જીવનપથ / ધર્મમાં ધીરજ રાખવી અત્યંત જરૂરી છે

Patience is essential in religion

Divyabhaskar.com

Jan 18, 2020, 07:30 AM IST
ધર્મ મરજીપૂર્વકનો ન હોવો જોઈએ. તેમાં શિસ્ત હોવી જરૂરી છે. આ આદર્શ વાક્ય અનેક સિદ્ધ મહાપુરુષો દ્વારા વ્યક્ત કરાયું છે. તેમ છતાં આજે ધર્મ અંગે અનેક ભ્રમ પેદા કરાયા છે. જે ધર્મ ટાઢક આપી શકે છે, તેણે અનેક લોકોને આગનો ગોળો બનાવીને ફરતા કરી દીધા છે. સત્ય તો એ છે કે, જ્યારે ધર્મનો અભાવ હોય છે ત્યારે લોકો જીવનમાં માર્ગ ભુલી જાય છે.
ચિંતાઓથી ઘેરાઈ જાય છે, માનસિક રીતે અવસાદગ્રસ્ત બને છે, અહંકારી બની જાય છે. જોકે, આજે એવું લાગી રહ્યું છે કે, જેમના જીવનમાં ધર્મ છે, તેઓ ભટકી રહ્યા છે. અહંકારી બની ગયા છે, ચિંતામાં ડૂબી ગયા છે, ખોટા માર્ગ પર ચાલી રહ્યા છે. એટલા માટે તો નવી પેઢી ધર્મ અંગે વધુ ભ્રમિત છે. આજના સમયમાં ધર્મની વ્યખ્યા કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. ધર્મના સંબંધમાં એક સુંદર વાત કહેવાઈ છે કે, ધીરજ રાખવી પણ મોટો ધર્મ છે. આજે ધર્મને આ ધીરજવાળા સ્વરૂપની જરૂર છે. ધર્મ અંગે ઉતાવળે કોઈ પ્રતિક્રિયા ન આપો, તેના રૂપ અંગે કંઈક એવું ન નક્કી કરી લો, જેનાથી તેનું મૂળ સ્વરૂપ જ બગડી જાય. આજે, ધર્મનું એવું સ્વરૂપ સામે આવી રહ્યું છે, જેમાં અરાજકતાના દર્શન થઈ રહ્યા છે. તો શું ધર્મને થોડી દેવો જોઈએ? ના. ધીરજ રાખો, અંદર પવિત્રતા બનાવી રાખો. એક દિવસ બધું જ સારું થઈ જશે. આપણો દેશ તો રજ-રજ, કણ-કણમાં ધર્મનું સન્માન કરતો આવ્યો છે. આથી કોઈ પણ સ્થિતિમાં ખોટી રીતે ધર્મનું વિશ્લેષણ, કોઈ પરિભાષા નક્કી ન કરવી જોઈએ.
X
Patience is essential in religion
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી