જીવનપથ / પ્રેરણાદાયી સ્મૃતિથી ભરેલું રહે આપણું મન

Our mind is full of inspiring memories

પંડિત વિજયશંકર મહેતા

Nov 30, 2019, 07:24 AM IST
કરેલું ક્યારેય વ્યર્થ જતું નથી. જે આજે કરી રહ્યાં છો અને એવું માનીને કરી રહ્યાં છો કે કોઈ પરમ શક્તિનો આદેશ મળ્યો છે, તો તેમાં આપણે આપણી થોડી યોગ્યતા જોડી દીધી છે. તો માનીને ચાલો કે તમે કરેલું ભવિષ્યમાં પરિણામ જરૂર આપશે. દુનિયામાં ઘણા લોકો થયા છે જેમને જિંદગીમાં બહુ શ્રેષ્ઠ કર્યું પણ લોકો તેને જાણી શક્યા નથી. તેના અનેક કારણ છે. કરનારની ઇચ્છા નહોતી કે તેમનું કરેલું સારું કાર્ય જાહેર થાય અથવા તો એવું બની શકે કે તેમના ગયા પછી પણ લોકોને એવી તક મળી ના હોય પરંતુ જો વર્તમાનમાં કોઈ વ્યક્તિ શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યું હોય તો તેના પર નજર રાખો અને તેના કરેલા કાર્યને આપણા જીવન સાથે જરૂર જોડો. શીખવાની તક હમેશા મળતી રહે છે, જ્યારે પણ મળે તો ચૂકશો નહીં. ચીનના રાજાએ એક વિખ્યાત દાર્શનિકને માત્ર એટલા માટે જ રોક્યા હતા કે જો તમે મારું રાજ્ય છોડીને જતા રહેશો તો તમારી સારી વાતો અંગે લોકોને કેવી રીતે ખબર પડશે? તેનો દસ્તાવેજ તૈયાર કરાયો. જરૂરી નથી કે દસ્તાવેજ લિખિત હોય. તે બુદ્ધિમાં, સ્મૃતિમાં પણ ઉતારી શકીએ છીએ. આપણે આપણા મનમાં સારી વસ્તુનો સંગ્રહ કરવાનું ચૂકી જઈએ છીએ. સારા લોકોની સારી વાતો એ હરતો ફરતો સત્સંગ છે. સત્સંગની આવી એક પણ તક ચૂકશો નહીં
X
Our mind is full of inspiring memories

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી