જીવન-પથ / શાંતિ મળે એ જ સાચી સફળતા

The only true success is to get peace

પંડિત વિજયશંકર મહેતા

Jun 12, 2019, 07:07 AM IST

આપણે કોઇને કોઇ કામ તો કરતા જ હોઇએ છીએ.એવું ભાગ્યેજ કોઇ હશે જે કશું ન કરતો હોય.તમે તમારા ઘરમાં કોઇ કામ કરી રહ્યા હો અથવા નોકરી-વેપારમાં , કોઇ પણ કામ હાથમાં લેતા જ વ્યક્તિત્વ ત્રણ ભાગમાં વહેંચાઇ જાય છે.પ્રથમ ભાગ છે અાપણું યોદ્ધા હોવું.બીજુ કર્મથી જોડાતા જ વેપારી બની જાય છે અને ત્રીજામાં આપણી અંદરનો સંન્યાસી જાગી જાય છે.વ્યક્તિત્વનો જે ભાગ હાવી થાય છે,તે રીતે આપણે કરવા લાગીએ છીએ.આ ત્રણેય પોતાની રીતે જરૂરી છે.કોઇ વિચારે કે હું યોદ્ધા બનીને આ કાર્યને પુરુ કરી લઉ, તો પરિણામે તે અશાંત થઇ જશે. વેપારીના પોતાના સમીકરણ હોય છે,અે પણ જરૂરી છે. ગુણ-દોષ પારખવા એક સારા વેપારીના લક્ષણ છે.તમારી અંદર કરમ કરતી વખતે વેપારી જેવો અંદાજ પણ હોવો જોઇએ. પણ જોે તમે માત્ર યોદ્ધા અગર વેપારી છો તો પણ ખોટમાં જઇ શકો છો. ત્રીજી સ્થિતિ છે સંન્યાસ ભાવ. સંન્યાસીનો અર્થ થાય છે તારા ભરોસે છે જીવન. મતલબ પરમાત્મા પ્રતિ પૂરો ભરોસો, પણ પરિણામ પ્રતિ અનાસક્તિનો ભાવ. કામ કરતી વખતે પૂરી શક્તિ લગાડો, પરંતુ પરિણામમાં એવી અાસક્તિ નહી હોય કે સફળ ન થઇ શક્યા તો અશાંત થઇ જઇએ.આ સંન્યાસીના લક્ષણ છે.આ લક્ષણને આપણી અંદર ઉતારવા રહ્યા. પછી યોદ્ધાનો સંકલ્પ, વેપારીની સાવધાની અને સંન્યાસીનું સમર્પણ એમ ત્રણેય બાબત જોડીને તમે જે કામ કરી રહ્યા હશો તેસો ટકા સફળ થશે અને સફળતા ત્યારેજ સો ટકા કહેવાય જ્યારે તેમાં શાંતિ ઉતરે.કોઇપણ કાર્યને કરવા ખાતર કરવાથી સંતોષ નથી મળતો.જ્યારે ઉપરની ત્રણેય બાબતો ઉમેરાય તો જ ખુશી સાથે સંતોષ મળે છે.
Feedback: [email protected]

X
The only true success is to get peace

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી