જીવન-પથ / અંદર ઉકળતી ઉર્જાને પ્રાણવાયુ શાંત કરે છે

The air boils down to the energy that boils inside

પંડિત વિજયશંકર મહેતા

Nov 21, 2019, 07:27 AM IST
દિવસ દરમિયાન આપણી નજર ઘણા લોકો પર પડે છે. તેમાંથી ઘણી વાતો કે બાબતો આપણને વિચલિત પણ કરે છે. બીજાની સંપત્તિ પર, બીજાના શરીર પર, બીજાના વ્યક્તિત્વ પર નજર જાય છે અને આપણને લાગે છે કે આપણને તે મળી જાય. મતલબ કે જ્યારે આપણે બીજાની કોઇ વસ્તુ પર, તેના શરીર પર નજર નાખીએ છીએ તો આપણી ઉર્જામાં એક ઊભરો આવવા લાગે છે. તે ઊભરાને સમયસર ઠંડો કરી દો, નહીતર તે આપણી ઊર્જાને ખોટી દિશામાં લઇ જશે. તમે કાં તો તેનું જ ચિંતન કરતા રહેશો અને પોતાનો સમય વેડફશો અથવા તેને મેળવવા માટે કોઇ ખોટું કામ કરશો.
હવે વાત એ આવે છે કે તે ઊભરાને ઠંડો કેવી રીતે પાડવો? ક્યારેક આ તથ્ય પર રિસર્ચ થયું હતું કે ખાણી-પીણીની વસ્તુઓને જો બગડતી બચાવવી હોય તો ઠંડી બહુ ઉપયોગી છે. આ વાત પકડી હતી અંગ્રેજ દાર્શનિક બ્રેકને. કદાચ રેફ્રિજરેટરની શોધ પાછળ આ જ વિચાર હતો. આપણી ઇન્દ્રિયોમાં જે ઊભરો આવે છે તે વિકૃતિ હોય છે અને આગ્રહ કરે છે કે ચાલો, કંઇક અનુચિત કરીએ. ઇન્દ્રિયોને ઠંડી પાડવી હોય તો તે પ્રાણવાયુથી શક્ય બની શકશે. જે નિયમ રેફ્રિજરેટરને લાગુ પડે છે તેનો પ્રયોગ આપણે ક્યારેક-ક્યારેક આપણી ઇન્દ્રિયો પર કરવો જોઇએ. જ્યારે આપણે ઊંડો શ્વાસ લઇએ છીએ અને બહાર છોડીએ છીએ ત્યારે પ્રાણવાયુ તે ઊભરાતી ઉર્જાને શાંત કરે છે. જો બીજાની વસ્તુ કે દેહ પ્રાપ્ત કરવાની આકાંક્ષાને વેળાસર નિયંત્રિત નહીં કરો તો તમારી અંદર કે બહાર કંઇ ને કંઇ ખોટું જરૂર કરતા જશો.
X
The air boils down to the energy that boils inside

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી