જીવન-પથ / પોતાના વખાણ કરવાથી પુણ્ય ઘટી જાય છે

Praising oneself reduces virtue

Divyabhaskar.com

Dec 31, 2019, 07:19 AM IST
બીજાના મોઢે પોતાની પ્રસંશા સાંભળી સારું પણ લાગે છે અને પ્રોત્સાહન પણ મળે છે. પરંતુ પોતાના મોઢે પોતાની પ્રસંશા કરવાથી નુકસાન પણ થઇ શકે છે. આ વાતને રામ-રાવણ યુદ્ધમાં કુંભકર્ણના મૃત્યુ બાદ તુલસીદાસજીએ આવી રીતે કહ્યું છે- ' છીજહિં નિસિચપ દિનુ અરુ રાતી. નિજ મુખ કહેં સુકૃત જેહિ ભાંતિ'. ત્યાં (શ્રીલંકામાં) રાક્ષસ આવી રીતે ઘટી રહ્યા છે, જે રીતે પોતાના મોઢે વખાણ કરવાથી પુણ્ય ઘટી જાય છે. પુણ્યનો અર્થ આપણા સારા કામાનો પરિણામ, તેની પોઝીટિવ એનર્જી છે. જો તમે બહુ સારા કામ કર્યા હોય તો તેના વખાણ જાતે ન કરો.
એ કામોની પ્રસંશા અન્ય લોકો જરૂર કરશે. જે લોકોને પોતાની જ પ્રસંશા કરવાનો રોગ લાગી જાય તેઓ પછી પોતાના ખોટા કામોના પણ વખાણ કરવા લાગે છે. પરંતુ ઉપરવાળાને બધુ દેખાય છે. ઢોંગ કોઇને કોઇ સ્વરુપે દુષપરિણામમાં રુપે પરત આવે છે. સુંદર કાંડમાં હનુમાનજીના ચરિત્રનથી શીખવું જોઇએ. સારા કામ કરો, પણ તેનું પ્રદર્શન બિલકુલ ન કરો.
હનુમાનજીના સંપૂર્ણ ચરિત્રમાં અદભુત પારદર્શિતા છે. તેથી આજે છત્તીસગઢના ભિલાઇ નગરમાં સવા કરોડ હનુમાન ચાલીસાની પઠન થવા જઇ રહ્યું છે. સાંજે 7થી 8.30 કલાકે સંસ્કાર ટીવીના માધ્યમથી તે જોઇ શકાશે. ઉદ્દેશ્ય માત્ર એજ કે આપણે જાણી અને શીખી શકીએ કે આપણે સારા કામો તો કરવા જ છે, પણ તેના અર્થહીન પ્રદર્શનથી બચવવાનો છે....
X
Praising oneself reduces virtue
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી