જીવન-પથ / આપણી છબિ નિષ્પક્ષ હોવી જોઇએ

Our image should be unbiased

Divyabhaskar.com

Dec 27, 2019, 07:43 AM IST
'જો તમે રાજનીતિ કરી રહ્યા છો તો એકબીજાના કાન ભરવામાં તથા એકબીજાની સામે ચાંપલૂસીમાં દક્ષ હોવા જોઇએ.' તાજેતરમાં પ્રવાસ દરમિયાન એક રાજકારણીએ મને આ વાત કહી. પીઠ પાછળ ટિપ્પણી કરવી આમ તો તમામ ક્ષેત્રના માણસોનો સ્વભાવ હોય છે. તેને બુરાઇ, ચાડી કે કુથલી પણ કહે છે. મોં પર જે ટિપ્પણી કરાય છે તેમાં મોટી સંખ્યામાં લોકો ચાંપલૂસી કરે છે. અમુક જ નિષ્પક્ષ હોય છે, જે તમારા હિત માટે ટીકા કરે. તે રાજકારણીની વાત સાંભળીને મને તુલસીદાસજીની એ પંક્તિ યાદ આવી, જેમાં તેમણે કહ્યું છે- 'સચિવ બેદ ગુરુ તીન જો પ્રિય બોલહિં ભય આસ. રાજ ધર્મ તન તીન કર હોઇ બેગહિ નાસ.' મતલબ કે મંત્રી, વૈદ્ય અને ગુરુ, આ ત્રણ લોકો ચાંપલૂસીથી, ભયથી તમારા મોં પર કોઇ ખોટી વાત કરી રહ્યા હોય તો તે ઠીક નથી.
મંત્રી ખોટું બોલે તો રાજધર્મને નુકસાન છે, વૈદ્ય સાચી વાત ન બોલે તો તમારા આરોગ્ય માટે સારું નહીં હોય અને ગુરુ ગરબડ કરી જાય તો સમજો કે તમે ધર્મથી ગયા. તેથી રાજકારણની જ વાત કેમ? જીવનના કોઇ પણ ક્ષેત્રમાં તમારી સામે એવો અવસર આવી જાય કે ચાંપલૂસ કે ઇર્ષા કરનાર વ્યક્તિ સામે આવે તો થોડા સાવધાન રહો. અને જો આ બંને દુર્ગુણ તમારી અંદર ઉતરી રહ્યા હોય તો તેનાથી પણ વધુ સાવધાન રહો. આપણી છબિ સદાય નિષ્પક્ષ હોવી જોઇએ. જે કંઇ કામ કરો તે પરમાત્માને સમર્પિત કરીને કરો તો કદાચ નિષ્પક્ષ અને લોકપ્રિય છબિ બની શકશે.
X
Our image should be unbiased
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી