જીવન-પથ / પારિવારિક જીવનમાં સંબંધો મોટી મૂડી

Relationships are a big capital in family life

Divyabhaskar.com

Aug 14, 2019, 07:39 AM IST

દરેક વ્યક્તિ પોતાના માટે કોઇક શક્તિ શોધે છે.કોઇ ગમે તેટલો સમર્થ કેમ ન હોય,અંદરથી ક્યાંક ને ક્યાંક, કોઇ રૂપમાં ચોક્કસ નબળો હોય છે.સંબંધો આપણી બહુ મોટી તાકત હોય છે. જો આપણે સંબંધોને સરખી રીતે વહેંચી લઇએ તો જીવનમાં એ તાકતનો ખૂબ લાભ ઉઠાવી શકીએ છીએ. સંબંધોનો એક ભાગ ઘરની બહાર હોય છે અને બીજો ઘરની અંદર. જ્યારે તમે ઘરથી બહાર નીકળીને દુનિયાદારીના કામ કરો છો , એ સમયે બહારના સંબંધો કામ આવશે.એમા તમારો જનસંપર્ક, વ્યવહાર, લોકોથી કામ કઢાવવાની કળા આ બધી બાબતો લાભકારી રહેશે. પણ જ્યારે ઘરમાં જાઓ તો અહીં જે સંબંધો છે તે તમારી ખરી તાકત છે.

સંબંધો આપણને સહયોગ, સમર્થન, હિંમત અને શાંતિ પ્રદાન કરે છે, પણ અધિકાંશ ઘરોમાં આજે એવું જોવા મળે છે કે સંબંધોમાંથી શાંતિ ગાયબ થઇ ગઇ છે. સંબંધોમાંથી જ્યારે ભરોસો, એકબીજી પ્રત્યે જીવવાની તમન્ના અને કરૂણા ખતમ થવા લાગે છે, ત્યારે સંબંધોમાંથી શાંતિ પણ જતી રહે છે. શાંતિ તમે તમારી આસપાસની ઘણી બધી વસ્તુઓમાં શોધતા હશો. ક્યારેક સંબંધોમાં પણ શોધો.

શ્રી હનુમાન ચાલીસાના સવા કરોડ જાપની સાથે આજે સાંજે ઇન્દોરમાં એક એવો કાર્યક્રમ (એક શામ રિશ્તો કે નામ) યોજાશે દેમાં સંબંધોમાં શાંતિની શોધ કરવામાં આવશે. સંસ્કાર ટીવી પર સાંજે 6.30 કલાકથી રાત્રિના 8 કલાક સુધી થનારા સીધા પ્રસારણના માધ્યમથી આ કાર્યક્રમ સાથે જોડાજો. ભારતીય પારિવારિક જીવનમાં સંબંધો બહુ મોટી પૂંજી છે અને જો એમાંથી પણ શાંતિ જતી રહી તો આપણે આપણા પરિવારોને કેવી રીતે બચાવી શકીશું?

X
Relationships are a big capital in family life
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી