020, 07:09 AM IST
સામાન્ય રીતે એવું કહેવાય છે કે, પોતાનું કોઈ રહસ્ય કોઈને જણાવવું ન જોઈએ, તેમ છતાં જીવનમાં એવા અનેક રહસ્યો હોય છે, જે બીજાને બતાવવા પડે છે કે ખબર પડી જતી હોય છે. દરેક વાત છુપાવી શકાતી નથી. કેટલીક બાબતો આપણી ભુલથી જાહેર થઈ જતી હોય છે તો કેટલીક વાતો જ એવી હોય છે જે આપમેળે જગજાહેર થઈ જતી હોય છે. તેમ છતાં રહસ્યનું મહત્વ છે. જીવનમાં આપણી આજુબાજુ કેટલાક લોકોએવા હોય છે, જે આપણી ગુપ્ત વાતોના જાણકાર બની જતા હોય છે અને આપણી ઈચ્છા ન હોય તો પણ તેઓ જાણી જતા હોય છે.
આવો જ એક વ્યક્તિ આપણો ડ્રાઈવર છે. જો તમારા વાહનમાં કોઈ ડ્રાઈવર છે તો તે તમારી તમામ વાતો સાંભળી લે છે, જે તમે સાથે બેસેલી કોઈ વ્યક્તિ સાથે કે મોબાઈલ પર કરતા હોય છે. તમને એમ હોય છે કે, તે સાંભળતો નથી, પરંતુ તે પણ મનુષ્ય છે, તો સાંભળી જ રહ્યો છે. આપણે ડ્રાઈવર પાસે અપેક્ષા રાખીએ છી કે, તેની દૃષ્ટિ ગીધ જેવી ચકોર હોય. તમે જ્યારે ડ્રાઈવર પાસે ગીધ જેવી દૃષ્ટિની અપેક્ષા રાખો ત્યારે તમારા કાગડા જેવા સાવધ રહેવાનું હોય છે. ખાસ કરીને કોઈ મહત્વની કે રહસ્યમય વાત કરતા સમયે. કાગડાના કેટલાક ગુણ અલગ હોય છે- સંગ્રહની વૃત્તિ, આળસુ હોતો નથી અને બદલો લેવામાં નિપુણ હોય છે. મનુષ્ય જો કાગડાના ગુણ શીખી લે તો વિપરીત પરિસ્થિતિઓમાં ઘણા કામ લાગશે.
X
The secret is important, be careful!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી